સ્વાદિષ્ટ મોતીચૂરના લાડૂ
ગણેશ ચતુર્થી પર લાડૂ ના બનાવવામાં આવે એવું તો બને જ નહી. તમે બજારમાંથી ખરીદીને મોતીચૂરના લાડૂ ખૂબ ખાધા હશે. કેમ નહી આ વખતે ગણેશ ચતુર્થી પર ઘરે જ મોતીચૂરના લાડૂ બનાવવામાં ન આવે. મોતીચૂરના લાડૂ બનાવવા ખૂબ સરળ છે અને તેને બનાવવામાં વધુ સમય પણ લાગતો નથી. મોતીચૂરના લાડૂ બનાવવા માટે ફક્ત બેસનનો ઉપયોગ થાય છે જેમાં કેસરી રંગ મિક્સ કરવાની જરૂર હોય છે બસ. તો આવો મોતીચૂરના લાડૂ વડે ગણપતિ બાપ્પા મોઢું મીઠું કરીએ.

સામગ્રી
બેસન- બે કપ
ખાંડ - ત્રણ ચતુર્થાંસ કપ
ખાવાનો કેસરી રંગ - એક ચતુર્થાંસ ચમચી
દેસી ધી - બે કપ
બદામ - બે ચમ્ચી (વાટેલી)
ઈલાયચીનો પાવડર - અડધી ચમચી
રીત
બેસનને પાણીમાં મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લો. તેમાં કેસરી રંગ
નાખો. કડાઇમાં ધી ગરમ કરો અને ઝારાની મદદથી તેમાં બેસન નાખીને બૂંદી
તળી લો. એક અલગ કડાઇમાં બરાબર માત્રામાં પાણી અને ખાંડ મિક્સ કરી એક
તારની ચાસણી બનાવો. તેમાં બૂંદી અને બદામ તથા ઈલાયચી પાવડર નાખો અને
સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણ સામાન્ય ઠંડુ થઇ જાય ત્યારબાદ તેના
લાડૂ બનાવી લો. લાડૂને થાળીમાં શણગારીને સુકાવવા માટે અલગ રાખો. તમારા
મોતીચૂરના લાડૂ તૈયાર છે.
Get breaking news alerts | Subscribe to Gujarati Boldsky.



Click it and Unblock the Notifications