For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શિવલિંગ પર આ વસ્તુઓ ચઢાવવાથી પ્રસન્ન થાય છે ભગવાન શિવ

By Lekhaka
|

આવુ માનવામાં આવે છે કે ભગવાન શિવનું શિવલિંગ એટલુ પવિત્ર હોય છે કે તેની પૂજાથી આપના આત્માની દરેક નકારાત્મકતા દૂર થાય છે. ભગવાન શિવ દેવોના દેવ મહાદેવ એટલે કે એક સંપૂર્ણ ભગવાન ગણાય છે. જો આપ તેમને પ્રસન્ન કરો છો, તો આપની તમામ મુશ્કેલીઓ આસાન થશે અને આપને એક સારૂ જીવન મળશે.

સામાન્ય રીતે ભગવાન શિવની પૂજા શિવલિંગ સ્વરૂપે કરવામાં આવે છે અને પૂજા કરતી વખતે શિવસલિંગ પર જળ અને દૂધ ચઢાવવામાં આવે છે, પરંતુ આવું માનવામાં આવે છે કે શિવલિંગ પર નીચે મુજબની વસ્તુઓ ચઢાવવાથી આપને ફાયદો થાય છે.

flowers offered to lord shiva

આગળ વાંચો...

શેરડીનો રસ : આવુ માનવામાં આવે છે કે શેરડીનાં રસથી શિવલિંગને સ્નાન કરાવવાથી આપની નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે.

અત્તર : ભગવાન શિવને અત્તર કે પરફ્યૂમ અર્પિત કરવું સારૂ ફળદાયી છે અને આનાથી આપને ખુશી તેમજ સફળતા મળે છે.

મધ : શિવલિંગ પર મધ રગડવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને આપને આરા આરોગ્ય તથા લાંબા આયુષ્યનુ વરદાન મળે છે.

ઘી : શિવલિંગ પર ઘી લગાવવું આપના બળકો માટે ફળદાયી હોય છે. તેઓ સ્વસ્થ અને બુદ્ધિશાળી થાય છે.

સરસિયાનું તેલ : વેદોના જણાવ્યા મુજબ જો આપ શિવલિંગ પર સરસિયાના તેલનું અભિષેક કરો છો, તો આપને સારૂ ફળ મળે છે.

દૂધ અને ગંગા જળ : શિવલિંગને દૂધ અને ગંગા જળથી સ્નાન કરાવવાથી આપનો આત્મા સાફ થાય છે અને આપની ચિંતાઓ દૂર થાય છે.

English summary
We mostly offer water and milk on the shivlinga while praying to it. But it is said that if you follow these rituals then you will get major benefits.
Story first published: Monday, November 13, 2017, 14:38 [IST]
X
Desktop Bottom Promotion