Just In
- 594 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 603 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1333 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1336 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
બાસુંદી રેસિપી : કેવી રીતે બનાવશો પારંપરિક બાસુંદી ?
સૂકા મેવાથી ભરેલી અને એલચીની મનમોહક સુગંધ ધરાવતી બાસુંદી મુખ્યત્વે ગુજરાત, કર્ણાટક તથા મહારાષ્ટ્રની પારંપરિક મિટાઈ છે. દૂધથી બનતી આ મિઠાઈ ગુજરાતમાં ખાસ તો તહેવારો અને લગ્ન સમારંભોમાં બનાવવામાં આવે છે. આપ ઇચ્છો તો તેને ઠંડી ખાવો કે પછી ગરમા-ગરમ પૂરીઓ સાથે મહેમાનોને ખવડાવો. તેનો સ્વાદ એવો જામે છે કે દરેક વ્યક્તિ તેનાં વખાણ કરે છે.
ફટાફટ બનતી આ મિઠાઈમાં વધારે સામગ્રી પણ નથી લાગતી. તેથી જો ાપ ઇચ્છો, તો તેને પાર્ટી માટે ફટાકથી તૈયાર કરી શકો છો. બાળકોની આ મનપસંદ મિઠાઈને બનાવવા માટે આજે અમે અહીં આપની સાથે શૅર કરી રહ્યા છીએ, તેની સ્ટેપ બાય સ્ટેપ રેસિપી, વીડિયો અને ફોટોસ. આ સૌની મદદથી આપ તેને ઘરે એક વાર જરૂર બનાવો.
બાસુંદી રેસિપી વીડિયો
Recipe By: મીના ભંડારી
Recipe Type: મિઠાઈ
Serves: 2 લોકો માટે
-
ફુલ ક્રીમ ધરાવતું દૂધ - 1/2 લીટર
ખાંડ - 3 ટેબલ સ્પૂન
સમારેલા કાજૂ - 4 ટેબલ સ્પૂન
સમારેલી બદામ - 1 ટેબલ સ્પૂન
એલચી પાવડર - 1/2 ટી સ્પૂન
-
1. એક નૉન સ્ટિક અને મોટા તળ વાળા પૅનમાં દૂધ નાંખો.
2. દૂધને ઉકળવા દો, સાથે-સાથે તેને સતત હલાવતા પણ રહો કે જેથી તે બળે નહીં.
3. દૂધને ત્યાં સુદી ઉકાળો કે જ્યાં સુધી તે અડધું ન થઈ જાય.
4. હવે ખાંડ નાંખો અને 2-3 મિનિટ હલાવતા રહો.
5. હવે સમારેલા બદામ અને કાજૂ મેળવો.
6. તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરો.
7. હવે અંતે એલચી પાઉડર ભભરાવો અને ગૅસ બંધ કરી તેને પિરસો.
- 1. દૂધમાં ઉકાળતી વખતે તેને સતત હલાવતા રહો કે જેથી તે પૅનનાં સાઇડ્સ પર ચોંટે નહીં.
- 2. બળવાથી બચાવવા માટે તેને હંમેશા ધીમી આંચ પર પકાવો.
- 3. ખાંડ હમેશા દૂધ ગાઢુ થયા બાદ જ નાંખો, નહિંતર બાસુંદી ગાઢી નહીં થાય.
- 4. આપ ઇચ્છો, તો તેમાં સ્વાદ અને ફ્લેવર માટે કેસરનો ઉપયોગ પણ કરી શકો છો.
- સર્વિંગ સાઇઝ - 1 cup
- કૅલોરીઝ - 398 cal
- ફૅટ - 17 g
- પ્રોટીન - 14 g
- કાર્બોહાઇડ્રેટ્સ - 48 g
- શુગર - 46 g
સ્ટેપ બાય સ્ટેપ - કેવી રીતે બનાવશો બાસુંદી ?
1. એક નૉન સ્ટિક અને મોટા તળ વાળા પૅનમાં દૂધ નાંખો.
2. દૂધને ઉકળવા દો, સાથે-સાથે તેને સતત હલાવતા પણ રહો કે જેથી તે બળે નહીં.
3. દૂધને ત્યાં સુધીઉકાળો કે જ્યાં સુદી તે અડધું ન થઈ જાય.
4. હવે ખાંડ મેળવો અને 2-3 મિનિટ સુધી હલાવતા રહો.
5. હવે સમારેલા બદામ અને કાજૂ મિક્સ કરો.
6. તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરો.
7. હવે અંતે એલચી પાવડર ભભરાવો અને ગૅસ બંધ કરી તેને પિરસો.
Get breaking news alerts | Subscribe to Gujarati Boldsky.