For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતીય સંસ્કૃતિમાં બંગડીનું અસલી મહત્વ

By Karnal Hetalbahen
|

બંગડીઓ ભારતીય સ્ત્રીઓના સોળ શૃંગારનો એક ભાગ છે. નવવધૂ તથા પરણિત સ્ત્રીઓ માટે બંગડીઓ પહેરવી અનિવાર્ય છે તથા તે કાંચ અથવા સોના અથવા અન્ય ધાતુઓની બનેલી બંગડીઓ પહેરી શકે છે. મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે બંગડીઓ પહેરે છે તથા તેને ભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક ગણવામાં આવે છે. પરંપરાગત રીતે બંગડીઓ તૂટવી અશુભ ગણવામાં આવે છે.

દેશના વિભિન્ન રાજ્યોના લોકો આ બંગડીઓને અલગ-અલગ નામોથી બોલાવે છે. પરંતુ આ ભૌગોલિક સીમાઓ છતાં ભારતીય લગ્નોમાં તેનું મહત્વ એક સમાન છે.

Significance Of Bangles In Indian Culture

બંગડીનું પારંપારિક મહત્વ
દરેક વિસ્તારમાં આ બંગડીઓ પહેરવાની પરંપરા અનોખી છે. નવવધૂ સ્ત્રીને બંગડીઓ પહેરાવવામાં આવે છે જેથી તેની આગામી જીંદગી પ્રેમ તથા સ્નેહથી ભરેલી રહે. અત: પહેરાવતી વખતે બંગડી તૂટી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

દક્ષિણ ભારત
દક્ષિણ ભારતમાં સોનાને ખૂબ જ શુભ ગણવામાં આવે છે. કેટલાક સમુદાયના લોકો, કન્યાના હાથોમાં સોનાની બંગડીઓ સહિત લીલા રંગના કાચની બંગડીઓ પહેરાવે છે કારણ કે લીલો રંગ ઉર્વરતા તથા સમૃદ્ધિનું પ્રતિક છે.

બંગાળી લગ્ન
બંગાળી લગ્નમાં, કન્યાને છીપલામાંથી બનેલી કોરલ રંગની બંગડીઓ પહેરાવવામાં આવે છે. આ બંગડીઓને સ્થાનિક લોકો શાખા તથા પોલા કહે છે. આ ઉપરાંત જ્યારે કન્યા પોતાની સાસરીમાં પ્રવેશ કરે છે તો સાસૂ વહૂને લોખંડની બંગડીઓ આપે છે જેના પર સોનાનું પાણી ચઢાવેલું હોય છે.

રાજસ્થાની તથા ગુજરાતી
રાજસ્થાની તથા ગુજરાતી લગ્નમાં, કન્યાને હાથીના દાંતમાંથી બનાવેલા ચૂડા પહેરાવવામાં આવે છે. ગુજરાતી લગ્નમાં મામેરાનો રિવાજ હોય છે જેમાં છોકરીના મામા છોકરીને લાલ બોર્ડરવાળી રેશમી સાડીની સાથે ચૂડો આપે છે.

પંજાબી લગ્ન
પંજાબી લગ્નમાં પણ, કન્યાને હાથી દાંતમાંથી બનાવેલી લાલ રંગનો ચૂડો પહેરાવવામાં આવે છે. આ ચૂડો છોકરીના મામા લાવે છે. લગ્ન બાદ આ ચૂડાને ઓછામાં ઓછા 40 દિવસ સુધી પહેરવો અનિવાર્ય છે. કેટલીક પારિવારિક પરંપરાઓ અનુસાર તેને એક વર્ષ સુધી પણ પહેરે છે.

મહારાષ્ટ્રિયન કન્યા
મહારાષ્ટ્રમાં, બંગડીને પહેરાવાની પરંપરા થોડી અલગ છે. કન્યા પોતાના હાથમાં લીલા રંગની કાચની બંગડીઓ પહેરે છે. કારણ કે લીલો રંગ રચનાત્મક, નવા જીવન તથા પ્રજનન ક્ષમતાનું પ્રતીક છે. આ લીલા રંગની બંગડીઓ સોનાની બનેલી પતિયા નામની બંગડીઓ સાથે પહેરવામાં આવે છે તથા સાથે તોડા નામનું નક્શીદાર કડું પણ પહેરવામાં આવે છે. સામાન્ય રીતે સોનાની બંગડીઓને વરપક્ષના પરિવાર દ્વારા ભેટના સ્વરૂપે કન્યાને આપે છે.

રંગોનું મહત્વ ભારતીય સંસ્કૃતિમાં દરેક રંગની બંગડીઓને એક ભિન્ન શક્તિનું પ્રતિક ગણવામાં આવે છે. જ્યાં લાલ રંગને ઉર્જા તથા સમૃદ્ધિનું પ્રતિક ગણવામાં આવે છે, તો બીજી તરફ લીલા રંગને ભાગ્ય તથા પ્રજનન ક્ષમતાનું પ્રતિક ગણવામાં આવે છે. પીળા રંગને આનંદનું, સફેદ રંગને નવી શરૂઆતનું તથા નારંગીને સફળતાનું પ્રતિક ગણવામાં આવે છે. ચાંદીની બંગડીઓને શક્તિનું તથા સોનાની બંગડીઓને ભાગ્ય તથા સમૃદ્ધિનું પ્રતિક ગણવામાં આવે છે.

English summary
Bangles are traditionally a part of the solah shringar of Indian brides. It is mandatory for newly wed brides and would-be-brides to wear bangles.
Story first published: Tuesday, November 29, 2016, 10:55 [IST]
X
Desktop Bottom Promotion