For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, કેમ હિન્દુ ધર્મમાં મંગળવારે નૉનવેજ ખાવાને ગણવામાં આવે છે પાપ ?

By Lekhaka
|

શું આપે ક્યારેય વિચાર્યું છે કે મંગળવારનાં દિવસે માંસાહાર ભોજનનું સેવન કરવા માટે કેમ ના પાડવામાં આવે છે ?

હિન્દુ ધર્મ મુજબ મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત હોય છે અને તેથી જે લોકો મંગળવારનાં દિવસે હનુમાનજીની પૂજા કરે છે, તેમણે માંસાહારથી દૂર રહેવું જોઇએ.

Why is Eating Non-vegetarian Food On Tuesday A Sin In Hindu Religion?

એવું નથી કે માત્ર મંગળવારનાં દિવસે જ માંસાહારનું સેવન કરવાની ના પાડવામાં આવે છે. ગુરુવાર અને શનિવારનાં દિવસોને પણ શાસ્ત્રોમાં અત્યંત પવિત્ર બતાવવામાં આવ્યા છે. તેથી આ બંને દિવસોએ પણ માંસાહારનું સેવન ન કરવું જોઇએ.

સદીઓથી દેવી-દેવતાઓને સમર્પિત આ ત્રણ દિવસોને અત્યંત પવિત્ર ગણવામાં આવે છે. હિન્દુ ધર્મમાં સપ્તાહનો પ્રત્યેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. આ આપની ઉપર નિર્ભર કરે છે કે આપનાં પરિવાર, સમાજ અને માતા-પિતા કયા દેવી-દેવતાને માને છે અને તેમની પૂજા કરે છે. જેમ કે જો આપ હનુમાનજીની પૂજા કરો છો કે આપનાં પરિવારનો કોઈ સભ્ય મંગળવારે ઉપવાસ રાખે છે, તો આપે મંગળવારે માંસનું સેવન નહીં કરવું જોઇએ.

આવો આ અંગે વધુ ઉંડાણપૂર્વક જાણવાની કોશિશ કરીએ :

નીચે આપેલા સપ્તાહનાં સાતેય દિવસો મુજબ તેમને સમર્પિત દેવી-દેવતાઓ વિશે જણાવવામાં આવ્યું છે.

આ દિવસો છે દેવી-દેવતાઓને સમર્પિત

આ દિવસો છે દેવી-દેવતાઓને સમર્પિત

રવિવાર : સૂર્ય ભગવાન, રામ

સોમવાર : ચંદ્ર દેવ, ભગવાન શિવ અને ભગવાન ગણેશ

મંગળવાર : હનુમાનજી, અંગારહન (મંગળ), માતા દુર્ગા, દેવી કાળી, કાર્તિકેય

બુધવાર : બુધ દેવ, ભગવાન વિટ્ઠલ, અંદલ, અનંતચદમનાભા, અયપપ્પા

ગુરુવાર : બૃહસ્પતિ દેવ (ગુરુ), ભગવાન વિષ્ણુ, સાઈ બાબા

શુક્રવાર : શુક્ર દેવ, મહાલક્ષ્મી, સંતોષી માતા

શનિવાર : શનિ દેવ, માતા કાળી, ભૈરવ બાબા

આ છે માન્યતા

આ છે માન્યતા

કિવદંતી છે કે ભારતીય બ્રાહ્મણો શુદ્ધ શાકાહાર અપનાવવા માંગતા હતા અને તેઓ ઇચ્છતા હતાં કે સામાન્ય માણસ પણ શુદ્ધ શાકાહારને અપનાવે, પરંતુ સામાન્ય પ્રજાને આ સુચન ગમ્યું નહીં.

પોતાની આ ઇચ્છાને મનાવડાવવા માટે બ્રાહ્મણોએ દેવતાઓની જાત-જાતની કથાઓ સંભળાવી. ત્યારે સામાન્ય પ્રજાએ નક્કી કર્યું કે તેઓ કયા દેવતાની પૂજા કરશે. કોઇકે હનુમાનજીની પસંદગી કરી, તેથી તેઓ મંગળવારનાં દિવસે માંસાહાર નથી કરતાં, તો કોઇકે ભગવાન શિવની પસંદગી કે જેનાં કારણે તેઓ સોમવારનાં દિવસે માંસાહારથી દૂર રહે છે. આમ ભારતમાં સપ્તાહનાં કોઈ પણ દિવસે માંસાહારને વર્જિત કરવાની શરુઆત અહીંથી થઈ હતી.

એક અન્ય કથા...

એક અન્ય કથા...

એક અન્ય કથા મુજબ લોકો સ્વયં પર નિયંત્રણ પામવા માંગતા હતાં અને પોતાને નિયંત્રિત કરવા માટે લોકોએ માંસાહાર ખાવાનાં દિવસો સીમિત કરી દિધા. લોકોએ દિવસોને દેવી-દેવતાઓ સાથે સાંકળીને તેમને પવિત્ર બનાવી દિધાં અને આ રીતે આ દિવસોએ માંસાહારનું સેવન વર્જિત થઈ ગયું.

આ પ્રચલન અંગે વધુ એક સિદ્ધાંત આ છે કે સૌ લોકો જુદા-જુદા દેવી-દેવતાઓનું પૂજન કરે છે અને તેઓ પોતાનાં ઇષ્ટને સર્વોપરિ સાબિત કરવા માંગે છે. તેથી તેમણે પોતાનાં ઇષ્ટ દેવને સર્વોપરિ સિદ્ધ કરવા માટે સપ્તાહનો એક વિશેષ દિવસ બનાવી દિધો. ભારતમાં આ દિવસોને માંસાહારમુક્ત દિવસ બનાવી દેવાયા છે.

English summary
Have you ever wondered why is it considered bad to be eating non-vegetarian food on Tuesday?
Story first published: Tuesday, October 10, 2017, 15:01 [IST]
X
Desktop Bottom Promotion