For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાસ્તુ મુજબ ઘરમાં કયો રંગ કરાવશો ?

By Staff
|

રંગોનો આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે. તેથી જ્યારે પણ ઘરમાં રંગ પોતાવડાવો, ત્યારે હંમેશા સમજી-વિચારીને પોતાડવાવો, કારણ કે તેને વારંવાર બદલવો સરળ નથી હોતો. જો ઘરમાં રંગ પોતાવડાવી રહ્યા હોવ, તો કોશિશ એવી કરવી જોઇએ કે રંગ વાસ્તુ મુજબનો હોય. વાસ્તુનું ચલણ આજ-કાલ દરેક જગ્યાએ થવા લાગ્યું છે, પછી તે ઑફિસ હોય કે આપનું ઘર. વાસ્તુ મુજબ લોકો પોતાના રૂમને શણગારે છે, તો સારૂં રહેશે કે આપ પણ વાસ્તુ મુજબ જ પોતાનાં કિચન, ડાયનિંગ રૂમ, બેડરૂમ, બાથરૂમ વિગેરેમાં રંગ કરાવો કે જેથી સુખ-શાંતિ જળવાઈ રહે.

Apply Vastu On Paint Colours

અહીં કેટલીક વાસ્તુ ટિપ્સ આપવામાં આવી છે કે જે આપની મદદ કરશે પોતાનાં રૂમ અને ઘર માટે રંગની પસંદગી કરવામાં. દિવાળો પર વાસ્તુ મુજબ રંગ કરાવો અને પછી જુઓ જાદૂ.

વાસ્તુ મુજબ ઘરમાં રંગ :

1. બેડરૂમ : પિંક, હળવો આસમાની તેમજ હળવો લીલો રંગ બેડરૂમ માટે સારો રંગ ગણાય છે. બાળકોનાં બેડરૂમ માટે લીલો રંગ સૌથી શ્રેષ્ઠ ગણાય છે.

2. કિચન : કિચન એવું સ્થળ હોય છે કે જ્યાં રંગોની બાબતમાં આપની પાસે ઘણી બધી મર્યાદિત ચૉઇસ હોય છે. વાસ્તુ મુજબ કિચનમાં સફેદ, પીળો, રોઝ પિંક, નારંગી, ચૉકલેટ તથા લાલ રંગ સૌથી શ્રેષ્ઠ ગણાય છે.

3. ડાયનિંગ રૂમ : ડાયનિંગ રૂમ માટે હળવા રંગ ખૂબ જ સારા ગણાય છે. ગુલાબી, લીલો અને આસમાની રંગ આપને ફ્રેશ કરી દેશે. સારૂં રહેશે કે આપ કાળો, સફેદ કે કાળા-સફેદથી બનલો કોઈ પણ રંગ ન લગાવો.

4. બાથરૂમ : સફેદ, હળવો આસમાની અને પેલગ્રીન વિગેરે બાથરૂમને મોટું દેખાડવાની સાથે-સાથે ફ્રેશ લુક આપે છે. બાથરૂમમાં કાળા અને ઘેરા લાલ રંગનો ઉપયોગ ન કરે. તેનાથી બાથરૂમ નાનું દેખાશે.

5. ગેસ્ટ રૂમ : ગેસ્ટ રૂમનો ઘણા અલગ-અલગ પ્રકારનાં મૂડ ધરાવતા લોકો ઉપયોગ કરે છે. તેથી તેને કાયમ માટે હળવા રંગથી રંગાવવું જોઇએ. પીળો, લીલો, આસમાની, નારંગી અને લવંડરને લાઇટ શેડ વાસ્તુ મુજબ સારા ગણાય છે.

English summary
Applying Vastu on paint colours is gaining greater attention nowadays. Applying Vastu on paint colours is believed to have a power to give an auspicious and pleasant environment in your home.
X
Desktop Bottom Promotion