For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો પંજાબી દુલ્હનો કેમ પહેરે છે ચુડલો ?

By Super Admin
|

જો આપ કોઇક પંજાબી મિત્રનાં લગ્નમાં ગયા હશો, તો આપે દુલ્હનને ચુડલો પહેરેલી ચોક્કસ જોઈ હશે. એમ તો દુલ્હનો ઢગલાબંધ જ્વૅલરી પહેરે છે, પરંતુ તેમાં ચુડલાનું મહત્વ સૌથી વધુ હોય છે.

આજ-કાલ તો ચુડલા પહેરવાનો રિવાઝ માત્ર પંજાબીઓમાં જ નહીં, પણ ભારતનાં જુદા-જુદા ખૂણાઓમાં પણ ચાલુ થઈ ગયો છે. પંજાબીઓમાં લગ્નનાં દિવસે ભાવિ દુલ્હનનાં ઘરે ચુડલા અને કલીરા નામની સેરેમની પણ યોજાય છે. આ લાલરંગના ચૂડાઓ આખરે એટલા મહત્વનાં કેમ છે અને તેને કેમ પહેરવામાં આવે છે ? આજે અમે આ જ વિષય પર ખુલાસો કરીશું.

significance of wearing choora

શું છે ચુડલાથી જોડાયેલો રિવાઝ
ચૂડા સેરેમની લગ્નની સવારે દુલ્હનનાં ઘરે યોજાય છે. દુલ્હનનાં મામા તેના માટે ચુડલો લઈને આવે છે કે જેમાં લાલ અને સફેદ રંગની 21 ચૂડીઓ હોય છે. દુલ્હનને આ ચુડલાને ત્યાં સુધી નથી અપાતો કે જ્યાં સુધી તે પૂર્ણતઃ તૈયાર ન થઈ જાય અને મંડપમાં વરરાજા સાથે બેસી ન જાય.

વરસ સુધી પહેરવો પડે છે ચુડલો
પંજાબી રિવાઝનાં હિસાબે દુલ્હને લગભગ 1 વર્ષ સુધી ચુડલો પહેરવાનો હોય છે. જોકે આજ-કાલની દુલ્હનો વધુમાં વધુ 40 દિવસો સુધી જ તેને પહેરે છે.

ચુડલાનું મહત્વ
ચુડલો પરિણીત હોવાનું પ્રતીક છે. સાથે જ તે પ્રજનન અને સમૃદ્ધિનો સંકેત પણ છે. તે પતિની ભલાઈ માટે પણ પહેરવામાં આવે છે.

ચુડલાનો રિવાઝ
દુલ્હનને ચુડલો લગ્નનાં મંડપમાં જ તેના મામી જ આપે છે. આ દરમિયાન દુલ્હનની આંખો તેની માતા બંધ કરી દે છે કે જેથી તે ચુડલાને જોઈ ન શકે, નહિંતર તેની પોતાની નજર જ તે ચુડલા પર લાગી જાય. ચુડલાને લગ્નની એક રાત પહેલા દૂધમાં પલાડીને રાખવામાં આવે છે.

ચુડલો ઉતારવાનો રિવાઝ
અગાઉનાં જમાનામાં જ્યારે ચુડલો ઉતારવાનો હોય, ત્યારે ઘરે નાનકડુ આયોજન કરવામાં આવતુ હતું. તેમાં દુલ્હનને શુકન અને મિઠાઈ આપવામાં આવતી હતી અને પછી ચુડલો ઉતારી તેની જગ્યાએ કાંચની ચૂડીઓ પહેરાવી દેવામાં આવતી હતી. ચુડલાને કોઇક નદી પાસે ઉતારવામાં આવતો હતો અને નાનકડી પૂજા બાદ નદીમાં જ તેને પધરાવી દેવામાં આવતો હતો.

કલીરાનો રિવાઝ
દરેક પંજાબી દુલ્હન પોતાની ચૂડીઓમાં કલીરા બાંધે છે કે જે તેની પ્રિય બહેનપણીઓએ બાંધેલું હોય છે. કલીરાની સેરેમની ચૂડા સેરેમનીનાં તરત બાદ યોજાય છે.

જ્યારે માથા પર પડે કલીરા
એક વાર જ્યારે કલીરા દુલ્હનની ચૂડીઓ સાથે બાંધી દેવામાં આવે છે, ત્યારે તેણે પોતાનાં હાથોને પોતાની સિંગલ બહેનપણીઓનાં માથે ઝાટકવાની હોય છે. પછી કલીરા જેની ઉપર પડે છે, લગ્નનો નેક્સ્ટ નંબર તેનો જ હોય છે.

English summary
Take a look at the rituals of putting on the choora by the bride and the importance of wearing the choora.
Story first published: Friday, October 21, 2016, 15:22 [IST]
X
Desktop Bottom Promotion