Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
વિવિધ દેશોમાં બળાત્કાર માટેની સજાની જોગવાઈ
બળાત્કાર એક અમાનવીય ઘટના છે. ભારતમાં તેના માટે સજાની જોગવાઈ એટલી સખત નથી કે જેટલી હોવી જોઇએ. લોકોની માંગ છે કે આ જઘન્ય અપરાધની સજાને સખત બનાવવા પર સરકારે ધ્યાન આપવાની જરૂર છે.
કારણ કે આ કૃત્યમાં છોકરીની મરજી વગર તેની સાથે પરાણે શારીરિક સંબંધ સ્થાપિત કરવામાં આવે છે, તેથી તેની ગરિમા અને મર્યાદા દુભાય છે અને પરિવારને આઘાત પહોંચે છે.
સમાજમાં લોકોની બિસમજનાં કારણે બળાત્કારી કરતા તે છોકરીને દોષિત સમજવામાં આવે છે, પરંતુ એવું ન હોવું જોઇએ. આ આર્ટિકલમાં અમે આપને બતાવીશું કે કયા-કયા દેશોમાં બળાત્કાર માટે કઈ-કઈ સજા આપવામાં આવે છે. નાંખો બળત્કારીઓને અપાતી સજા પર એક નજર :

ચીન :
ચીનમાં બળાત્કારનો ગુનો સાબિત થઈ જતા બળાત્કારીને ફાંસીની સજા આપવામાં આવે છે. ચીનનું માનવું છે કે આનાથી ઓછી સજા કરવાનો કોઈ મતલબ નથી. ઘણી વાર મૃત્યુની સજા ન આપી બળાત્કારીઓને વિકૃત કરી દેવાની સજા પણ આપવામાં આવે છે.

ઈરાન :
ઈરાનમાં બળાત્કારીને અવિલંબ ફાંસીએ લટકાવી દેવામાં આવે છે અથવા તેને ગોળી મારી દેવામાં આવે છે. ઈરાનનાં કાનૂન મુજબ બળાત્કારની સજા માત્ર અને માત્ર મૃત્યુ જ હોય છે.

અફઘાનિસ્તાન :
અફઘાનિસ્તાનમાં બળાત્કારીને ચાર દિવસની અંદર જ માથામાં ગોળી મારી ઉડાવી દેવામાં આવે છે. ઘણી વખત તેને ફાંસી પણ આપી દેવામાં આવે છે. શું સજા કરવી છે, તે અદાલત ઉપર અવલંબે છે.

ફ્રાંસ :
ફ્રાંસમાં રેપ કરવા પર રેપિસ્ટને 15 વર્ષની સજા કરવામાં આવે છે. જો ગુનો ખૂબ જ જઘન્ય હોય, તો સજાને વધારી 30 વર્ષ સુધી કરી દેવામાં આવે છે.

ઉત્તર કોરિયા :
રેપ કરવા પર ઉત્તર કોરિયામાં રેપિસ્ટને સામે ઊભો રાખી માથામાં કે તેના જનનાંગમાં ગોળી મારી દેવામાં આવે છે.

રશિયા :
રશિયાનો કાયદો રેપિસ્ટની બાબતમાં એટલો સખત નથી. ત્યાં ગુનો સાબિત થઈ જતા 3થી 6 વર્ષની સજા થાય છે. કેટલાક કિસ્સાઓમાં સજા 10થી 20 વર્ષની પણ હોઈ શકે છે.

નૉર્વે :
નૉર્વેમાં રેપ કરનાર રેપિસ્ટને 4-15 વર્ષનાં કારાવાસની સજા આપવામાં આવે છે. જો મહિલા ગંભીર હોય કે તેનું મૃત્યુ થઈ જાય, તો સજાની જોગવાઈ અલગ હોય છે. આ ઉપરાંત કોઈ પણ એક વ્યક્તિની મરજી વગર સંબંધ બાંધવાને પણ ત્યાં રેપ જ ગણવામાં આવે છે.

ભારત :
ભારતમાં એંટી રેપ બિલ પાસ થયા બાદ રેપિસ્ટને સજા આપવાની જોગવાઈમાં બદલાવ આવ્યો છે. ગંભીર કિસ્સાઓમાં મૃત્યુ દંડ તથા સામાન્ય કિસ્સાઓમાં 14 વર્ષની જેલની સજાની જોગવાઈ છે, પરંતુ આમ છતાં ભારતમાં રેપનાં બનાવોમાં કોઈ ઘટાડો નથી આવી રહ્યો.



Click it and Unblock the Notifications











