Just In
- 589 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 598 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1328 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1331 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
ટેસ્ટી બ્રેડ ગુલાબ જાંબુ
ગુલાબ જાંબુ કરતા સ્વાદિષ્ટ કદાચ જ કોઈ બીજી મિઠાઈ હશે. જો આપ પણ ગુલાબ જાંબુનાં રસિયા છો અને માવા વાળા ગુલાબ જાંબુ ખાઈ થોડાક કંટાળી ગયા છો, તો ઘરમાં રહેલી બ્રેડથી જ ગુલાબ જાંબુ બનાવી નાંખો. એમ પણ રાત્રે જમ્યા બાદ કાયમ કંઇક ન કંઇક ગળ્યું ખાવાનું મન કરે જ છે. તો આવો જલ્દીથી શરૂ કરીએ ગુલાબ જાંબુ બનાવવાની વિધિ.
સામગ્રી :
6 બ્રેડ સ્લાઇસ
1 ચમચી મેદું
1 ચમચી ઝીણી સોજી
3 ચમચી દૂધ
1/2 ચમચી એલચી પાવડર
1/2 ચમચી પીસેલી ખાંડ
1 ચમચી હળવું સેકેલો માવો
1. ચમચી ચારોળી
1 ચમચી ઝીણું કાપેલો પિસ્તો
તળવ માટે રિફાઇંડ ઑયલ
વિધિ :
પીસેલી ખાંડમાં માવો, ચારોળી અને પીસેલી એલચી મેળવી દો. બ્રેડને એક પ્લેટમાં ફેલાવી દૂધમાં પલાડી દો. પાંચ મિનિટ બાદ બ્રેડને નિચોવી નાંખો કે જેથી દૂધ નિકળી જાય. તેમાં મેદું અને સોજી મેળવો. મિશ્રણ વધુ કડક ન થવું જોઇએ. મિશ્રણની નાની-નાની ગોળીઓ બનાવો.
દરેક ગોળીમાં વચ્ચે માવો ધરાવતો મસાલો ભરી બંધ કરી દો. ખાંડ અને પાણીની એક તારની ચાસણી બનાવી જુદી રાખી લો. હવે ગરમ તેલમાં મધ્યમ આંચ પર સોનેરી-ભૂરી થવા સુધી ગોળીઓ તળો અને તેમને ગરમ ચાસણીમાં નાંખી દો. 2-3 કલાક ચાસણીમાં ગોળીઓ પલડવા દો. લો, તૈયાર થઈ ગયાં આપનાં સ્વાદિષ્ટ ગળ્યા ગરમાગરમ બ્રેડ ગુલાબ જાંબુ. તેમની ઉપર પિસ્તાની કતરણ છાંટી સર્વ કરો.
કેટલીક વિધિઓ એવી હોય છે જેનાથી વજન એકદમથી ઓછુ કરી દેવાય છે જેમકે-વજન ઘટાડવાની સર્જરી તથા ઓછી કૅલોરી ધરાવતો ખોરાક વગેરે. આવામાં પણ મુશ્કેલી આવી જાય છે. તેથી આપને સલાહ આપવામાં આવે છે કે પોતાનો ખોરાકને એકદમથી ન છંછેડો. થોડુક ધીમે-ધીમે બદલાવ લાવો.
જો આપ એપ્પલ સિડર પી શકતા હોવ, તો શ્રેષ્ઠ રહેશે. વળી સેબનું જ્યુસ પણ ફાયદો કરે છે. સાથે જ તેનાથી થતો દુઃખાવો પણ ઓછો થઈ જાય છે. એપ્પલ સિડર શરીરમાં કૉલેસ્ટ્રૉલનું પ્રમાણ ઓછી કરી દે છે કે જે લીવરમાંથી બને છે.
આ ઉપરાંત આપ શાકભાજીઓનું જ્યૂસ પણ પી શકો છો કે જેમાં ઘણી શાકભાજીઓને એક સાથે કાપીને પીસી લો અને તેનું જ્યુસ લિંબુનો રસ નાંખી પી લો.
એરંડિયાનું તેલ પટ પર મસળો. તેનાથી ખૂબ આરામ મળે છે. ખાસ કરીને તે સ્થળે કે જ્યાં પથરી હોય. સૌથી જરૂરી એ હોય છે કે પોતાની જીવનશૈલીને બહેતર બનાવો. પ્રાકૃતિક પદાર્થોનું સેવન કરો, જંક ફૂડ તથા ફાસ્ટ ફૂડથી અંતર રાખો. તેનાથી આપને પિત્તની પથરીમાં ખૂબ રાહત મળશે.