For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું આપ જાણો છો નવરાત્રિનાં આ નવ પ્રતીકો અંગે

By Staff
|

જો આપ નવે-નવ દિવસ ઉપવાસ રાખો છો, તો આપને તેની સાથે સંકળાયેલી બાબતો અંગે જાણ હોવી જોઇએ કે આ ખાસ બાબત નવરાત્રિમાં કેમ કરવામાં આવે છે.

જો આપ વિચારો છો કે નવરાત્રિમાં ગરબા કેમ રમવામાં આવે કે પછી કુમારિકાઓ કેમ પૂજાય છે, તો આપને આ વાતનો ઉત્તર અહીં મળી જશે. આવો જાણીએ નવરાત્રિનાં નવ મૂળભૂત તત્વો કે જે આ પવિત્ર તહેવારના કોઇકને કોઇક ખાસ પાસાથી સંબંધિત છે.

ગરબા

ગરબા

ગરબા ગુજરાતનું લોકનૃત્ય છે. ગર્ભ સંસ્કૃતનો શબ્દ છે કે ગર્ભ-જીવનને દર્શાવે છે. ગરબો ગોળાકારમાં કરવામાં આવે છે કે જે સમયનું પ્રતીક છે. રિવાજ મુજબ આ નૃત્ય પ્રજ્વલિત માટીના દીપકની આજુબાજુ કરવામાં આવે છે. આ દીપકને ગર્ભ-દીપ કહેવામાં આવે છે.

કળશ

કળશ

પવિત્ર-પાણીનું કળશ દેવી દુર્ગાનું પ્રતીક મનાય છે. તેને પૂજા-ઘમાં સ્થાપિત કરી નવ દિવસ સુધી પૂજા કરવામાં આવે છે. ઘણા ઘરોમાં પહેલા દિવસે જવ રોપવાનો રિવાજ પણ છે. નવરાત્રિ સમાપ્તિ સુધી જવના રોપા 3થી 4 ઇંચ ઉંચા થઈ જાય છે અને તેમને પ્રસાદી અને આશીર્વાદ સ્વરૂપે વહેંચવામાં આવે છે.

ઉપવાસ

ઉપવાસ

ઘણા લોકો નવ દિવસ ઉપવાસ રાખે છે અને ઘણઆ લોકો માંસાહારી ભોજન તથા દારૂના સેવનથી દૂર રહે છે. કેટલાક લોકો નવરાત્રિમાં માત્ર દૂધ અને ફળનું જ સેવન કરે છે.

કોલૂ

કોલૂ

કોલૂ દક્ષિણ ભારતની એક અત્યંત મહત્વની રસમ છે અને બોમ્મઈ કોલૂના નામે ઓળખાય છે. તેમાં ભગવતી દુર્ગાના શાહી-દરબારનું સર્જન ઢીંગલીઓ બનાવીને કરાય છે.

કુમારિકા-પૂજન

કુમારિકા-પૂજન

નવમે નોરતે કન્યા-પૂજા કે કુમારિકા-પૂજનનાં આયોજનનું વિધાન છે. રિવાજ મુજબ નવ કન્યાઓ (જેમણે તરુણાવસ્થામાં પ્રવેશ ન કર્યો હોય)ને માતા દુર્ગાના નવ રૂપ માની ભોજન વિગેરે કરી તેમનું સત્કાર કરવામાં આવે છે.

ભોગ અને નૈવેદ્ય

ભોગ અને નૈવેદ્ય

દેવી માતાને પ્રસાદી સ્વરૂપે અર્પિત ભોજન નવરાત્રિ ઉત્સવનો એક અભિન્ન અંગ છે. આ પ્રસાદી, ભોગ કે નૈવેદ્ય નિયમિત ભોજનમાં મિશ્રિત કરી શ્રદ્ધાળુઓને પૂજા પછી પિરસવામાં આવે છે.

ગરબા-દીપ

ગરબા-દીપ

માટીના દીપકમાં પ્રજ્વળિત આ દીવો જીવનને, ખાસકરીને ગર્ભમાં ઉછેરાતા નવ-જીવનને દર્શાવે છે. આ દીપકથી નર્તકો અને નર્તકીઓ દેવી દુર્ગાનાં સ્ત્રીત્વ દૈવીય સ્વરૂપનું પૂજન કરે છે.

સોપારી

સોપારી

પૂજામાં નવ સોપારીઓ મૂકવામાં આવે છે અને તેમને દેવી માતાનાં નવ અવતારમાની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

શંખ

શંખ

શંખની હૃદય-સ્પર્શી ધ્વનિ સમસ્ત વાતાવરણને આનંદમય બનાવી દે છે. માતા દુર્ગાનાં હાથમાં શંખ ભક્તોને પવિત્રતા, ભક્તિ તથા શ્રદ્ધાનો સંદેશ આપે છે.

English summary
The nine days of Navratri are significant with these nine elements ans symbols; they all stand for some aspects of the festival. Lets read the entire article to know more about these symbols.
X
Desktop Bottom Promotion