For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો ભગવાન હનુમાનનાં જન્મનું રહસ્ય

By Lekhaka
|

ભગવાન હનુમાનનાં જન્મની કથા માતા અંજનિ સાથે જોડાયેલી છે. ભગવાન હનુમાન માતા અંજનિ અને કેસરી નંદનનાં પુત્ર હતાં કે જેઓ અંજનાગિરી પર્વતના હતાં. અગાઉ અંજનિ ભગવાન બ્રહ્માનાં કોર્ટમાં એક અપ્સરા હતાં. તેણે એક ઋષિએ શાપ આપી વાંદરી બનાવી દીધી હતી.

પોતાનાં બાળપણમાં અંજનિએ એક વાંદરાને પગ ઉપર ઊભા રહી ધ્યાન લગાવતા જોયો, તો તેણે તે વાંદરાને ફળ ફેંકીને માર્યો. તે વાંદરો એક ઋષિમાં બદલાઈ ગયો અને તેની તપસ્યા ભંગ થતા તે ક્રોધિત થઈ ગયો. તેણે અંજનિને શાપ આપ્યો કે જે દિવસે તેને કોઈનાથી પ્રેમ થઈ જશે, તે જ ક્ષણે તે વાંદરી બની જશે.

birth secret of Lord Hanuman

અંજનિએ બહુ માફી માંગી અને ઋષિને તેને ક્ષમા કરવાનું કહ્યું, પરંતુ ઋષિએ તેની વાત ન સાંભળી અને અંજનિને શાપ આપી કહ્યું કે તે પ્રેમમાં પડ્યા બાદ વાંદરીબની જશે, પરંતુ તેનો પુત્ર ભગવાન શિવનું રૂપ હશે.

થોડાક સમય બાદ અંજનિ જંગલોમાં રહેવા લાગી. ત્યાં તેની મુલાકાત કેસરી સાથે થઈ કે જેના પ્રેમમાં પડતા જ તે વાંદરી બનીગઈ અને કેસરીએ પોતાનો પરિચય આપતા અંજનિને જણાવ્યું કે તે વાંદરાઓનો રાજા છે. અંજનિએ ધ્યાનથી જોયું, તો જણાયું કે કેસરી પાસે એક એવુ મુખ હતુ કે જેને તે માનવીમાંથી વાંદરા અથવા વાંદરામાંથી માનવીમાં ફેરવી શકતો હતો. કેસરી તરફથી પ્રસ્તાવ મૂકાતા અંજનિ માની ગઈ અને બંનેનાં લગ્ન થઈ ગયાં. અંજનિએ ઘોર તપસ્યા કરી અને ભગવાન શિવ પાસે તેમના જેવો એક પુત્ર માંગ્યો. ભગવાને તથાસ્તુ કહ્યું.

બીજી બાજુ અયોધ્યાનાં રાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે પુત્રકામેસ્થી યજ્ઞ યોજ્યું. અગ્નિ દેવને પ્રસન્ન કર્યા બાદ તેમણે દૈવીય ગુણો ધરાવતા પુત્રોની કામના કરી. અગ્નિદેવે પ્રસન્ન થઈ દશરથને એક પવિત્ર હલવો આપ્યો. તેને ત્રણેય પત્નીઓમાં વહેંચવાનું કહ્યું. રાજાએ મોટી રાણી સુધી હલવો પતંગ વડે પહોંચાડ્યો. ત્યાં જ વચ્ચે ક્યાંક માતા અંજનિ પ્રાર્થના કરી રહી હતી. હવનનીવાટકીમાં તે હલવો પડ્યો. માતા અંજનિએ તે હલવો ગ્રહણ કરી લીધો. તેને ખાધા બાદ તેમને લાગ્યું કે જાણે ગર્ભમાં ભગવાન શિવનો વાસ થઈ ગયો હોય.

તે પછી તેમણે હનુમાનજીને જન્મ આપ્યો. ભગવાન હનુમાનને પવનપુત્ર એટલા માટે કહેવાય છે, કારણ કે હવા ચાલવાનાં કારણે જ તે હલવો માતા અંજનિની વાટકીમાં આવીને પડ્યો. ભગવાન હનુમાનનાં જન્મ લેતા જ માતા અંજનિ શાપમુક્ત થઈ પુનઃ સ્વર્ગે જતી રહી. ભગવાન હનુમાન સાત ચિરંજીવીઓમાંનાં એક છે અને તેઓ ભગવાન શ્રીરામનાં ભક્ત હતાં. રામાયણની ગાથામાં તેમનું સ્થાન આપણા સૌને ખબર જ છે.

English summary
The story of birth of Hanuman is related with the story of his mother Anjana. Lord Hanuman was born as the son of Anjana, a and Kesari.
Story first published: Saturday, January 21, 2017, 12:36 [IST]
X
Desktop Bottom Promotion