For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ક્રીમી ટેસ્ટી ટૉમેટો સ્પૅગટી

Posted By: Super Admin
|

આવો જાણીએ કે કેવી રીતે ઘરે જ બનાવશો ક્રીમી સૉસી ટૉમેટો સ્પૅગટી ?

કોઈને ક્રીમ ગમે છે, કોઈને ખાટું અને કેટલાક લોકોને સ્પૅગટીમાં બંને ગમે છે. આ ક્રીમી ટૉમેટા સ્પૅગટી સૌના માટે પુરતી છે - તેમાં સન-ડ્રાઇડ ટૉમેટોઝ, તાજા ચૅરી ટામેટા સાથેભરપૂર પ્રમાણમાં ટામેટા છે અને સાથે જ ફ્રેશ ક્રીમ અને ચિલી ફ્લૅક્સ પણ છે.

How to make Creamy Tomato Spaghetti

સામગ્રી :

* અડધી કપ ફ્રેશક્રીમ

* 1 કપ હળવા ઉકાળેલા અને સમારેલા ટામેટા

* અડધું કપ સન-ડ્રાઇડ ટૉમેટો

* 7થી 8 કિલો ચૅરી ટામેટા

* 6 કપ પકવેલી સ્પૅગટી

* 1 ટેપલ સ્પૂન ઑલિવ ઑયલ

* 1 ટેબલ સ્પૂન ઝીણા સમારેલા લસણ

* 1 ટી-સ્પૂન સુકા લાલ મરચાનાં ફ્લૅક્સ

* મીઠું સ્વાદ મુજબ

* 4 ટેબલ સ્પૂન કસાયેલી પ્રોસેસ્ડ ચીઝ

* તાજી વાટેલી કાળી મરી, સ્વાદ મુજબ

પિરસવા માટે

- ગાર્લિક બ્રેડ

વિધિ :

* એક પહોળા નૉન-સ્ટિક પૅનમાં ઑલિવ ઑયલ ગરમ કરો, લસણ નાંખી મધ્યમ આંચ પર કેટલીક સેકન્ડ્સ સુધી સેકી લો.

* ચિલી ફ્લૅક્સ, ટામેટા અને નમક નાંખી સારી રીતે મેળવી લો અને મધ્યમ આંચ પર વચ-વચમાં હલાવતા 6થી 8 મિનિટ પકાવી લો.

* સન-ડ્રાઇડ ટૉમેટો ચૅરી ટામેટા, ચીઝ, ફ્રેશ ક્રીમ, સ્પૅગટી અને કાળી મરી પાવડર નાંખીને હળવા હાથે મેળવી લો અને મધ્યમ આંચ પર વચ-વચમાં હલાવતા 2 મિનિટ સુધી પકાવી લો.

* ચીઝથી સજાીને ગાર્લિક બ્રેડ સાથે તરત પિરસો.

[ of 5 - Users]
Read more about: snacks veg વેજ સ્નૅક
English summary
The simplest homemade spaghetti sauce, ever.
Story first published: Thursday, March 30, 2017, 9:55 [IST]
X
Desktop Bottom Promotion