For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બનારસી મલઇયો : માત્ર શિયાળા ત્રણ જ માસ મળે છે આ મિઠાઈ

Posted By: Super Admin
|

દુનિયા ભરમાં શિવની નગરી તરીકે જાણીતી બનારસ બનારસી સાડી અને પાન માટે પણ જાણીતી છે, પરંતુ એક વસ્તુ વધુ છે કે જે આ શહેરને ફેમસ બનાવે છે. તે છે 'બનારસી મલઇયો'. એક તરફ બાકીની બનારસી મિઠાઇયો સમયની સાથે-સાથે ભારતમાં બીજી જગ્યાઓએ પણ બનવા લાગી છે, તો બીજી તરફ બનારસી મલઇયો એકમાત્ર એવી મિઠાઈ છે કે જેની ઉપર આજે પણ બનારસનો એકાધિકાર છે.

આ મિઠાઈની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને બનાવવામાં ઝાકળના ટીપાઓનો ઉપયોગ થાય છે. હવે જ્યારે ઝાકળનાં ટીપાઓનો જ ઉપયોગ થાય છે, તેથી બનારસી મલઇયો માત્ર ભર શિયાળે ત્રણ મહિનાઓ જ બનાવવામાં આવે છે.

malaiyo dessert recipe

સ્કિન અને આંખો માટે અમૃત -

ઝાકળનાં ટીપાઓથી તૈયાર થતી મલઇયો આયુર્વેદિક દૃષ્ટિએ ખૂબ જ ગુણકારી હોય છે. ઝાકળનાં ટીપાઓમાં પ્રાકૃતિક મિનરલ્સ હોય છે કે જે સ્કિનને ફાયદો પહોંચાડે છે. ત્વચામાં પડતી કરચલીઓને રોકે છે. કેસર, બદામ શક્તિવર્ધક હોય છે. તે તાકાતને વધારે છે. કેસર સૌંદર્ય પ્રદાન કરે છે. આ ઉપરાંત આ મિઠાઈ આંખની રોશની માટે કોઇક અમૃતથી ઓછી નથી.

ત્રણ માસ જ મળે છે 'મલઇયો' -

જેમ કે આપને જણાવવામાં આવ્યું કે આ મિઠાઈ માત્ર ઝાકળથી બનાવવામાં આવે છે. ઝાકળ શિયાળાની મોસમમાં ત્રણ મહિના જ થાય છે. તેથી આ મિઠાઇનો આનંદ માત્ર શિયાળામાં જ ઉઠાવી શકાય છે. આ દરમિયાન જેટલી વધુ ઝાકળ પડે છે, તેટલી જ તેની ગુણવત્તા વધે છે. તેનું વેચાણ સવારે શરૂ થાય છે અને 12 વાગતા-વાગતા તો સમગ્ર સ્ટૉક ખતમ થઈ જાય છે. તે પછી મલઇયો ખાવા માટે બીજા દિવસનો ઇંતેજાર કરવો પડે છે. આ મિઠાઈ ગંગા કિનારે વસેલા મહોલ્લાઓમાં જ વેચાય છે.

આ છે વિધિ -

મલઇયો તૈયાર કરવા માટે કાચા દૂધને મોટી-મોટી કઢાઇયોમાં ઉકાળવામાં આવે છે. તે પછી રાત્રે છત પર ખુલ્લા આકાશ નીચે મૂકી દેવામાં આવે છે. આખી રાત ઝાકળ પડવાનાં કારણે તેમાં ફીણ પેદા થાય છે. સવારે કઢાઇયો ઉતારી દૂધને મથવામાં આવે છે. પછી તેમાં નાની એલચી, કેસર અને માવો નાંખી ફરીથી મથવામાં આવે છે. હવે તેને કુલ્હડમાં નાંખી સર્વ કરવામાં આવે છે.

[ of 5 - Users]
Read more about: sweets મિઠાઈ
English summary
Malaiyo is basically flavored milk foam/froth or cloud served in a small earthen bowl, garnished with Pistachios and Almonds.
Story first published: Wednesday, May 31, 2017, 9:29 [IST]
X
Desktop Bottom Promotion