For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અઘોરી સાધુઓ વિશે કેટલીક અજાણી અને અજીબ વાતો

By Karnal Hetalbahen
|

ડરમણા, સાધુઓને સૌથી આદરણીય પ્રજાતિ, ભારતના યોગી અઘોરી સાધુ પોતાની દરરોજની ભયાનક રીતીઓ અને અનુષ્ઠાનો માટે કુખ્યાત છે, આ બધી વસ્તુઓના લીધે લોકોના મનમાં તેમના પ્રત્યે એક જિજ્ઞાસા જાગે છે. આવો જાણીએ કે અઘોરી સાધુ કોણ છે...

અઘોરી સાધુ કોણ છે?
અઘોરી ભારતના સાધુઓ અને સંન્યાસીઓનો એક વિશેષ કબીલો છે. તેમનું અસ્તિત્વ હજારો વર્ષોથી છે, સૌથી પહેલાં અધોરી સાધુ કીનારામ હતા. તે વારાણસી (બનારસ)માં ગંગા નદીના કિનારે રહેતા હતા જ્યાં પવિત્ર કાશી વિશ્વનાથ મંદિર આવેલું છે.

પુનર્જન્મના ચક્રમાંથી છુટકારો મેળવીને મોક્ષની શોધમાં આ સાધુ ભૈરવના રૂપમાં ભગવાન શિવની પૂજા કરે છે. આ સ્વતંત્રા તેમને તે પરમ તત્વની સાથે પોતાની ઓળખની અહેસાસ કરાવે છે. જે મોતનો આપણે ભય લઇને જીવીએ છીએ આ તે જ મોતનો આનંદ લેતાં સન્માન કરે છે, આવા જ અઘોરી સાધુઓ વિશે અમે તમને કેટલાક તથ્યો જણાવી રહ્યાં છીએ.

આ અઘોરી સાધુ દિલમાં કોઇપણ પ્રકારની નારાજગી રાખતા નથી

આ અઘોરી સાધુ દિલમાં કોઇપણ પ્રકારની નારાજગી રાખતા નથી

તેમનું માનવું છે કે જે લોકો નફરત કરે છે તે ધ્યાન કરી શકતા નથી. કુતરા અને ગાયોની સાથે પોતાનું ભોજન શેર કરવામાં તેમને કોઇ ધૃણા હોતી નથી, આ જ્યારે પણ ખાવાનું ખાય છે તેમની સાથે રહેનાર જાનવર પણ એક પ્લેટમાં સાથે ખાય છે. તેમનું માનવું છે કે જો તે પશુઓના દ્વારા ખાવાની વસ્તુ ગંદી કરવા જેવી તુચ્છ વાતો પર ધ્યાન આપશે તો તે ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરી શકશે નહી.

તેમને મૃત અથવા સ્મશાનનો ભય હોતો નથી

તેમને મૃત અથવા સ્મશાનનો ભય હોતો નથી

તેમનું જીવન તેમની વચ્ચે જ પસાર થાય છે, તે રાત અને દિવસ ત્યાં જ રહે છે. રાખ અને ભષ્મ તેમના માટે વસ્ત્રની માફક છે જેને ભગવાન શિવે ધારણ કરી હતી. બાળપણથીજ અતેનો ઉપયોગ કરે છે. 5 તત્વોથી બનેલી આ ભષ્મ તેમને અનેક બિમારીઓ અને મચ્છરોથી બચાવે છે. તેમનું પૂર્ણ ધ્યાન ભગવાન શિવને પ્રાપ્ત કરવાનું હોય છે અને તેના માટે તે ખૂબ ઓછા બહાર નિકળે છે. તેમને પોતાના ધ્યાન અને આરાધનામાં સાચા સુખની પ્રાપ્તિ થાય છે.

માનવ કંકાલ અને ખોપડી તેમની નિશાની છે

માનવ કંકાલ અને ખોપડી તેમની નિશાની છે

નદી પર તરતી પવિત્ર લોકોની લાશોથી તે બધુ નિકાળવાનું તેમનું પ્રથમ કામ હોય છે. તેમને ગુરૂ પાસેથી જાદુઇ મંત્ર પ્રાપ્ત કર્યા બાદ આ અઘોરી રૂપમાં જીવન પસાર કરવાનું શરૂ કરે છે અને મૃત અવશેષોને ખાય છે અને ગંગાના ઠંડા બરફ જેવા પાણીથી ન્હાય છે. આગની ધૂણી તેમનું મંદિર હોય છે અને ભૂતો અને બુરી આત્માઓનું નિવાસ સ્મશાન તેમનું ઘર હોય છે.

સ્મશાનમાં બેસીને ધ્યાન કરવું

સ્મશાનમાં બેસીને ધ્યાન કરવું

રાત્રે લોકો ભૂતો અને રાક્ષસોના ડરથી જે સ્મશાનમાં જતાં ડરે છે આ લોકો ત્યાં બેસીને ધ્યાન કરે છે. સાફ-દૂષિત, પવિત્ર-અપવિત્રના અંતર દૂર કરીને તે જાદૂઇ શક્તિઓને દરેક વસ્તુનો સારવાર કરવા માટે પ્રાપ્ત કરે છે.

તેમની ભયાનક ભૂખ

તેમની ભયાનક ભૂખ

અધોરી પોતાની ભયાનક ભૂખ માટે જાણીતા છે. તે એવી વસ્તુઓ ખાય છે જે એક સભ્ય વ્યક્તિ ખાઇ ન શકે, જેમ કે કચરો પાત્રમાં નાખીને ખાવો, મળ, મૂત્ર અને સડેલા માનવ શરીર. આ ભયાનક ભૂખ પાછળ તેમનો પોતાનો તર્ક છે. મળ, મૂળ જેવી ઉત્સર્ગ વસ્તુઓ ખાવા પાછળ તેમનું માનવું છે કે તેનાથી અહંકાર નાશ પામે છે અને સુંદરતાનો માનવીય દ્રષ્ટિકોણ દૂર થાય છે જો કે અઘોરીના રૂપમાં જીવન જીવવા માટે જરૂરી છે.

નર ભક્ષ વૈદ્ય

નર ભક્ષ વૈદ્ય

વારાણસી એક ગીચ વસ્તીવાળું શહેર હોવાછતાં અઘોરી વારાણસીમાં કોઇપણ જાતની રોકટોક વિના નર માંસ ખાય છે. તે પોતાની જરૂરત માટે લોકોને મારતા નથી, તે ફક્ત સ્મશાનમાંથી લાશ લાવીને ખાય છે. તે લાશોને ખાચી જ ખાય છે, ક્યારેક-ક્યારેક ખુલ્લામાં આગ સળગાવીને પણ શેકે છે. માંસની એક નિશ્વિત માત્રામાં ખાધા બાદ તે લાશ ઉપર બ એસીને સાધના કરે છે જે આખી રાત ચાલે છે.

ડારમણી ફેશન

ડારમણી ફેશન

અઘોરી પોતાની ડરામણી ફેશન માટે જાણિતા છે. તે પોતાના શરીર પર ફક્ત એક નાનું કપડું વીંટી નગ્ન શરીરે જ શહેરમાં ફરે છે. તેમના માટે નગ્નનો મતલબ છે સાંસારિક વસ્તુઓ સાથે લગાવ ન રાખવો. મોટાભાગે તે પોતાની નગ્નતા દૂર કરવા માટે શરીર પર લાશોની ભષ્મ (રાખ) લગાવે છે. જો એસેસરીઝની વાત કરીએ તો તે માનવ ખોપડીને માથામાં આભૂષણની માફક ધારણ કરે છે.

રહસ્યમય દવાઓ

રહસ્યમય દવાઓ

દુનિયાભરના વૈજ્ઞાનિકોને આશ્વર્યચકિત કરતા અઘોરી દાવો કરે છે કે કેટલીક ગંભીર બિમારીઓનો ઉપાય તેમની પાસે છે. તે દવાઆો છે ‘હ્યુમન ઓઈલ' એટલે કે માણસના હાડકામાંથી નીકળેલું તેલ જેને તે સળગતી ચિતામાંથી મેળવે છે. ચે બાવાઓ દાવો કરે છે કે તે ઓઈલમાં ઘણી બિમારીઓનો ઉપાય છે આધુનિક મેડિકલમાં નૈતિકતાના કારણથી તેનો ઉપયોગ નથી કરવામાં આવતો. પરંતુ વૈજ્ઞાનિકોએ તેમના આ દાવાની કોઈ તપાસ નથી કરી.

તાંત્રિક શક્તિઓ અને કાળા જાદુ

તાંત્રિક શક્તિઓ અને કાળા જાદુ

એવું માનવામાં આવે છે કે સારવાર કરવાની શક્તિ તેમનામાં કાળા જાદુથી આવે છે. તે કહે છે કે તે ક્યારેય પોતાની શક્તિઓનો ઉપયોગ ખરાબ કાર્યો માટે કરતા નથી. તે ઉપરાંત તે લોકોના રોગને સમજે છે અને તેમની પાસે આવેલા લોકોનો ઉપચાર પોતાના કાળા જાદુથી કરે છે. કાળા જાદુનો વધારે ઉપયોગ કરવાવાળા કેટલાક અધોરી સાધુઓના મત મુજબ ભગવાન શિવ અને કાળી માં ને જેટલા પ્રસન્ન કરશો એટલી તેમની શક્તિ વધશે .

ભગવાનને પ્રાપ્ત કરવાનો અલગ રસ્તો

ભગવાનને પ્રાપ્ત કરવાનો અલગ રસ્તો

તેમને ભગવાનને પ્રાપ્ત કરવાની રીત આપણાથી તદ્દન અલગ છે. એક તરફ જ્યાં આપણે પવિત્રતા અને શુદ્ધિમાં ભગવાનને શોધીએ છીએ ત્યાં તેમનું માનવું છે કે ‘ગંદકીમાં પવિત્રતા' ને શોધવી એ જ ઈશ્વર પ્રાપ્તિ છે. તેમનામાંથી એક સાધુનું એવું કહેવુ છે કે તે બધી ખરાબ ક્રિયાઓ કરતા ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરે છે તો જ તમે સાચા અઘોરી છો.

મંત્ર અને ગાંજો

મંત્ર અને ગાંજો

કોઈપણ અઘોરી પોતાને ભાંગ અને ગાંજો પીવાથી નથી રોકી શકતો, તેમનું એવું માનવું છે કે તેનાથી તેમને દરરોજની ક્રિયાઓ અને ધાર્મિક મંત્રો પર ધ્યાન કન્દ્રિત કરવામાં મદદ મળે છે. ગાંજાના નશામાં પણ તેઓ સીધા અને શાંત રહે છે. કેટલાક ઇચ્છુક લોકો જ્યારે તેમને પૂછે છે કે તમે મજા માટે નશો કરો છો ત્યારે તે ના પાડે છે. ભાંગ અને ગાંજાના નશાથી થયેલી માયા અને ભ્રમને તે ધાર્મિક આંનદની પ્રાપ્તિ અને આધ્યાત્મિક અનુભવને વધારવા માટે કરે છે.

English summary
below is the list of odd and amazing facts about the lives of these Aghori Sadhus, a sect of people who revere and relish what we usually dread – Death.
Story first published: Wednesday, November 30, 2016, 10:28 [IST]
X
Desktop Bottom Promotion