Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
જાણી લો : ફ્લર્ટિંગના સંકેત આપતા 10 ઇશારા
પ્રેમ દરેકના જીવનમાં બહાર લાવે છે. જો કે ઘણીવાર અંતર્મુખી વ્યક્તિ પોતાના પ્રેમનો ઇઝહાર શબ્દો દ્વારા કરી શકતી નથી. આ કારણે અનેક પ્રેમકહાનીઓ આરંભ થતા પહેલા જ અંત પામે છે. અહીં અમે જીવનમાં ખૂબ ઉપયોગી એવા સંકેતોની ભાષાને આપની સમક્ષ ખુલ્લી મુકવા જઇ રહ્યા છે. આ 10 સંકેતો આપને એ જાણવામાં મદદ કરશે કે કોઇ પુરુષ આપને પસંદ કરે છે કે નહીં. અહીં એક બાબતની સ્પષ્ટતા કરવી જરૂરી છે કે વ્યક્તિને પસંદ કરવી અને વ્યક્તિને પ્રેમ કરવો બંને ભિન્ન બાબતો છે...
1 પ્રેમાળ સ્મિત
પ્રેમાળ સ્મિત એક હકારાત્મક નિશાની છે. જ્યારે પણ ફ્લર્ટિંગની બાબત આવે તો સામેની વ્યક્તિ તમને પસંદ કરે છે તેનો આ પ્રથમ સંકેત છે. અનેક કિસ્સામાં આ સ્મિત તમને જણાવે છે કે એ વ્યક્તિ તમારો સંપર્ક કરવા ચાહે છે. આ માટે તમારે જવાબમાં એવું જ સ્મિત આપવાનું છે.
2 શરમાઇને ગાલ ગુલાબી થવા
જો કોઇ વ્યક્તિ અત્યંત શરમાળ હોય પણ તે તમારી આસપાસ ફરતી રહે અને તમને જોઇને એના ગાલ ગુલાબી થવા લાગે તો સમજી લેવું કે તે તમને પસંદ કરે છે.
3 નજરોથી નજર મળવી
કોઇ પણ કોમ્યુનિકેશનમાં આંખોના ઇશારા ગજબ અસર કરે છે. નજરોથી નજર મળવી તો સામાન્ય છે. પણ સામાન્ય સમય કરતા વધારે સમય સુધી કોઇ એક વ્યક્તિની સાથે નજરોથી નજર મળી જાય અને વાતોની આપ-લે શરૂ થઇ જાય તો સમજી લેજો બંદા ફિદા થઇ ગયા છે.
4 ચાળા પાડવા
અનેકવાર અજાણતા એવું થઇ જાય છે કે બંને વ્યક્તિ એકબીજાના ચાળા પાડવા લાગે છે. સારા શબ્દોમાં કહીએ તો મિરરિંગ થાય છે. દાખલા તરીકે તમે જે રીતે હસો છો તે જ રીતે સામેની વ્યક્તિ પણ હસે છે.
5 બેલ્ટના લૂપમાં અંગૂઠા ફસાવવા
આ ફ્લર્ટિંગની એક અનોખી સ્ટાઇલ છે. ફ્લર્ટિંગ કરતી વ્યક્તિ હંમેશા તમારા વિચારોમાં ખોવાઇને તમને પોતાની તરફ આકર્ષિત કરવા માટે જાણે અજાણે આ સ્ટાઇલનો ઉપયોગ કરી બેસે છે.
6 સ્પર્શ કરવો
જ્યારે વ્યક્તિ આપને સ્પર્શ કરે છે ત્યારે તે આપનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માંગે છે. તેણે શું કહેવા માટે સ્પર્શ કર્યો તે જાણવું અગત્યનું છે. તેનો સ્પર્શ કામચલાઉ સંબંધ માટે છે કે લાંબા ગાળાના પ્રેમ માટે તે આ સ્પર્શ દ્વારા ખ્યાલ આવે છે.
7 માથું ઊંચુ કરવું
જો કોઇ વ્યક્તિ તમારી આગળથી માથું ઊંચુ રાખીને પસાર થાય ત્યારે સમજવું કે તેને આપનામાં રસ છે. તમારી સાથે વાત આગળ વધારવા માંગે છે.
8 આંખો પહોળી થવી
આ ખૂબ સામાન્ય સંકેત છે. જ્યારે આપણે કોઇ વ્યક્તિની ઇચ્છીએ છીએ ત્યારે આંખો પહોળી થાય છે, અને જ્યારે કોઇને નથી ઇચ્છતા ત્યારે સંકોચાય છે. તમને પસંદ કરતી વ્યક્તિની આંખો પહોળી થશે.
9 ભ્રમરો ઊંચી ચઢાવીને જોવું
સામાન્ય રીતે વ્યક્તિ કોઇને પસંદ કરે તો એક નજર તેને જોઇને આંખો જુકી જાય છે. ફરી વાર જોવામાં આવે ત્યારે ભ્રમરો ચઢાવીને જોવામાં આવે છે. તે પણ વ્યક્તિ તમને પસંદ કરે છે તેનો સંકેત છે.
10 ચંચળતાથી ચહેકવું
જ્યારે તમે તમારી ગમતી વ્યક્તિની પાસે હોવ છો ત્યારે નર્વસ હોવ છો અને મનમાં કંઇક ગણગણતા હોવ છો. આ ગણગણાટ ક્યારે મોટા અવાજથી બોલવા લાગો છો. જો આવું થાય તો સમજવું કે તમે સામેના પાત્રને પસંદ કરો છો.



Click it and Unblock the Notifications











