આ નુસ્ખાથી કરો કાનની સફાઈ અને વધારો સાંભળવાની ક્ષમતા પણ

By Super Admin

ન સાંભળી શકવાની સમસ્યાની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ ઘણા કેસોમાં કાન સાફ કરવા (ઘરગથ્થુ ઉપચાર)થી આ સમસ્યાનો ઉકેલ આવી જાય છે. કેટલાક કેસોમાં લોકો પોતાની શ્રવણ ક્ષમતામાં સુધારો લાવી શકે છે, ખાસ કરીને જ્યારે કાન બંધ થઈ જતાં હોય.

આ ઉપચાર માટે લસણ અને ઑલિવ ઑયલનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ થોભો ! આ પ્રકારનાં ઘરગથ્થુ ઉપચારનો ઉપયોગ કરતા પહેલા તબીબનો અભિપ્રાય જરૂર લો.

આ ઉપરાંત જો આપનાં કાનમાં કોઈ ઈજા પહોંચી હોય કે અન્ય કોઈ સમસ્યા જેમ કે કાનમાં ઇન્ફેક્શન, મૅસ્ટૉઇડ કૅવિટી કે કાનની અન્ય કોઈ સમસ્યા હોય, તો આ ઉપચારનો ઉપયોગ બિલ્કુલ ન કરતાં.

olive oil for ear infection

જરૂરી સામગ્રી :

લસણની ચાર કળીઓ, એક્સ્ટ્રા વર્જિન ઑલિવ ઑયલ અને ઈયર ડ્રૉપર

તબક્કો #1

લસણને સારી રીતે ધુઓ અને તેને વાટી લો. કાંચનાં વાસણમાં લસણ મેળવો અને તેમાં ઑલિવ ઑયલ નાંખો.

તબક્કો #2

આ વાસણનું ઢાંકણ લગાવી દો અને તેને કિચનમાં ખુલ્લા સ્થાને મૂકી દો, પરંતુ ધ્યાન રહે કે તેની પર સૂર્યની રોશની ન પડે.

ક્યાં સુધી કરશો ?

આવું 5 દિવસ કરો અને પછી થોભી જાઓ. જો આપને હજી પણ કાન બંધ લાગતા હોય, તો તબીબ પાસે જાઓ. જો આપનાં કાનમાં ખંજવાળ કે દુઃખાવો થતો હોય, તો આ ઉપચારને તરત રોકી દો અને તબીબની સલાહ લો.

સાવચેતી !

કૉટન બડ, પેંસિલ, સળી કે અન્ય કોઇક વસ્તુથી કાન સાફ ન કરો, કારણ કે તેનાથી કાનને નુકસાન પહોંચી શકે છે. વૅક્સ બહાર આવતા માત્ર કપડાંથી સાફ કરો.

Story first published: Saturday, April 1, 2017, 13:45 [IST]
X
Desktop Bottom Promotion