એવા એથનિક વિયર જે ઓફિસમાં પહેરવા માટે છે સૌથી બેસ્ટ

[લાઇફસ્ટાઇલ] ઘણી મહિલાઓ જ્યારે પણ ઓફિસ જવા માટે તૈયારી થાય છે, તો તેમને એ નથી સમજાતું કે તેઓ આજે શું પહેરે? તેમને આ સવાલ રોજ મુંઝવણમાં મૂકતો હોય છે. ઘણા ઓફિસમાં એવા ડ્રેસ કોડ હોય છે, જે અનુસાર તેમને કપડા પહેરવાના હોય છે.

પરંતુ જો મોટા ભાગની મહિલાઓની વાત કરીએ તો, તેમને ઓફિસમાં એથનિક વિયર પહેરવું વધારે આરામદાયક લાગે છે. એથનિક વિયરમાં સલ્વાર-કુર્તા અથવા સાડી વગેરે.. જો સિમ્પલ હોય તો ખૂબ જ સારો લુક આપે છે.

શોર્ટ કુર્તીથી લઇને લાંબી કુર્તી અથવા અનારકલી વગેરે, દરરોજ સારી લાગે છે. જે મહિલાઓને સાડીઓ સારી લાગે છે, તે કોટનથી લઇને ખાદીની પસંદગી સરળતાથી કરી શકે છે.

ઓફિસનો લુક એવો હોવો જોઇએ, જ્યાં આપને જોઇને કોઇ એ ના કહે કે આપ કોઇ પાર્ટીમાં આવ્યા છો. એટલા માટે પોતાના એથનિક વિયરનો ખૂબ જ સમજી વિચારીને ઉપયોગ કરો. ઓફિસમાં પહેરવામાં આવતા વસ્ત્રો ભડકાઉ કે ભભકાદાર ના હોવા જોઇએ.

આ ઉપરાંત પોતાના મેકઅપ પર પણ ધ્યાન આપો. આવો જોઇએ કે એથનિક વિયરના કેટલાંક નમૂના જેને આપ ઓફિસમાં કોઇપણ રોકટોક વગર પહેરી શકો છો, અને તે આપની ઉપર ચોક્કસ સારા લાગશે.

પેરેલલ પેંટ્સ

પેરેલલ પેંટ્સ

આ દિવસોમાં પેરેલલ પેંટ્સ પહેરવાની ઘણી ફેશન છે. તેની સાથે આપ મેંચિંગ કુર્તી પણ પહેરી શકો છો.

ફ્લોરલ પ્રિંટ્સ

ફ્લોરલ પ્રિંટ્સ

આ સિઝનમાં ફ્લોરલ પ્રિંટ્સ ખૂબ જ વધારે ચલણમાં છે. તો આપ પણ ઓફિસ જવા માટે એવી કેટલીંક કુર્તિઓ અથવા ટોપની પસંદગી કરી શકો છો.

પ્લેન કુર્તિઓ

પ્લેન કુર્તિઓ

ઘણા દિવસ આપને સિંપલ અને ક્લાસી પણ થઇ જવું જોઇએ, જેના માટે પ્લેન કુર્તિઓથી સારો વિકલ્પ કોઇ હોઇ જ ના શકે. આપ તેને પટિયાલા સલવારની સાથે મેચ કરી શકે છે.

કુર્તી અને જીંસ

કુર્તી અને જીંસ

મહિલાઓ માટે આ એક ક્લાસિક કોંબો છે. જે ખૂબ જ આરામદાયક છે અને મહિલાઓ તેમાં ખૂબ જ સારી પણ લાગે છે.

લાંબી કુર્તિઓ

લાંબી કુર્તિઓ

આજકાલ મહિલાઓ ઘુંટણ સુધીની લાંબી કુર્તિઓ પહેરે છે જે ખૂબ જ ફેશનમાં છે. આ યુવતીઓ જેમની હાઇટ ઓછી છે, તેમણે આની સાથે હાઇ હીલ્સ પહેરવી જોઇએ.

અનારકલી

અનારકલી

ઓફિસમાં ખૂબ જ પ્લેન અનારકલી શૂટ પહેરવું જોઇએ. જે આપની પર ખૂબ જ સારુ પણ લાગશે.

થોડું તડક-ભડક

થોડું તડક-ભડક

જો આપની કુર્તીમાં થોડી સીક્વિનનું કામ કર્યું હોય તો, તે પણ ઓફિસમાં ચાલી શકે છે.

સાડી

સાડી

પ્લેન પ્રિંટ અને સિંપલ ડિઝાઇનની સાડિયો, ઓફિસમાં પહેરી શકાય છે.

X
Desktop Bottom Promotion