એકવાર જરૂર વાંચો આ સેલેબ્રિટી પર આધારિત ચર્ચિત પુસ્તકો

By Kumar Dushyant

સેલેબ્રિટી સાથે જોડાયેલા સમાચાર, ગોપિસ અને ફોટા...ભાગ્યે જ કોઇ એવું હશે કે આ વસ્તુમાં રસ ધરાવે નહી. જો વાત તમારા ફેવરેટ સેલેબ્રિટી પર લખેલા કોઇ પુસ્તકની હોય તો પછી તેમાં રસ વધુ પડશે. અંગ્રેજી સાહિત્યમાં ફિક્શન, નોન ફિક્શન અને થ્રિલર સહિત ઘણા પ્રકારના પુસ્તકો આવે છે. જ્યારે પણ પુસ્તક વાંચવાની વાત આવે છે, તો અલગ-અલગ વ્ય્કતિની પસંદગી અલગ-અલગ હોય છે. જો કે પુસ્તક વાંચવું તેના લેખક માધ્યમથી એક સફર પર નિકળવા જેવું છે.

આ 8 પ્રેરણાદાયક પુસ્તકો બદલી શકે છે તમારી જીંદગી

જો કે દરેક લેખકનો સ્વભાવ અલગ-અલગ હોય છે, એટલા માટે દરેક પુસ્તક પોતાનામાં વિશિષ્ટ હોય છે. તાજેતરમાં સેલેબ્રિટી પર ઘણા પુસ્તકો લખવામાં આવી રહી છે. આવા પુસ્તકોમાં તમે પસંદગીની સેલેબ્રિટી વિશે ઘણી બધી જાણકારીઓ હોય છે. તેના માધ્યમથી રીડર સેલેબ્રિટીની જીંદગી સાથે જોડાયેલા ઘણા બારીક પાસાઓથી પણ રૂબરૂ હોય છે. જ્યારે સેલેબ્રિટી આપણું મનોરંજન કરાવે છે તો આપણે તેમના ભાવનાત્મક રૂપ સાથે જોડાઇ જઇએ છીએ.

ટ્વિટર પર સૌથી વધુ પિક્સ શેર કરનાર સેલિબ્રિટીઓ

હવે સ્પષ્ટ છે કે એવામાં આ સેલેબ્રિટીની જીંદગીના બીજા પાસાઓ વિશે જાણવાની જીજ્ઞાસા થાય છે. આપણી આ જીજ્ઞાસાને શાંત કરવાનો પુસ્તક એક સારો ઉપાય છે. આવો અમે તમને જણાવીએ કે કેટલાક એવા પુસ્તકો વિશે જે સ્પોર્ટ્સ પર્સનાલિટી પર આધારિત છે. જો રમત-ગમતમાં તમને રૂચિ છે તો આ પુસ્તકો તમને જરૂર પસંદ આવશે.

ધ રેસ ઑફ માઇ લાઇફ: મિલ્ખા સિંહની આત્મકથા

ધ રેસ ઑફ માઇ લાઇફ: મિલ્ખા સિંહની આત્મકથા

રૂપા પબ્લિકેશ દ્વારા પ્રકાશિત આ પુસ્તકને ખૂબ પ્રશંસા મળી છે. પુસ્તકમાં સ્ટાર એથલિસ્ટ મિલ્ખા સિંહ લખે છે કે કયા પ્રકારે તેમનું મિશન દોડવામાં મહારત પ્રાપ્ત કરવાનું હતું. પુસ્તકમાં તેમના તે લચીલાપણનો પણ ઉલ્લેખ છે, જેને તેમને ખરાબ સમયમાં મદદ કરી. આ પુસ્તકની પ્રસ્તાવના પ્રખ્યાત ફિલ્મ મેકર રાકેશ ઓમ પ્રકાશે લખી છે. આ તે ઓમ પ્રકાશ છે, જેમણે મિલ્ખા સિંહ પર ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ બનાવી છે.

ધ ટેસ્ટ ઑફ માય લાઇફ: ફ્રોમ ક્રિકેટ ટૂ કેન્સર એંડ બેક

ધ ટેસ્ટ ઑફ માય લાઇફ: ફ્રોમ ક્રિકેટ ટૂ કેન્સર એંડ બેક

આ એક સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહની આત્મકથા છે, જેમણે તાજેતરમાં જ કેન્સરથી બહાર નિકળી પુનરાગમન કર્યું છે. આ પુસ્તક ખરેખર પરિસ્થિતીઓ સામે લડવાની પ્રેરણાની આપે છે. આ પુસ્તક તે વાતની આસપાસ છે કે કેવી રીતે યુવરાજ સિંહે કેન્સર સાથે લડીને ક્રિકેટમાં પુનરાગમન કર્યું. યુવરાજ સિંહના ઘણા પાસાઓ વિશે જણાવે છે આ એક સારી સેલેબ્રેટી પુસ્તક છે.

કેપ્ટન કુલ: એમએસ ધોનીની કહાણી

કેપ્ટન કુલ: એમએસ ધોનીની કહાણી

લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભારતને નવી-નવી ઉંચાઇ પર પહોંચાડી છે. ઘણા તો ધોનીની અપાસ સફળતા જોઇને અચંભિત છે. એક એવું પુસ્તક જેમાં જેને તમે વાંચવા ઇચ્છશો.

પ્લેઇંગ ટૂ વિન: સાઇના નેહવાલ

પ્લેઇંગ ટૂ વિન: સાઇના નેહવાલ

આ પુસ્તક સ્ટાર બેડમિંટન ખેલાડી સાઇના નેહવાલની રસપ્રદ આત્મકથા છે. સેલેબ્રિટી સાથે જોડાયેલા પુસ્તકોમાં તેને જરૂર વાંચવા માંગશો. ભારત માટે એક ઓલંપિક પદક લાવનાર સાઇના નેહવાલ આ પુસ્તકમાં પોતાનું બાળપણ, યુવાની અને અન્ય વસ્તુઓ વિશે વિસ્તારપૂર્વક વાત કરે છે.

રાફા: માઇ સ્ટોરી

રાફા: માઇ સ્ટોરી

સેલેબ્રિટીના પુસ્તકોમાં મશહૂર ટેનિસ ખેલાડી રાફેલ નડાલ પણ ઉલ્લેખ આવે છે. પોતાના પુસ્તકમાં નડાલ લખે છે કે કયા પ્રકારે તેમના કાકાએ તેમને એક મહાન ટેનિસ ખેલાડી બનવા માટે માનસિક રીતે તૈયાર કર્યા.

ફાસ્ટર દેન લાઇટનિંગ: માઇ ઑટોબાયોગ્રાફી

ફાસ્ટર દેન લાઇટનિંગ: માઇ ઑટોબાયોગ્રાફી

જો તમે તમારા કોઇ સેલેબ્રિટીનું પુસ્તક ખરીદવા માંગો છો, તો આ પુસ્તકને જરૂર ખરીદો. આ સ્ટાર ઓલંપિયન ઉસૈન બોલ્ટની આત્મકથા છે. આ પુસ્તકમાં બોલ્ટના એક સામાન્ય ખેલાડીમાંથી સ્ટાર બનાવવાનું સંપૂર્ણ વિવરણ આપવામાં આવ્યું છે.

સન્ની ડેઝ

સન્ની ડેઝ

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં કદાચ જ કોઇ સુનીલ ગવાસ્કરને ભૂલી શક્યું હશે. સન્ની ડેઝ એક ચર્ચિત સેલેબ્રિટી પુસ્તક છે, જેમાં સુનીલ ગવાસ્કરના વિકાસને એકદમ રસપ્રદ રીતે દર્શાવવામાં આવ્યો છે.

રોઝર ફેડરર: ધ ગ્રેટેસ્ટ

રોઝર ફેડરર: ધ ગ્રેટેસ્ટ

રોઝર ફેડરરનો સમાવેશ ટેનિસ મહાન ખેલાડીઓમાં કરવામાં આવે છે. હકિકતમાં આ પુસ્તક આ મહાન ખેલાડીના ઇટરવ્યૂનું કલેક્શન છે. આ પુસ્તકને વાંચ્યા બાદ તમે ફેડરરની જીંદગીના ઘણા પાસાઓથી રૂબરૂ થશો.

ક્રોસિંગ ધ બાઉંડ્ર્રી: કેવિન પીટરસન

ક્રોસિંગ ધ બાઉંડ્ર્રી: કેવિન પીટરસન

ઇગ્લેંડના સ્ટાર ક્રિકેટર હંમેશા સમાચારની હેડલાઇન્સમાં રહે છે. ઇગ્લિંશ મીડિયા તો તેને ક્રિક્રેટના ડેવિડ બેકહમ પણ કહે છે. આ પુસ્તકમાં પીટરસનની જીંદગી સાથે જોડાયેલી ઘટનાઓનું વિવરણ છે. તેની ગણતરી કેટલીક સેલેબ્રિટી પુસ્તકોમાં થાય છે.

અ બાયોગ્રાફી ઑફ રાહુલ દ્રવિડ: ધ નાઇસ ગાઇ હૂ ફિનિસ્ડ ફર્સ્ટ

અ બાયોગ્રાફી ઑફ રાહુલ દ્રવિડ: ધ નાઇસ ગાઇ હૂ ફિનિસ્ડ ફર્સ્ટ

દીવાલના નામથી ચર્ચિત દ્રવિડની બાયોગ્રાફીની ગણતરી શ્રેષ્ઠ સેલેબ્રિટી બુકમાં થાય છે. આ પુસ્તકમાં તે ઘટનાઓનું વિવરણ મળે છે જેને રાહુલ દ્રવિડને મહાન ક્રિકેટર બનાવવામાં મોટી ભૂમિકા ભજવી.

Story first published: Friday, August 8, 2014, 9:47 [IST]
X
Desktop Bottom Promotion