For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોઈપણ નવું કામ શરૂ કરતા પહેલા માનો ચાણક્યની આ નીતિઓ, મળશે સફળતા

By KARNAL HETALBAHEN
|

આપણે બધા જાણીએ છીએ કે ચાણક્ય એક ખૂબ જ બુદ્ધિમાન, ચતુર અને એક પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી હતા, જેમની કહેલી નીતિઓ આજના જમાના મુજબ બિલકુલ યોગ્ય બેસે છે.

કંઈ પણ નવું કરતા પહેલા આપણે મોટાભાગે આ દુવિધામાં ફસાઈ જઈએ છીએ કે, શું આ કામ આપણને સફળતા અપાવશે કે નહી. એટલા માટે આજે અમે તમને ચાણક્યની કેટલીક નીતિઓ જણાવીશું, જે આ કામના માટે તદ્દન ખરી ઉતરે છે.

૧. હંમેશા રાખો એક સકારાત્મક વિચાર

૧. હંમેશા રાખો એક સકારાત્મક વિચાર

ચાણક્યના અનુસાર, કોઈપણ નવું કામ શરૂ કરતા પહેલા, હંમેશા મનમાં આ વાતોનું ધ્યાન રાખો --- કામ શરૂ કરવાનો સમય અને સ્થાન, તમારા નાણા અને તમારું સમર્થન કરવા માટે લોકો.

૨. તમારી ક્ષમતાનો હિસાબ લગાવો

૨. તમારી ક્ષમતાનો હિસાબ લગાવો

તમારી ક્ષમતાનું આંકલન જરૂર કરી લો. જો નથી કર્યું તો આગળ જઇને તમે જરૂર કોઈ ખતરામાં પડી શકો છો.

૩. તમારી જીભને કંટ્રોલમાં રાખો

૩. તમારી જીભને કંટ્રોલમાં રાખો

કહેવામાં છે કે તમારી સફળતા અને અસફળતા, બન્ને જ વાતો આ વાત પર નિર્ભર કરે છે કે તમે તમારી જીભ કયા પ્રકારથી પ્રયોગ કરો છો. તમે જેટલું મીંઠુ બોલશો, તમારા માટે તે એટલું જ સારું રહેશે.

૪. દુશ્મનોને મિત્ર બનાવો

૪. દુશ્મનોને મિત્ર બનાવો

કહેવાનો મતલબ છે કે જો તમે લોકો સાથે સારો વ્યવહાર કરશો, તો દુશ્મનને પણ તમારા મિત્ર બનાવી લેશો, તેનાથી તમે સફળતા મેળવવા માટે કોઇ નહી રોકી શકે.

૫. તમારા શરીરની દેખભાળ કરો

૫. તમારા શરીરની દેખભાળ કરો

ભગવાને તમને ઉપહાર રૂપે તમને શરીર આપ્યું છે એટલા માટે કોઈ પણ નવો પ્રોજેક્ટ કે કામ કર્યા પહેલા જોઈ લો કે તમે સ્વસ્થ છો કે નહીં.

૬. જ્યોતિષ સાથે પરામર્શ

૬. જ્યોતિષ સાથે પરામર્શ

નવું કામ શરૂ કરતા પહેલા જ્યોતિષ સાથે પરામર્શ કરી લેવી જોઈએ અને હંમેશા તેમની સલાહ સાંભળવી જોઈએ.

૭. પત્નીની સલાહ

૭. પત્નીની સલાહ

નવું કામ શરૂ કરતા પહેલા તમારી પત્નીની સલાહ લો. તમારી પત્ની તમારી જીવન સાથી છે એટલે કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેની સાથે પરામર્શ કરો.

English summary
We all know that Acharya Chanakya was a learned scholar and an intelligent man. His Chanakya Neeti as we better know it, offers pearls of wisdom on everything that hold relevance today.
Story first published: Friday, April 7, 2017, 10:55 [IST]
X
Desktop Bottom Promotion