For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નવરાત્રિ માટે પૂજા ઘરની સફાઈ કેમ કરશો ?

By Super Admin
|

નવરાત્રિ હિન્દુઓનો બહુ મોટો પર્વ છે. નવરાત્રિ આડે હવે ગણતરીનાં દિવસો બાકી છે. વર્ષમાં ચાર વખત આવતી નવરાત્રિ 9 દિવસો સુધી ઉજવાય છે. આ દિવસો માટે ખાસ તૈયારીઓ કરવામાં આવે છે કે જેથી માતા જગદંબા આપણી ઊપર સારી રીતે કૃપા વરસાવીને જાય. ઘરમાં તેની શરુઆત સૌપ્રથમ મંદિર કે પૂજા ઘરની સફાઈ કરવા સાથે થાય છે. લોકો પૂજા ઘરને સાફ કરી તેને અવનવા શણગારોથી સજાવે છે. હિન્દૂ માન્યતા મુજબ નવરાત્રિ દરમિયાન માતા દુર્ગા તે જ ઘરમાં પ્રવેશ કરે છે કે જે ઘર સ્વચ્છ હોય અને શણગારવામાં આવેલું હોય.

તો જો આપ પણ નવરાત્રિ ઉજવવાનાં હોવ, તો સારૂં રહેશે કે આપ પણ પોતાના પૂજા ઘરને સ્વચ્છ કરી નાંખો. તેના માટે આપને અમે બતાવીશું કે કયો સામાન કેવી રીતે સ્વચ્છ કરવાનો છે. આવો નજર નાંખીએ-

Cleaning Puja Room For Navratri

નવરાત્રિ માટે કેવી રીતે કરશો પૂજા ઘરની સફાઈ ?

1. જમીનની સફાઈ : પૂજાનો રૂમ સાફ કરવો જરૂરી છે. જો તે રૂમમાં નાનકડુ મંદિર પણ હોય, તો તેને પણ સાબુનના પાણીથી સારી રીતે ધોઈ નાંખો.

2. ભગવાનની મૂર્તિ : જો ભગવાનની મૂર્તિ ધાતુ કે ચાંદીની બનેલી હોય, તો તેને નમક અથવા ટૂથપેસ્ટ લગાવીને સાફ કરો. તેનાથી મૂર્તિ ઝળહળી ઉઠશે.

3. પૂજાના વાસણ : જો આપની પાસે તાંબાના વાસણઓ છે, તો તેને સ્વચ્છ કરવા માટે આંબલીની પેસ્ટ કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરો. જો વાસણો ચાંદીના છે, તો તેને ટૂથપેસ્ટ વડે સાફ કરો.

4. દીવા : માટીના દીવા ઘી અને અગ્નિની આંચથી કાળા પડી જાય છે. તેમને સાફ કરવા માટે સાબુન મિશ્રિત ગરમ પાણીમાં 20થી 25 મિનિટ સધી તેમને પલાડી દો. પછી તેમની ઉપર જામેલા તેલ અને કાળા ડાઘાને સાફ કરવામાટે બ્રશ વડે સ્ક્રબ કરો.

5. મૂર્તિનાં કપડાં : જ્યારે આપ પૂજા ઘર સાફ કરી ચુક્યા હોવ, ત્યારે વારો આવેછે મૂર્તિનાં કપડાં અને આભૂષણો સાફ કરવાનો. એમ તો આપે માતા દુર્ગા માટે નવા કપડાં ખરીદવા જોઇએ, પરંતુ અનેક ઘરોમાં જૂના કપડાં અને દાગીનાનો જ પ્રયોગ કરવામાં આવે છે. તેમને સાફ કરવામાટે સાબુન મિશ્રિત પાણીમાં કપડાને પલાડી દો અને પછી તેમને રગડીને સાફ કરી નાંખો.

6. પૂજાની ઘંટડી : ધાતુની પૂજાની ઘંટડીને સાફ કરવા માટે આંબલીની પેસ્ટનો ઉપયોગ કરો. તેનાથી ઘંટડી ચમકી ઉઠશે.

7. ટાઇલ્સ : જો રૂમની દિવાળ કે જમીન પર ટાઇલ્સ લાગેલી છે, તો સાબુનનો ઘોળ તૈયાર કરો. જો ટાઇલ્સ પર વધુ ચિકણાઈ કે ગંદકી હોય, તો વિનેગર (ખટાશયુક્ત પદાર્થ)ને પણ પાણી સાથે મેળવી લો અને દિવાળ સાફ કરી લો.

English summary
As Navratri has come closer, here are few tips to clean your Puja room and prepare for Navratri. Cleaning Puja Room For Navratri:
X
Desktop Bottom Promotion