ચટાકેદાર મસાલા ભિંડી ફ્રાય
ઘણા લોકોને ભિંડી બિલ્કુલ નથી ગમતી, પરંતુ જો આપ ભિંડીને કોઇક સ્વાદિષ્ટ રેસિપી બનાવીને તેમને ખવડાવો, તો કદાચ તેમને બહુ ગમશે. આપને જો કંઇક નવું ટ્રાય કરવું હોય, તો મસાલા ભિંડી ફ્રાય ટ્રાય કરો. તેને બનાવવા માટે ભિંડીને પ્રથમ ફ્રાય કરવામાં આવેછે અને પછી તે તેને મસાલા સાથે લપેટી પકાવવામાં આવે છે. આપ વિશ્વાસનહીં કરો કે તે ખાધા બાદ કેટલું સારૂ લાગે છે. આજ-કાલ તો ભિંડી ખૂબ જ આસાનીથી મળી જાય છે, તો આવો, આજે બપોરનાં ભોજનમાં આ જ બનાવીએ. મસાલા ભિંડીને આપ દાળ, ભાત તથા રોટલી સાથે સર્વ કરી શકો છો. આવો જોઇએ તેને બનાવવાની વિધિ :

કેટલાક લોકો માટે - 3
તૈયારીમાં સમય - 20 મિનિટ
પકાવવામાં સમય - 25 મિનિટ
સામગ્રી -
ભિંડી - 10 અડધી કાપેલી
લાલ મરચુ પાવડર - 1 ચમચી
કૉર્ન ફ્લોર - 1 ચમચી
કેરી પાવડર - 1 ચમચી
ડુંગળી - 1 સમારેલી અને 1 પીસેલી
લીલુ મરચુ - 2
ટામેટા - 1
ગરમ મસાલો - 1 ચમચી
તેલ - 2 ચમચી
મીઠું - સ્વાદ મુજબ
એક વાટકીમાં ભિંડીને કેરીનાં પાવડર, નમક તથા લાલ મરચા પાવડર સાથે મેળવી મૅરીનેટ કરીલો. એક પૅનમાં તેલ ગરમ કરો. બીજી બાજુ ભિંડીને કૉર્ન ફ્લોરનાં પાવડરમાં લપેટી લો.
તે પછી પૅનમાં ભિંડીને મધ્યમ આંચ પર ફ્રાય કરી લો, તેને સતત હલાવતા રહો. તે પછી તેને કાળીને અલગ મૂકી દો.
એક મિક્સીમાં ડુંગળી, લસણ અને લીલા મરચાનું પેસ્ટ બનાવી લો.
હવે તે જ પૅનમાં સમારેલી ડુંગળી નાંખો. 2 મિનિટ સુદી હલાવો અને જ્યારે તે ભૂરી થઈ જાય, ત્યારે તેમાં તૈયાર પેસ્ટ નાંખી દો
તેને ફરીથી 2 મિનિટ માટે ફ્રાય કરો અને બાદમાં સમારેલા ટામેટા નાંખી દો. તેમાં મીઠું, કેરીનું પાવડર અને ગરમ મસાલા મેળવો.
તેને હળવી આંચ પર થોડીક વાર પકાવો અને બાદમાં ગૅસ બંધ કરીદો.
બાદમાં તેને સમારેલી કોથમીરથી સજાવી સર્વ કરો.
Get breaking news alerts | Subscribe to Gujarati Boldsky.



Click it and Unblock the Notifications