Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
WWE : ખલીની શિષ્યાએ અખાડામાં પહોંચી દેશી સ્ટાઇલમાં ચિત્ત કરી હતી ફેમસ રેસલરને, જુઓ વીડિયો
આપે ભારતીય મહિલાઓને સામાન્ય રીતે સૂટ અને સલવારમાં ઘરની અંદર કામ કરતાં જોઈ હશે, પરંતુ આપે ક્યારેય WWEમાં સલવાર સૂટ પહેરીને કોઈ ભારતીય છોકરીને વિદેશી ફાઇટરને ધૂળ ચટાડતા જોઈ છે ?
જો નહીં, તો આ વીડિયોમાં જુઓ કે કઈ રીતે ભારતની આ મહિલા રેસલરે ન્યૂઝીલૅંડની ફાઇટરને રેસલિંગ રિંગમાં સારી રીતે ધોઈ નાંખી.
તે પછી આ વીડિયો આગની જેમ સોશિયલ મીડિયામાં પ્રસરી ગયો. જોનારાઓ આ વીડિયોને જોતા જ રહી ગયાં કે કેવી રીતે એક મહિલા રેસલરે ઇંટરનેશનલ લેવલનાં આ અખાડામાં વિદેશી મહિલા પહેલવાનને ચિત્ત કરી નાંખી.

WWEમાં પહોંચનાર પ્રથમ ઇંડિયન રેસલર
અમે વાત કરી રહ્યાં છીએ કવિતાની કે જેણે સલવાર સૂટમાં રિંગ પર એંટ્રી લીધી, ત્યારે કોઇએ વિચાર્યુ પણ નહોતું કે કવિતા ન્યૂઝીલૅંડની આ ફાઇટરનો આટલો ખરાબ હાલ કરશે. WWEમાં પહેલી વાર કોઈ ભારતીય મહિલાને એંટ્રી મળી છે.
ગ્રેટ ખલીની શિષ્યા છે કવિતા
WWEમાં ગ્રેટ ખલીને ભલા કોણ નથી ઓળખતું હશે ? કવિતા ગ્રેટ ખલીની શિષ્યા છે અને WWE માટે તેમનાંથી જ ટ્રેનિંગ લે છે. 14મી જુલાઈનાં રોજ 'મે યંગ' ક્લાસિક ટૂર્નામેંટ હેઠળ તેમની આ ફાઇટનો વીડિયો તૈયાર કરાયો હતો, પરંતુ હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
'ફેમર મે યંગ'ની યાદ
આ ટૂર્નામેંટનું આયોજન WWEની ફેમસ ફાઇટર 'ફેમર મે યંગ'ની યાદમાં કરવામાં આવ્યુ હતું કે જે ફેમસ મહિલા રેસરલ હતી. આ ટૂર્નામેંટમાં માત્ર મહિલા રેસલર્સ જ ભાગ લે છે. આ મુકાબલામાં જોકે બાદમાં કવિતા હારી ગઈ, પરંતુ ભારતીય રેસલિંગનાં ઇતિહાસમાં તે પ્રથમ મહિલા રેસલર છે કે જેણે WWE ફાઇટ લડી છે.
વીડિયોમાં જુઓ
આવો વીડિયોમાં જોઇએ આ મહિલા રેસલરની ફાઇટ.



Click it and Unblock the Notifications












