ભગવાન શિવજી માટે બનાવો સ્પેશિયલ ડ્રાય ફ્રૂટવાળી ખીર
તેનાથી કોઇ ફરક પડતો નથી કે તમે જીંદગીમાં કેટલી દુખદ સમયમાં પસાર થઇ રહ્યા છો, પરંતુ જો તમે ભગવાન શિવ પાસે પ્રાર્થના કરશો તો તે તમારા બધા દુખોને ચપટીમાં દૂર કરી દેશે.
આ શ્રાવણનો મહિનો છે એટલા માટે તમારે ભગવાન શિવને ખુશ કરવા માટે ઉપાયો શોધવા જોઇએ. ભગવાન શિવની પૂજા કરવા ઉપરાંત જો તમે તેમને કંઇક સ્પેશિયલ ખાવાની વસ્તુનો ભોગ ધરશો તો તે જલદી ખુશ થશે.
એટલા માટે આજે અમે તમને શ્રાવણમાં સ્પેશિયલ ડ્રાય ફ્રૂટવાળી ખીર બનાવતાં શિખવાડીશું, તો મોડું કરશો નહી અને ઝડપથી તેને બનાવો.

કેટલા- 4 સભ્યો માટે
તૈયારીમાં સમય: 20 મિનિટ
બનાવવાનો સમય- 30 મિનિટ
સામગ્રી
કિશમિશ-1/2 કપ
કાજૂ- 8-10
ખજૂર- 8-10
વર્મિસેલી -1 કપ
મિલ્કમેડ- 1/2 કપ
ખાંડ- 1 કપ
દૂધ- 1 કપ
ઈલાયચી- 4 થી 5
ધી- 2 ચમચી
રીત
1. સૌથી પહેલા પાણીમાં ખૂજરને આખી રાત પલાળીને રાખો.
2. પછી સવારે ખજૂરને મિક્સરમાં વાટીને પેસ્ટ બનાવીને બાજુમાં મુકી
દો.
3. હવે એક તવો લો, તેમાં દૂધ અને ખાંડ મિક્સ કરો.
4. પછી વર્મિસેલી મિક્સ કરી સતત ચાલુ રાખો.
5. 10 મિનિટ પછી તેને વાટીને ખજૂરની પેસ્ટ મિક્સ કરો.
6. ત્યારબાદ તેમાં થોડું મિલ્કમેડ અને ઈલાયચીને મિક્સ કરો.
7. હવે બીજો પેન કાઢો. તેમાં થોડું ઘી નાખી તેને ગરમ કરો.
8. તેમાં કિશમિશ, બદામ અને કાજૂ નાખીને રોસ્ટ કરો.
9. પછી વર્મિસેલીની સાથે મિક્સ કરી દો.
10. પછી ગેસ બંધ કરી તેને સર્વ કરો.
Get breaking news alerts | Subscribe to Gujarati Boldsky.



Click it and Unblock the Notifications