શું સફેદ વાળ તોડવાથી વધુ ઉગે છે સફેદ વાળ?

By Karnal Hetalbahen

જ્યારે પણ તમે કોઈ સફેદ વાળને જુઓ છો ત્યારે તમે તેને તરત જ કાપવા ઈચ્છો છો. ઘણા બધા લોકો એવું માને છે કે જ્યારે તમે માથામાંથી એક સફેદ વાળ તોડો છો ત્યારે તેના જડમાંથી બે વાળ ઉગી નીકળે છે.

કોસ્મેટિક વિજ્ઞાને એ સિદ્ધ કર્યું દીધું છે કે જ્યારે તમે કોઈ વાળને તોડો છો તે જગ્યા પર બીજા વાળ ઉગવાની કોઈ સંભાવના નથી. તે એ પણ કહે છે કે સફેદ વાળ તોડવાથી કેટલાક લોકોને તો કાળા વાળ પણ આવી જાય છે.

મિલાનોજીસિસ પ્રોસેસના કારણે તેવું થાય છે, તેમાં રોમ છિદ્રોમાં પિગ્મેંટ (રંગ નિર્માળ ક્રિયા) વધારે હોય છે જેનાથી તે સફેદ વાળની જગ્યાએ પ્રાકૃતિક રંગવાળા વાળ ઉગે છે.

શું સફેદ વાળ તોડવાથી વધુ ઉગે છે સફેદ વાળ?

વાળ રાતોરાત સફેદ થઈ શકે છે
તણાવ અને પોતાના પર વધારે પ્રેશર લેવાથી વાળ સફેદ થાય છે, પરંતુ આ એક ક્રમાનુસારની પ્રોસેસ છે જેને ઉપચાર કરીને રોકી શકાય છે. પરંતુ અમુક લોકો જેમનો અમુક સમયે અનુભવ ખરાબ રહ્યો છે, તે માને છે કે વાળ રાતોરાત સફેદ થઈ જાય છે, પરંતુ હેર એક્સપર્ટના મત મુજબ તેવુ કઈ નથી હોતુ. તે ફક્ત એક અંધવિશ્વાસ છે.

વાળને દરરોજ ધોવાથી તે સફેદ થતા નથી
આ પણ એક જૂની ભ્રમણા છે જો કે જૂની અને બનાવટી વાર્તાઓથી ચાલતી આવે છે. તે વાતનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. વાળને દરરોજ ધોવાથી પણ વાળનું તેલ, ધૂળ અને ગંદકી નીકળી શકતી નથી.

વાળને વધારે ડ્રાયર કરવાથી અપરિપક્વ સફેદ વાળ ઉગે છે
આ પણ એક ભ્રમણા છે જે સાચી નથી. તમને પણ તે વિશે ખબર હશે અને તમારા પેરેન્ટસ પણ તમને વાળને વધુ ડ્રાયર કરવાથી રોકતા હશે. વાળને વધુ ડ્રાયર કરવાથી વાળ ખરાબ જરૂર થઈ શકે છે પરંતુ સફેદ થતા નથી.

વાળનુ અકારણ સફેદ થવાના બીજા કટેલાક કારણો છે

૧ મિલેનિન પિગ્મેંટમાં ઉણપ
મિલેનિન પિગ્મેંટ આપણા વાળનો કુદરતી રંગ જાળવી રાખે છે. એટલા માટે તેની ઉણપથી વાળ સફેદ થઈ શકે છે. સ્વાસ્થ્યવર્ધક ખોરાક ખાવ અને પ્રોટીન અને વિટામીન સપ્લીમેંટ લો જેનાથી શરીરમાં મિલેનિનનું સારુ સંતુલન બની રહે.

૨ તણાવ
તણાવ આજકાલ દરેકના જીવનમાં હોય છે. દરેકજણ તણાવગ્રસ્ત્ર હોય છે પણ તેને સારવાર આસાન છે. ધ્યાન કેન્દ્રિત કરો, તે વસ્તુ કરો જેનાથી તમને આંનદ મળે, કામથી આરામ અને રજા લો. શાંત મગજ અને ખુશ આત્માથી હેલ્દી લાઈફસ્ટાઈલ બનાવી શકાય છે.

૩ આનુવાંશિક સમસ્યા
તેને પણ જાણીને રોકી શકાય છે. તેનો પૂર્ણઉપાય કરવો મુશ્કેલ છે પરંતુ નિરંતર દવાઓ લેવાથી વાળને સ્વસ્થ રાખી શકાય છે.

૪ કેમિકલ ઉત્પાદનનો વધારે પડતો ઉપયોગ
ધ્યાન રાખો કે તમે વાળમાં જે પ્રોડક્ટસને વાપરો છે તે વાળ માટે યોગ્ય છે કે નહી. ડ્રાયરનો વધારે ઉપયોગ ભલે વાળને સફેદ ના કરે પરંતુ શૈમ્પુ અને કંડીશનરમાં રહેલા કેમિકલ્સનો વધારે ઉપયોગ વાળને સફેદ કરી શકે છે. જો તમે પોતાના વાળમાં દરરોજ આ બધી વસ્તુઓનો ઉપયોગ કરો છો તો વાળના રંગને યોગ્ય બનાવી રાખવા માટે દેખભાળ પર ધ્યાન આપો.

૫ દવાનું રિએક્શન
ધ્યાન રહે કે જે દવા તમે લઈ રહ્યા છો, તેનુ વાળ પરનું રિએક્શન તમને ખબર હોય. જો તમારા ર્ડોક્ટર જણાવે કે બીજી દવાઓથી વાળ સફેદ થઈ શકે છે તો તેમને તે વિશે પૂછો અને જાણકારી લો કે વાળને સફેદ થવાથી બચાવો.

બીજા કારણો
જંક ફૂડ વધારે ખાવું, સ્મોકિંગ, ડ્રિંકિંગ વગેરે પણ વાળને સફેદ કરે છે. લાઈફસ્ટાઈલમાં ગતિહીનતા આવવાથી પણ તમારું શરીર કેટલીક રીતે પ્રભાવિત થઈ શકે છે. એટલે પોતાને એકટિવ રાખો અને કસરત પણ કરો.

Story first published: Tuesday, November 22, 2016, 11:45 [IST]
X
Desktop Bottom Promotion