For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેમ તવાયફનાં ઘરની માટી વગર નથી બનતી દુર્ગાની મૂર્તિ..?

By Staff
|

નવરાત્રિ શરૂ થતા જ પશ્ચિમ બંગાળમાં દુર્દા પૂજા ફેસ્ટિવલની તૈયારીઓ પણ પુરજોશમાં શરૂ થઈ જાય છે. એક બાજુ દરેક સ્થળે પંડાલો શણગારવામાં આવે છે, તો બીજી બાજુ દુર્ગા પૂજા માટે દુર્ગા માતાની મોટી-મોટી મૂર્તિઓ સ્થાપિત કરાય છે.

પરંતુ માતા દુર્ગાની મૂર્તિઓ અંગે એક ખાસ પ્રકારની માન્યતા છે. આ માન્યતા મુજબ આ મૂર્તિઓ બનાવવા માટે તવાયફનાં ઘરની બહાર કે રેડલાઇટ એરિયામાંથી માટી લાવવામાં આવે છે.

મૂર્તિ બનાવનાર કલાકારોનું કહેવું છે કે પરંપરા મુજબ રેડલાઇટ એરિયાની માટીનો જ્યાં સુધી ઉપયોગ નથી કરાતો, ત્યાં સુધી તે મૂર્તિ પૂર્ણ નથી ગણાતી. જોકે અગાઉ કારીગરો કે પછી મૂર્તિ બનાવનારાઓ સેક્સ વર્કરનાં ઘરોમાંથી ભીખ માંગીને માટી લાવતા હતા, પરંતુ બદલાતા સમયની સાથે જ આ માટીનો પણ હવે કારોબાર શરૂ થવા લાગ્યો છે.

 કેમ તવાયફનાં ઘરની માટી વગર નથી બનતી દુર્ગાની મૂર્તિ..?

હવે માટીનો પણ થવા લાગ્યો કારોબાર

અગાઉ દુર્ગા પૂજા મુખ્યત્વે પશ્ચિમ બંગાળમાં જ ઉજવાતી હતી, પરંતુ હવે આ આખા દેશમાં ઉજવવામાં આવે છે. સોનાગાછી પશ્ચિમ બંગાળનો સૌથી મોટો રેડલાઇટ એરિયા છે અને મોટાભાગનાં સ્થળોએ મૂર્તિઓમાં સોનાગાછીની માટીનો ઉપયોગ થાય છે.

એક મૂર્તિનાં સેટમાં માતા દુર્ગા, સિંહ, ભેંસો અને રાક્ષસનું એક પ્લેટફૉર્મ તૈયાર કરવામાં આવે છે, જ્યારે માતા સરસ્વતી, લક્ષ્મી માતા, શ્રી ગણેશ તેમજ કાર્તિકેયની મૂર્તિઓ તેમની સાથે હોય છે. અગાઉ તો કારીગરો કે પછી મૂર્તિ બનાવનારાઓ સેક્સ વર્કરોનાં ઘરોમાં ભીખ મંગીને માટી લાવતા હતા, પરંતુ હવે તેનો કારોબાર થવા લાગ્યો છે.


સોનાગાછીની માટી વગર નથી બનતી મૂર્તિઓ

દુર્ગા પૂજામાં માત્ર બંગાળમાં જ વેશ્યાલયોની માટીનો ઉપયોગ નથી કરાતો, પરંતુ સંપૂર્ણ દેશમાં વેશ્યાલયોની માટીનો ઉપયોગ કરી શકાય છે. માટીની કિંમત 300થી 500 રુપિયા બોરી હોય છે. વેશ્યાલયની માટીમાંથી બનેલી માતા દુર્ગાની પ્રતિમાની કિંમત 5 હજારથી લઈ 15 હજાર રુપિયા સુધી હોય છે.


આખરે આવી માન્યતા કેમ છે ?

સેક્સ વર્કરનાં ઘરની બહારની માટી ઉપોયગ કરવા પાછળ માન્યતા આ છે કે જ્યારે કોઈ વ્યક્તિ એવી જગ્યાએ જાય છે, ત્યારે તેની તમામ સારાઇઓ બહાર રહી જાય છે. તે જ બહારની માટી મૂર્તિમાં લગાવવામાં આવે છે.
નારી શક્તિ

એક માન્યતા વિશે કહેવામાં આવે છે કે નારી 'શક્તિ’ છે અને તે ક્યાંક ખોટી છે, તો તેની પાછળ સમાજ અને સમયની ખામીઓ રહી હશે. તેથી તેમને સન્માન આપવા માટે આવું કરવામાં આવે છે.

વધુ એક માન્યતા

એવી જ વધુ એક માન્યતા જણાવવામાં આવે છે કે એક વેશ્યા માતા દુર્ગાની પરમ ભક્ત હતી અને તે વશેશ્યાને સમાજનાં તિરસ્કારથી બચાવવા માટે માતા દુર્ગાએ વરદાન આપ્યુ હતું કે તેને ત્યાંની માટીનો ઉપયોગ જ્યાં સુધી તેમની પ્રતિમામાં નહીં કરવામાં આવે, ત્યાં સુધી તે પ્રતિમા અપૂર્ણ માનવામાં આવશે.

English summary
The soil is known as "Punya Maati" and it originates from the Nishiddho Palli or Red-light regions.
X
Desktop Bottom Promotion