Just In
- 386 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 395 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1125 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1128 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
સૌથી મોટો મંત્ર ગાયત્રી મંત્ર
ગાયત્રી મહામંત્ર વેદોનો એક મહત્વપૂર્ણ મંત્ર છે જેનું મહત્વ લગભગ ॐના સમાન ગણવામાં આવે છે. આ યર્જુવેદના મંત્ર ॐ भूर्भुवः स्वः અને ઋગ્વેદના છંદ 3.62.10 ના મેળથી બનેલો છે. એવું માનવામાં આવે છે કે આ મંત્રના ઉચ્ચારણ અને તેને સમજવાથી ઇશ્વરની પ્રાપ્તિ થાય છે. ગાયત્રી મંત્રમાંથી નિકળનાર તરંગો બ્રહ્માંડમાં જઇને ખૂબ દિવ્ય અને શક્તિશાળી અણુઓ અને તત્વોને આકર્ષિત કરીને જોડી દે છે અને પછી ફરી પોતાના ઉદગમ પર પરત આવે છે જેનાથી માનવ શરીર દિવ્યતા અને પરલૌકિક સુખથી ભરાઇ જાય છે.
ગાયત્રી મહામંત્ર- ॐ भूर्भुव स्वः । तत् सवितुर्वरेण्यं । भर्गो देवस्य धीमहि । धियो यो नः प्रचोदयात् ॥
ગુજરાતીમાં ભાવાર્થ- તે પ્રાણસ્વરૂપ, દુ:ખનાશક, સુખસ્વરૂપ,શ્રેષ્ઠ,તેજસ્વી, પાપનાશક,દેવસ્વરૂપ પરમાત્માને અમે અંતકરણમાં ધારણ કરો. તે પરમાત્મા આપણી બુદ્ધિને સન્માર્ગમાં પ્રેરિત કરે.
ભારતીય સંસ્કૃતિમાં આસ્થા ધરાવનાર દરેક પ્રાણીએ નિત્ય-નિયમિત ગાયત્રી ઉપાસના કરવી જોઇએ. વિધિપૂર્વક કરવામાં આવેલી ઉપાસના સાધકની ચારેય તરફ એક રક્ષા કવચનું નિર્માણ કરે છે તથા વિભિન્ન વિપત્તિઓ, આસન વિભીષિકાઓથી તેની રક્ષા કરે છે. ગાયત્રી મંત્ર વાંચવા માટે કેટલીક રીતોનું પાલન કરવું અનિવાર્ય છે.
કહેવામાં આવે છે કે ગાયત્રી મંત્રને વાંચતા પહેલાં આંખો બંધ કરી લેવી જોઇએ અને ગાયત્રી મંત્રના દરેક શબ્દને વિચારવો જોઇએ. આ મંત્ર દિવસમાં કોઇપણ સમયે વાંચી શકાય છે પરંતુ જો તમે તેને દિવસની શરૂઆતમાં અથવા સવારે-સવારે વાંચો તો તમારો આખો દિવસ સારો જશે.
ગાયત્રી મંત્રને જે પણૅ દિવસમાં ત્રણ વાર વાંચે છે, તેના પર ભગવાનની કૃપા સારા સ્વાસ્થ્ય, ધન, સૌદર્ય અને શક્તિના રૂપમાં વરસે છે. સૂર્યોદયના બે કલાક પહેલાં અને સૂર્યાસ્તના એક કલાક બાદ ક્યારેય પણ ગાયત્રી ઉપાસના ન કરો તથા સુમેરૂનું ઉલ્લંઘન ન કરો.
ગાયત્રી મંત્ર વાંચવાનો બીજો એક ફાયદો છે, તમારા લગ્નમાં આવતી અડચણો દૂર થશે અને જલદી લગ્ન થઇ જશે. ભારતમાં જો કોઇ છોકરીના લગ્ન સમયસર ન થતા હોય તો લોકો તેને ખરી ખોટી સંભળાવવાનું શરૂ કરી દે છે. તો જો તમે ગાયત્રી મંત્ર જપવાનું શરૂ કરી દો તો બગડેલા ગ્રહો પોતાની જગ્યા પર આવી જશે અને તમારા લગ્ન યોગ્ય સમયે થઇ જશે.