For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મૃત્યુ શૈય્યા પરથી ભીષ્મ પિતામહે આપ્યા હતા આ 20 મોટા બોધપાઠ કે જે બદલી નાંખશે જીવન

By Lekhaka
|

ભારતના સૌથી મહત્વના મહાકાવ્ય મહાભારતમાં કુરુના રાજા શાંતનુના પુત્ર ભીષ્મ પિતામહ અને દેવી ગંગાએ જીવનના મહત્વના બોધપાઠ આપ્યા છે.

આ એક મહાન મગજના બોધપાઠ છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં ભીષ્મ બાણોની શૈય્યા પર સૂતા રહ્યા, તેમણે વિલંબથી મરવાનુ નક્કી કર્યું, કારણ કે તેમના પિતાએ તેમને ઇચ્છા મૃત્યુનુ વરદાન આપ્યુ હતુ.

આ દરમિયાન તેમણે પોતાના પુત્રના દક્ષિણથી ઉત્તર દિશામાં જવાનો ઇંતેજાર કર્યો, કારણ કે આવો સમય મૃત્યુ માટે પવિત્ર ગણાય છે, તેમણે યુધિષ્ઠિર અને આસપાસના અન્ય લોકોને જીવનની અનેક શિખામણો આપી.

તેમના બોધપાઠ મુજબ દરેક મનુષ્યમાં આ 9 યોગ્યતાઓ હોવી જોઇએ...

સાદગી

સાદગી

1. સ્વચ્છ અને પવિત્ર મન

2. પોતાના અને બીજાઓ સાથે સચ્ચાઈ, ક્યારેય ખોટુ ન બોલવું

3. શાંતિથી રહેવુ, ક્રોધને હાવી ન થવા દેવો

4. ક્ષમા આપવી

5. બાળકો અને પત્નીની અવગણના ન કરવી

6. ક્યારેય અભિમાન ન કરવો

7. બીજાઓને આપવુ

8. સેવકો અને આશ્રિતોનો સહકાર કરવો.

ક્ષમા આપવી શીખવી

ક્ષમા આપવી શીખવી

ક્રોધથી દૂર રહેવાનો મતલબ છે આપને ક્ષમા આપતા આવડે છે. મનની શાંતિ માટે આ બહુ જરૂરી છે.

પૂરૂં કામ

પૂરૂં કામ

કોઈ પણ કામ અધૂરૂ ન છોડો, કારણ કે અધૂરૂ કામ નકારાત્મકતાની નિશાની છે.

આવા લોકોથી દૂર રહો

આવા લોકોથી દૂર રહો

આક્રમક :

આવા લોકો કોઈ પણ વસ્તુને નકારાત્મકતામાં બદલી નાંખે છે અને માહોલને ગરમ કરી દે છે. આવા લોકોની આજુબાજુ શાંતિ નથી મળી શકતી.

આળસ :

આળસ :

આ નકારાત્મકતાની નિશાની છે અને આવા લોકો વિશ્વાસ કરવા યોગ્ય નથી હોતા. આવા લોકો માત્ર બીજાઓની સહાય કરવાનો જ ઇનકાર નથી કરી દેતા, પણ તેઓ પોતે પણ પોતાની મદદ નથી કરી શકતા.

અવિશ્વાસુ :

અવિશ્વાસુ :

આવા લોકો માત્ર પોતાનાં વિશે જ વિચારે છે. તેઓ સમજે છે કે આનાથી મોટી કોઈ ચીજ નથી.

ઘૃણિત અને અનૈતિક :

ઘૃણિત અને અનૈતિક :

આવા લોકો ઘૃણા અને ઈર્ષ્યાથી ભરેલા હોય છે. આ લોકો એટલા ચાલાક હોય છે કે તેઓ બીજાઓ પાસે ચાલાકીથી કામ કઢાવી લઈ પોતે પામવા ઇચ્છે છે. આવા લોકો નકારાત્મકતા અને ઘૃણા ફેલાવે છે.

વધુ જોડાયેલા ન રહો

વધુ જોડાયેલા ન રહો

પરિવર્તન જીવનની સતત પ્રક્રિયા છે. જીવનની સફરમાં લોકો આવે છે અને જાય છે. તેથી વ્યક્તિએ કોઈની સાથે પણ વધુ જોડાણ ન રાખવું જોઇએ. પ્રેમ કરવો સારી બાબત છે, પરંતુ આ સચ્ચાઈ જરૂર ધ્યાન રાખો.

હંમેશા જિંદગીને ગળે લગાડો

હંમેશા જિંદગીને ગળે લગાડો

જીવનના અનેક તબક્કાઓ હોય છે અને વ્યક્તિએ શાંત રહેવું જોઇએ તેમજ હકારાત્મકતા તથા શાંતિ પામવા માટે તેમને સ્વીકારવા જોઇએ. ભલે તે ખુશી હોય કે ગમ, ભલે બીમારી હોય કે સારૂ આરોગ્ય, જિંદગી આપણને જે આપી રહી છે, તેનો સ્વીકાર કરો.

ચાર પ્રકારના મિત્રો

ચાર પ્રકારના મિત્રો

જીવનમાં દરેક પ્રકારના અનુભવ માટે અને તેનાથી શીખવા માટે દરેકના આ ચાર મિત્રો હોવા જોઇએ. પ્રાકૃતિક મિત્ર, એક સામાન્ય ઉદ્દેશ ધરાવતા મિત્ર, પરિવારના મિત્ર અને નકલી મિત્ર.

કઠિન પરિશ્રમ કરો

કઠિન પરિશ્રમ કરો

પોતાના અને પોતાના પરિવારની શ્રેષ્ઠતા માટે કઠિન મહેનત કરો. કઠિન મહેનત કરો અને પૈસા બચાવો કે જેથી આપનું ભવિષ્ય સારૂં રહે.

તમામની સુરક્ષા કરો

તમામની સુરક્ષા કરો

એક વ્યક્તિએ હંમેશા પોતાના પરિવાર, દેશ, ખજાના, હથિયાર, મિત્ર અને પોતાના શહેરની સુરા માટે તત્પર રહેવું જોઇએ.

દયાળુ બનો

દયાળુ બનો

ધર્મનુ સૌથી મોટુ રૂપ છે કે દરેક વ્યક્તિ જીવન, મનુષ્યો, લાગણીઓ, પીડિતો અને અન્ય ચરાચરો પ્રત્યે દયાળુ રહે. તેને હંમેશા તેમની મદદ કરવાની કોશિશ કરવી જોઇએ અને તેમને દરેક પરેશાનીમાંથી બચાવવું જોઇએ.

આશા ન રાખો

આશા ન રાખો

આપ બીજાઓ પાસે જેટલી વધારે આશા રાખશો, તેટલા જ નિરાશ થશો. તેથી સંતુષ્ટ અને શાંતિથી રહેવા માટે કોઈની પાસે પણ આશાઓ ન રાખવી જોઇએ.

કોઈને પણ દુભવો નહીં

કોઈને પણ દુભવો નહીં

કોઈને પણ શારીરિક કે માનસિક રીતે નુકસાન ન પહોંચાડો. એક વાર દિલ તુટી જાય તો તેને જોડી નથી શકાતું. તેથી ધ્યાન રહે કે આપની કોઈ વાતથી કોઈના દિલ કે મગજને આઘાત ન પહોંચે.

સહનશીલ બનો

સહનશીલ બનો

માત્ર સહનશીલતાથી જ ઇચ્છાઓ અને લાલચ પર કાબૂ પામી શકાય છે.

આરોગ્યપ્રદ આહાર લો

આરોગ્યપ્રદ આહાર લો

બીમારીઓથી દૂર રહેવા માટે આરોગ્યપ્રદ ભોજન લો.

યોગાભ્યાસ કરો

યોગાભ્યાસ કરો

યોગથી વ્યક્તિ માત્ર ફિટ જ નથી રહેતી, પણ તે ભૂખ પર પણ નિયંત્રણ કરી શકે છે.

જ્ઞાન પ્રાપ્ત કરતા રહો

જ્ઞાન પ્રાપ્ત કરતા રહો

પોતાની જાતનું આત્મ નિરીક્ષણ કરતા વ્યક્તિએ સતત જ્ઞાન પ્રાપ્ત કરતા રહેવું જોઇએ.

Read more about: hindu હિન્દુ
English summary
During the time that he waited for the sun to move from the south to the north direction which was considered to be an auspicious time for death, he lay there imparting some valuable lessons of life to Yudhishthir and others surrounding him.
Story first published: Wednesday, November 8, 2017, 12:19 [IST]
X
Desktop Bottom Promotion