For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હિંદુ ધર્મમાં નારિયેળનું મહત્વ

By Super Admin
|

ભારતમાં દેવી દેવતાઓની મૂર્તિ સામે નારિયેળ ફોડવાનો ખૂબ જૂનો રિવાજ છે. હિંદુ ધર્મના મોટાભાગના ધાર્મિક સંસ્કારોમાં નારિયેળનું વિશેષ મહત્વ છે. કોઇપણ વ્યક્તિ જ્યારે પોતાનો નવો વ્યવસાય શરૂ કરે છે તો તે મૂર્તિ સામે નારિયેળ ફોડે છે. ભલે તે લગ્ન હોય, તહેવાર હોય કે પછી કોઇ મહત્વપૂર્ણ પૂજા, પૂજાની સામગ્રીમાં નારિયેળ ચોક્કસ રહે છે. તો શું તમે જાણો છો કે કેમ હિંદુ ધર્મમાં નારિયેળનું આટલું મહત્વ છે? આવો અમે તમને જણાવીએ.

નારિયેળને સંસ્કૃતમાં શ્રીફળના નામે વધુ ઓળખવામાં આવે છે. શ્રીફળ એટલે ભગવાનનું ફળ. તો એવામાં નારિયેળ ચોક્કસ ભગવાનનું ફળ બની જાય છે. નારિયેળ ફોડવાનો અર્થ છે કે તમે તમારા અહંકાર અને સ્વયંને ભગવાન સમક્ષ સમર્પિત કરી રહ્યાં છો. માનવામાં આવે છે કે આમ કરવાથી અજ્ઞાનતા અને અહંકારનું કઠોર કવચ તૂટી જાય છે અને આ આત્માની શુદ્ધતા અને જ્ઞાનનો દ્વાર ખોલે છે, જેનાથી નારિયેળના સફેદ ભાગના રૂપમાં જોવા મળે છે. આવો હિંદુ ધર્મમાં નારિયેળના મહત્વ પર નજર કરીએ.

significance of coconut in hinduism

પૂજા દરમિયાન નારિયેળ કેમ ફોડવામાં આવે છે?
એક સમયે હિંદુ ધર્મમાં મનુષ્ય અને જાનવરોને બલિ સામાન્ય વાત હતી. ત્યારે આદિ શંકરાચાર્યએ આ અમાનવીય પરંપરાને તોડી અને મનુષ્યના સ્થાને નારિયેળ ચઢાવવાની શરૂઆત કરી. નારિયેળ ઘણા પ્રકારે મનુષ્યના મસ્તિષ્ક સાથે મેચ થાય છે. નારિયેળની જટાની તુલના મનુષ્યના વાળ સાથે, કઠોર કવચની તુલના મનુષ્યની ખોપડી સાથે અને નારિયેળના પાણીની તુલના લોહી સાથે કરવામાં આવે છે. સાથે જ નારિયેળના ગૂદાની તુલના મનુષ્યના મગજ સાથે કરવામાં આવે છે.

ખરાબ નજર ઉતારવા માટે
જો કોઇને ખરાબ નજર લાગી જાય છે તો તેને નારિયેળની મદદથી ઉતારવામાં આવે છે. તેના માટે એક નારિયેળ લેવામાં આવે છે અને વ્યક્તિની લંબાઇ બરાબર લાલ દોરો નારિયેળ પર વીટવામાં આવે છે. પછી તેના માથાની ચારેય તરફ ઝડપથી સાત વખત ફેરવવામાં આવે છે અને નારિયેળને નદીમાં વહેડાવવામાં આવે છે.

શનિની ખરાબ છાયાને દૂર કરવા માટે
ઘણા લોકોને શનિની છાયાના કારણે જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરે છે. પોતાને શનિની છાયાથી દૂર રાખવા માટે એક નારિયેળ લો, જવ અને કાળી અડદની દાળને એકસાથે લો. હવે તેને પોતાના માથાની ચારેબાજુ 7 વખત ફેરવીને નદીમાં વહાવી દો.

નાણાંકીય સમસ્યા દૂર કરવા માટે
મંગળવારના દિવસે જાસ્મીનનું તેલ અને સિંદૂરની પેસ્ટ વડે નારિયેળ પર સ્વસ્તિક દોરો. હવે તેને ભગવાન ગણેશની પ્રતિમા પર ચઢાવીને 'ઋણમોચક સ્તોત્ર'નો ઉચ્ચારણ કરો.

કાળો જાદૂ
જો તમારા પર કાળા જાદૂનો પ્રભાવ છે તો મંગળવાર, શનિવાર અને રવિવારના દિવસે દુર્ગાના મંદિરે જાવ. મંદિર જતાં પહેલાં એક નારિયેળ, શૃંગારનો સામાન, કપૂર, ફૂલોની માળા લઇ લો અને તેને પ્રતિમા પર ચઢાવતી વખતે 'હમ ફટ' મંત્રનું ઉચ્ચારણ કરો. ત્યારબાદ કપૂર વડે આરતી કરો. ટૂંક સમયમાં કાળા જાદૂનો બધો પ્રભાવ દૂર થઇ જશે.

English summary
Breaking coconuts in front of the idol of Gods and Goddesses is a common practice in India. Coconut is an essential offering in almost all rituals of Hindu.
Story first published: Friday, November 4, 2016, 11:21 [IST]
X
Desktop Bottom Promotion