Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
જાણો કયા કારણથી કેટલાક લોકોને પાઈલ્સ કેમ થાય છે? તેના ૮ કારણ
શું તમને મોટાભાગે પાઈલ્સ (મસા)ની સમસ્યા થાય છે? જો હાં, તો તમને સૌથી પહેલા લાગે છે કે તમારા પાચનતંત્રમાં ખરાબી હોવાના કારણે તમને પાઈલ્સની તકલીફ થઈ રહી છે, હે ને? જવા દો, પાઈલ્સના બીજા ઘણા કારણ પણ હોઈ શકે છે જેના વિશે તમે જાણતા પણ નહી હોય.
પાઈલ્સના કેટલાક વિશેષ લક્ષણ આ પ્રકારે છે જેમ કે ગુદાના ભાગે લોહી આવવું, મળ ત્યાગ સમયે દર્દ થવું, પેટના નીચેના ભાગમાં દર્દ થવું, કબજીયાત અને ખંજવાળ વગેરે.
પાઈલ્સના પ્રારંભિક ચરણમાં તેનો ઉપાય કરવો ખૂબ જ જરૂરી છે. નહીતર તે વધારે ગંભીર સમસ્યામાં બદલાઇ જાય છે. જો પાઈલ્સનો ઉપાય ના કરવામાં આવ્યો તો તેના કારણે રેક્ટલ અલ્સર અને કેન્સર પણ થઈ શકે છે.
અંતમાં: અહી પાઈલ્સ થવાના કેટલાક કારણ પણ બતાવવામાં આવ્યા છે જેના વિશે તમે જાણતા નહી હોય.

૧. ભારે વસ્તુઓ ઉંચકવી
ખૂબ વધારે વજન કે ભારે વસ્તુઓ ઉઠાવવાના કારણે પણ પાઈલ્સ થઈ શકે છ, કેમકે વજન ઉંચકવાથી શરીરના નીચેના ભાગ પર વધુ પ્રમાણમાં વજન પડે છે જેના કારણે નસો ટૂટવાની સંભાવના રહે છે.

૨. ખૂબ વધારે વ્યાયામ કરવાથી
કેટલાક લોકોમાં ખૂબ વધુ પ્રમાણમાં વ્યાયામ કરવાથી પાઈલ્સની સમસ્યા થઈ શકે છે કેમકે વ્યાયામ કરતા સમયે પેટના નીચેના ભાગમાં વધુ જોર પડે છે, વિશેષરૂપથી પગના વ્યાયામ કરવાના કારણે.

૩. ટોયલેટમાં વધુ સમય સુધી બેસી રહેવાના કારણે
જી હાં, જો તમે ટોયલેટની સીટ પર વધુ સમય સુધી બેસી રહો છો અને મળ ત્યાગ માટે તમારે જોર આપવું પડે છે તો તેના કારણે ગુદાની નસો સોજાઈ જાય છે જેના કારણે પાઈલ્સની સમસ્યા થઈ શકે છે.

૪. વધારે માત્રામાં જંક ફૂડ ખાવાથી
જો તમે વધારે તૈલીય, વધારે ચરબીયુક્ત આહાર નિયમિત રીતે ખાઓ છો તો તેનાથી તમારો મળ કડક થઈ જાય છે જેના કારણે મળ ત્યાગ કરતા સમયે પાઈલ્સની સમસ્યા થઈ શકે છે.

૫. કબજીયાત
કબજીયાતના કારણે પણ પાઈલ્સની સમસ્યા થઈ શકે છે કેમકે આંતરડામાં ફસાયેલો મળ ગુદાની નસોને તોડી દે છે કેમકે તે બહારની તરફ આવવા લાગે છે.

૬. ગર્ભાવસ્થા
જી હાં, ગર્ભાવસ્થાના કારણે પણ પાઈલ્સની સમસ્યા થઈ શકે છે કેમકે ગર્ભમાં ઉછરનાર બાળક ગુદા પર ખૂબ વધારે વજન નાંખે છે.

૭. નિષ્ક્રિય જીવનશૈલી
જો તમે નિયમિત રીતે વ્યાયામ નથી કરતા તો તમે નિયમિત રીતે મળ ત્યાગ કરી શકતા નથી જેના કારણે કેટલાક લોકોમાં પાઈલ્સની સમસ્યા થઈ શકે છે.

૮. લૂઝ મોશંસ (ઝાડા)
જ્યારે કોઈ વ્યક્તિને ઝાડા થઈ જાય છે તો વધારે વખત મળ ત્યાગ કરવાના કારણે ગુદાની નસો ફાટી જાય છે જેના કારણે પાઈલ્સ થઈ શકે છે.



Click it and Unblock the Notifications











