For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પૂજા ઘરમાં ન લગાવો મૃત લોકોની તસવીરો, નહિંતર થશે પાપ

By Super Admin
|

જો આપ પૂજાનાં રૂમમાં કંઇક ભૂલો કરી બેસો છો, તો આપને તેનું સમ્પૂર્ણ ફળ નથી મળતું. આવો જાણીએ શું છે તે ભૂલો...

ઘરમાં પૂજાનું સ્થળ સૌથી પવિત્ર ગણવામાં આવે છે. આ સ્થાન કાયમ સ્વચ્છ હોવું જોઇએ. સાથે જ પૂજાનાં રૂમમાં સારો પ્રકાશ હોવો જોઇએ. તેનાથી ઘરમાં હકારાત્મકતા આવે છે.

આટલી બધી જાણકારી હોવા છતાં ઘણા ભારતીયો પૂજાનાં સ્થળે એવી ઘણી બધી ભૂલો કરે છે કે જેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે.

આજે અમે આપને એવા ઘણા ઉદાહરણો આપીશું કે જે આપને વિચારવા પર મજબૂર કરી દેશે. આવો જાણીએ એવી જ કેટલીક પરેશાનીઓ વિશે.

You Might Be Doing This One Mistake In Your Puja Room

મૃત દાદા-દાદી કે માતા-પિતાની તસવીર ન લગાવો

પૂજા ઘરમાં મૃત દાદા-દાદી કે માતા-પિતાની તસવીરો રાખવાનું ઘણા બધા ઘરોમાં ચલણ છે. તેઓ પોતાના સ્વર્ગવાસી સંબંધીઓની તસવીર પૂજા ઘરમાં મૂકી દે છે. તેઓ એમ વિચારીને આવું કરે છે કે તેઓ તેમને સન્માન આપી રહ્યાં છે અને આપવું પણ જોઇએ, પરંતુ શાસ્ત્રો મુજબ કોઈ પણ મૃત વ્યક્તિની તસવીર દેવી-દેવતાઓની સાથે નથી મૂકવામાં આવતી. સનાતન ધર્મમાં પૂજાનાં સ્થાને કોઇક મૃત વ્યક્તિની તસવીર રાખવાને ખોટુ ગણવામાં આવ્યું છે.

શું કહે છે હિન્દુ ધર્મ ?

હિન્દુ ધર્મમાં શરીરને નશ્વર અને આત્માને અમર ગણવામાં આવ્યાં છે. તેથી જ્યારે આપ પોતાનાં પૂર્વજોને સન્મામ આપો છો કે તેમની પૂજા કરો છો, ત્યારે આપ તેમના આત્માની પૂજા કરો છે. એટલું જ નહીં, કોઇક નશ્વર મનુષ્યની સરખામણી ભગવાન સાથે કરવી હિન્દુ ધર્મમાં ખોટું ગણવામાં આવે છે.

વાસ્તુ દોષ પણ પેદા થાય છે

આ સાથે જ કોઇક મૃત વ્યક્તિની તસવીર પૂજા ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ પેદા થાય છે. તેનાથી પરિવારનાં સભ્યોનું આરોગ્ય ખરાબ થવા લાગે છે.

તેનાથી પૂજામાં ધ્યાન નથી લાગતું

પૂજાનું સ્થાન એવી જગ્યા છે કે જ્યાં આપ ભગવાનની પૂજા કરો છો અને ધ્યાન કરો છે. એવી જગ્યાએ પોતાનાં પ્રિયજનોની તસવીરો રાખવાથી આપ પોતાની ભાવનાઓ અશાંત કરી દો છો. પ્રિયજનોની તસવીરો જોવાથી આપને દુઃખ થાય છે અને આપનું મન વિચલિત થાય છે. તેના કારણે આપ ધ્યાન અને પૂજા નહીં કરી શકો.

English summary
Indians make one very common mistake in Puja Room. Sanatam dharma strongly condemns placing of ancestors’ photos in the puja room. This can lead to several problems in life.
Story first published: Wednesday, May 31, 2017, 9:26 [IST]
X
Desktop Bottom Promotion