For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તો બ્રહ્માજીના શ્રાપના લીધે મહિલાઓને શરૂ થયું હતું માસિક ધર્મ આવવાનું

By Karnal Hetalbahen
|

આજે મહિલાઓ, પુરૂષોની સાથે ખભેથી ખભો મિલાવીને ચાલવા લાગી છે પરંતુ તેમછતાં પણ પણ આ બંને વચ્ચેનો ફરક આજેપણ મટી શક્યો નથી. આપણી સભ્યતા અને સંસ્કૃતિમાં આજે પણ મહિલાઓને પુરૂષોથી ઓછી સમજવામાં આવે છે.

જૈવિક રીતે મહિલાઓને ઘણા પ્રકારની સમસ્યાઓ જેમ કે માસિકનો સામનો કરવો પડે છે. ઘણા ભાગોમાં આજે પણ આ મુદ્દે ખુલીને વાત કરી શકાતી નથી. લોકોની જીવનશૈલી, ખાનપાનની રીતમાં ફેરફાર આવી ગયા છે પરંતુ માસિકને લઇને તેમની માનસિકતા એની એ જ છે.

પરંતુ પુરાણોમાં માસિકધર્મ

પરંતુ પુરાણોમાં માસિકધર્મ

એક વખતની વાત છે ત્યારે ગુરૂ બૃહસ્પતિને ઇંદ્ર દેવ પર ગુસ્સો આવી ગયો હતો. આ વાતનો ફાયદો ઉઠાવીને અસુરોએ દેવલોક પર આક્રમણ કરી દીધું. ત્યારે ઇંદ્ર દેવ ડરીને પોતાનું સામ્રાજ્ય છોડીને ભાગી ગયા. આ સમસ્યાના નિદાન માટે ઇંદ્ર દેવે બ્રહ્માજી પાસે પહોંચ્યા ત્યારે તેમને ભાન થયું કે તેમણે કોઇ ઋષિની સેવા કરવી પડશે.

બ્રહ્માજીએ ઇંદ્રને કહ્યું કે પોતાનું સામ્રાજ્ય પરત લેવા માટે તમારે કોઇ ઋષિની સેવા કરવી પડશે અને જો તે પ્રસન્ન થાય છે તો તમને તમારું રાજપાટ પરત મળી જશે. ત્યારે ઇંદ્ર એક ઋષિની સેવા કરવા લાગ્યા પરંતુ તેમને એ ખબર ન પડી કે તે ઋષિની માતા એક અસુર હતી.

ઇંદ્ર દેવને ખબર પડી કે દેવતાઓની જગ્યાએ અસુરોને હવન સામગ્રી આપ્યા કરતા હતા. ઇંદ્ર દેવે ઋષિનો વધ કરી દીધો. ત્યારબાદ ઇંદ્ર પર બ્રાહ્મણની હત્યાનું પાપ લાગી ગયું. ત્યારબાદ એક વર્ષ સુધી ઇંદ્ર દેવ એક ફૂલની અંદર સંતાઇને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યા.

પ્રસન્ન થઇ ભગવાન વિષ્ણુએ દર્શન આપ્યા અને તેમને આ પાપમાંથી મુક્ત થવા માટે એક સલાહ આપી. ઇંદ્ર દેવને પોતાની પાસેનો ભાગ ઝાડ, પૃથ્વી, જળ અને સ્ત્રીને આપવા માટે કહ્યું પરંતુ સાથે જ તેમણે એક આર્શિવાદ આપવા માટે પણ કહ્યું.

વૃક્ષને મળ્યો આ શ્રાપ

વૃક્ષને મળ્યો આ શ્રાપ

વૃક્ષોને શ્રાપના ભાગની સાથે આ વરદાન મળ્યું કે જ્યારે ઇચ્છે ત્યારે પોતે ફરીથી પુર્નજીવિત કરી શકે છે.

જળને મળ્યો શ્રાપનો ચોથો ભાગ

જળને મળ્યો શ્રાપનો ચોથો ભાગ

જળને શ્રાપના ભાગની સાથે આ વરદાન મળ્યું કે તે દુનિયાની અન્ય ચીજોને પવિત્ર કરી શકે છે. એટલા માટે હિંદૂ ધર્મમાં જળને પવિત્ર ગણવામાં આવે છે.

પૃથ્વીનો શ્રાપ

પૃથ્વીનો શ્રાપ

શ્રાપની સાથે પૃથ્વીને એ વરદાન મળ્યું કે તેમાં રોગમુક્ત કરવાની શક્તિ હશે.

મહિલાઓને શ્રાપમાં મળ્યું માસિક ધર્મ

મહિલાઓને શ્રાપમાં મળ્યું માસિક ધર્મ

મહિલાઓને આ શ્રાપમાં દર મહિને માસિક ધર્મનો દુખાવો મળ્યો પરંતુ તેની સાથે જ તેમને વરદાનમાં સંતાનને જન્મ આપીને પુરૂષોથી સર્વોપરિ બનાવી દેવામાં આવી. મહિલાઓના માસિક ચક્ર વિશે પુરાણોમાં પણ આ જ કથા પ્રચલિત છે.

English summary
Let us discuss some age old Hindu myths about menstruation.
Story first published: Thursday, November 9, 2017, 10:00 [IST]
X
Desktop Bottom Promotion