Just In
Don't Miss
આ 10 વસ્તુઓ ભૂલથી પણ ન ઉધાર આપો ન કોઈને વહેંચો
અજાણ્યામાં લોકો કોણ જાણે કેટલા કીટાણુઓ ફેલાવી દે છે. ઘણી વસ્તુઓને હાથ લગાવતા તે કીટાણુઓ આપણા શરીરની અંદર પ્રવેશ કરી જાય છે. જ્યારે આપણે કોઈ બીજાની વસ્તુઓ વાપરીએ છીએ, ત્યારે તેમના પણ કીટાણુઓ આપણી અંદર આવી જાય છે.
બીજાઓની વસ્તુઓ વાપરતા તેમના કીટાણુઓ અને વાઇબ્સ આપણી અંદર પ્રવેશી જાય છે અને અજાણતા જ આપણે તે વસ્તુઓ પરત કરવાનું ભૂલી જઇએ છીએ. જેમ કે ડાંસર્સ પોતાના ઘુંઘરૂ ક્યારે પણ કોઈને નથી આપતા, કારણ કે તેમનુ માનવું છે કે તેમના ઘુંઘરૂમાં તેમની વાઇબ્સ અને ઔરા (આભા) હોય છે.
આવી જ રીતે બીજી પણ વસ્તુઓ છે કે જેમને કોઈ બીજા પાસેથી લેવી આપના પોતાના માટે નુકસાનકારક હોય છે. શ્રેષ્ઠછ રહેશે કે આપ આ વસ્તુઓ કોઈ બીજા પાસે ઉધાર લેવાની જગ્યાએ પોતે જ ખરીદો.
ચાલો જાણીએ કે તે કઈ વસ્તુઓ છે કે જે કોઈની પાસેથી ઉધાર ન લેવી જોઇએ.

પેન
કોઈનાથી પેન ઉધાર લેવાથી આર્થિક પરેશાનીઓ ઉભરી શકે છે.

ઘડિયાળ
કોઈ બીજાની ઘડિયાળ પહેરવાથી આપની પ્રોફેશનલ લાઇફમાં નેગેટિવ એનર્જી આવી શકે છે અને આપને આર્થિક નુકસાન પણ થઈ શકે છે.

લગ્ન માટે પૈસા
સામાન્ય રીતે લોકો ધામધૂમથી લગ્ન કરવા માટે લોન વગેરે લે છે. આવુ કરવાથી દંપતિ ઋણમાં દબાઈ જાય છે.

સગપણની વીંટી માટે પૈસા ઉધાર ન લો
જો આપ પોતાની ગર્લફ્રેંડને કોઇક મોંઘી રિંગ ગિફ્ટ કરવા માંગો છો, તો તેના માટે પૈસા ઉધાર ન લો. જેટલુ આપના વશમાં હોય, તેટલા જ પૈસા ખર્ચ કરવા સમજદારી છે.

હાઈજીનિક પ્રોડક્ટ્સ
મિત્રો, પરિવાર અને પાર્ટનર સાથે હાઈજીનિક પ્રોડક્ટ્સ શૅર કરવી સામાન્ય બાબત છે, પરંતુ તેમના પણ કેટલાક નુકસાન હોય છે. આ વસ્તુઓથી ત્વચા કે આરોગ્ય સંબંધી કોઈ પરેશાની થઈ શકે છે.

બાર સોપ સાબુ
જો આપને લાગે છે કે એંટીસેપ્ટિક સોપ ગંદા નથી હોઈ શકતા, તો આપ ખોટા છે. સાબુ પર આપની ત્વચાના ઘણા જીવ ચોંટી જાય છે. આ ખૂબ ખતરનાક હોઈ શકે છે અને તેનાથી લોકોને કોઈ ગંભીર બીમારી થવાનો ખતરો પણ રહે છે.

તુવાલ
તુવાલમાં બૅક્ટીરિયા, ફંગસ વગેરે હોય છે કે જેમાં કીટાણુઓ વધુ પ્રમાણમાં હોય છે. તેથી ક્યારેય પણ પોતાનું તુવાલ કોઈની સાથે શૅર ન કરો.

રેઝર
રેઝરનો ઉપયોગ કરતા ત્વચાની મૃત કોશિકાઓ નિકળે છે કે જેમાં બૅક્ટીરિયા હોય છે. તેનાથી ચેપનો ખતરો બહુ વધારે હોય છે.

નેલ ક્લિપર્સ
નખમાં ઘા કે ફંગસ થઈ શકે છે કે જે નેલ ક્લિપર્સ દ્વારા એક-બીજામાં ટ્રાંસફર થઈ શકે છે.

લિપ બામ
બૅક્ટીરિયા આપના મોઢાના પડના માધ્યમથી આપના લોહીમાં પ્રવેશ કરી શકે છે. હોઠોના પડ નીચે રક્ત વાહિકાઓનું વ્યાપક નેટવર્ક હોય છે કે જે બૅક્ટીરિયાને આપના પેટ સુધી પહોંચાડે છે.