ડેંગ્યુ તાવથી બચવા માટે લિમડાનાં પાનનો આમ કરો ઉપયોગ

By Staff

ડેંગ્યુ એક વાયરલ ફીવર છે કે જે વેક્ટર-બોર્ન ડિસીઝ છે. તેનો અર્થ છે કે તેને પ્રસરતો રોકવા માટે એક વેક્ટર (ટ્રાંસમીટર)ની જરૂર છે.

એડીઝ આ ભયાનક વાયરસનાં વેક્ટર છે. ડેંગ્યુ થતા આપને તાવ, માથાનો દુઃખાવો, માંસપેશીઓ અને સાંધાઓમાં દુઃખાવો અને રૅશેસ થઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં આપને થા પણ લાગી શકે છે.

home remedies for dengue

ડેંગ્યુથી બચવા માટે આપે ઘણી સાવચેતીઓ વરતવાની હોય છે. આ તેના માટે લિમડાનાં પાંદડાઓનો પણ ઉપયોગ કરી શકો છો. લિમડાનાં પાંદડાઓ ઇમ્યુનિટી વધારે છે.

આયુર્વેદનમાં લિમડનો ઉપયોગ સદીઓથી ઘણા રોગોનાં ઇલાજમાં કરવામાં આવી રહ્યો છે. લિમડાનાં લગભગ દરેક ભાગમાં ઘણા ઔષધીય લાભો છે. જાણીએ લિમડનો ઉપયોગ ડેંગ્યુ સામે લડવા માટે કેમ કરવામાં આવે છે.

1. લિમડાનું પાણી :

1. લિમડાનું પાણી :

નિમ્બિન અને નિમ્બીડિન લિમડાનાં પાંદડાઓમાં રહેલા કેમિકલ્સ છે કે જેની માઇક્રોબિયલ, એંટી-પ્યોરેટિક અને એંટી-ઇમ્ફ્લેમૅટરી અસર પડે છે. દિવસમાં બેથી ત્રણ વાર લિમડાનાં પાનનું પાણી પીવાથી બ્લડ પ્લેટલેટ્સ વધે છે.

2. લિમડાનો રસ અને પપૈયાનાં પાંદડાનો રસ :

2. લિમડાનો રસ અને પપૈયાનાં પાંદડાનો રસ :

લિમડાનાં પાંતડાઓનો રસ પપૈયાનાં પાંદડાઓનાં રસ સાથે મેળવી પીવું ડેંગ્યુનાં ઇલાજ માટે ખૂબ શ્રેષ્ઠ ઉપાય છે.

3. લિમડાનાં પાનનું સેવન :

3. લિમડાનાં પાનનું સેવન :

દરરોજ લિમડાનાં પાંદડા ચાવવાથી ઇમ્યુનિટી વધે છે, લોહી સાફ થાય છે અને બૉડીમાંથી ટૉક્સિન નિકળે છે.

4. લિમડાનું તેલ

4. લિમડાનું તેલ

લિમડાનું તેલ મચ્છરોમાંથી રાહત પામવાનો બહેતર ઉપાય છે. તેને લગાવવાથી આપને ડેંગ્યુ મચ્છર કરડતા નથી.

5. લિમડાનાં પાંદડાનો ધુમાડો

5. લિમડાનાં પાંદડાનો ધુમાડો

નિવારણ હમેશા ઇલાજ કરતા શ્રેષ્ઠ છે. ડેંગ્યુને રોકવા માટે મચ્છરોથી બચાવ કરવાનો સારો ઉપાય છે. મચ્છરોથી રાહત પામવા માટે લિમડાનાં સૂકા પાંદડાઓને બાળી ઉપયોગ કરી શકાય છે.

Story first published: Friday, June 23, 2017, 14:00 [IST]
X
Desktop Bottom Promotion