આયુર્વેદ જે કરે ખૂબસુરતીને કેદ

By Karnal Hetalbahen

પ્રકૃતિમાં એટલા પ્રકારના તત્વો મળી આવે છે કે, જે તમારી દરેક બીમારીઓને દૂર કરી શકે છે. આજકાલ બજારમાં ઘણા પ્રકારની દવાઓ અને જુદા-જુદા ઉત્પાદન આવવા લાગ્યા છે કે લોકોએ આયુર્વેદને બિલકુલ નકારી દીધું છે. આયુર્વેદ તમારી આપણી ત્વચા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે, તે ના તો મોંઘુ હોય છે કે ના તો તેના ઉપયોગ કરવાથી કોઈ નુકશાન પહોંચે છે. જૂના જમાનાની મહિલાઓ પોતાને ખૂબસુરત બનાવવા માટે આયુર્વેદની મદદ લેતી હતી એટલે અમે પણ વિચાર્યુ કે કેમ ના અમે પણ તમારા માટે આયુર્વેદના થોડા એવા ઉપચાર બતાવીએ જેનાથી તમે તમારી ખૂબસુરતીને હંમેશા માટે કેદ કરી શકો.

આયુર્વેદ જે કરે ખૂબસુરતીને કેદ

આવી રીતે કરો ઉપયોગ-

૧. કરચલીઓ માટે-
જો તમારે ચહેરા પર પડેલી કરચલીઓને દૂર કરવી હોય તો એરંડા એટલે કે કેસ્ટર ઓઈલને તમારા ચહેરા પર લગાવો, તેનાથી ત્વચા એકદમ મુલાયમ થઈ જશે અને કરચલીઓ પણ ઓછી થઇ જશે.

૨. સાફ ત્વચા-
ત્વચા પર જો દાગ-ધબ્બા હોય તો ચહેરાને ક્રીમવાળા દૂધથી રૂમાં ડુબાડીને ચહેરા અને પોર્સને સાફ કરો. તેનાથી ચહેરો સાફ તો થઈ જ જશે સાથે જ પોર્સ પણ ખૂલશે.

૩. નેચરલ મોઈસ્ચુરાઈઝર-
જો તમારી ત્વચા સાધારણ હોય તો જાતે જ નેચરલ મોઈસ્ચરાઈઝર બનાવો. તેને બનાવવા માટે એક કટોરામાં ૪ ચમચી દહી અને થોડા ટીપાં લીબું અને સંતરાને મેળવીને તમારા ચહેરા પર માસ્કની જેમ ઉપયોગ કરો. તેને લગાવ્યા પછી ૧૫ મીનીટની અંદર આ માસ્કને રૂ દ્વારા સાફ કરી લો.

૪. સ્કીન કંડીશનર-
તેને બનાવવા માટે બે ચમચી ક્રીમ લો અને તેમાં મધ મેળવી લો. આ મિશ્રણને તમારા ચહેરા પર પાંચ મીનીટ સુધી રાખો અને પછી ભીના કપડાં કે રૂથી લૂછી લો.

૫. ટોનર-
જો તમે કાચા બટાટા લઈને તમારા ચહેરા પર લગાવશો તો તે તમારી ત્વચાને ટોન કરશે અને પિંગમેન્ટની સમસ્યાને પણ દૂર કરશે.

૬. ચહેરા પર વાળ-
તેને દૂર કરવા માટે તમારે એક પેસ્ટ બનાવવી પડશે જેમાં તલનું તેલ, હળદર પાવડર અને લોટનું યોગ્ય મિશ્રણ મળેલું હોય.

Story first published: Tuesday, February 7, 2017, 13:00 [IST]
X
Desktop Bottom Promotion