ઘરે મૅગી મસાલો બનાવવાની વિધિ
મૅગી જ્યારે બનીને તૈયાર થાય છે, ત્યારે તેની સુવાસ જાણે હૃદયને સ્પર્શી જાય છે. મૅગીમાં સૌથી મહત્વનો ભાગ હોય છે તેનો ચટપટો મસાલો કે જે ટેસ્ટી ફ્લેવર આપે છે. આપણાં સૌના મનમાં એક સવાલ કાયમ ઊભો થાય છે કે મૅગીનો મસાલા આખરે મૅગીનો મસાલો બને છે કઈ રીતે ?
જો અમે આપને કહીએ કે મૅગી મસાલાનું સીક્રેટ હવે બહાર આવી ચુક્યું છે, તો આપ શું કહેશો ? buzzfeed.comની આ વેબસાઇટે મૅગીનાં મસાલાનો કોડ ક્રેક કરી લીધો છે કે જેને આજે અમે આપની સાથે શૅર કરવાના છીએ. તો વાંચવાનું ન ચૂકો આ આર્ટિકલ...

મસાલાની સામગ્રી :
* 1 1/2 ચમચી ડુંગળી પાવડર
* 1 1/2 ચમચી લસણ પાવડર
* 1 1/2 ચમચી ધાણા પાડર
* 1 ચમચી લાલ મરચુ પાવડર
* 1/2 ચમચી હળદર
* 1 ચમચી જીરૂ પાવડર
* 1 ચમચી કાળી મરી પાવડર
* 1/2 ચમચી મેથી પાવડર
* 1/2 ચમચી આદુ પાવડર
* 1 અડધી ચમચી ગરમ મસાલો
* 4 ચમચી ખાંડ
* 2 ચમચી રેડ ચિલી ફ્લેક્સ
* 1 ચમચી મકાઈનો લોટ
* 1/2 ચમચી સૂકી કેરીનું પાવડર
* 1 1/2 અડધી ચમચી મીઠું
બનાવવાની વિધિ :
1. સૌપ્રથમ ઉપરોક્ત વર્ણવેલી તમામ સામગ્રીઓ એક સાથે મિક્સીમાં નાંખી ગ્રાઇંડ કરી લો. પછી જ્યારે પણ નૂડલ્સ બનાવો, ત્યારે તેમાં આ જ મસાલો 2 ચમચી નાંખો.
2. જો આપને ખૂબ જ સ્પાઇસી ખાવાનું ગમતું હોય, તો આ જ મસાલો થોડુક વધારે નાંખી દો.
3. તેને સારી રીતે મિક્સ કરો અને નૂડલ્સ પકાવી લજ્જત સાથે માણો.
Get breaking news alerts | Subscribe to Gujarati Boldsky.



Click it and Unblock the Notifications