For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આમ બનાવો ‘હળદર’ની લાજવાબ કુલ્ઙી

Posted By: Staff
|

ગુણોની ખાણ છે હળદર. કિચનમાં મસાલો છે, તો ઈજા થતા એંટી-સેપ્ટિકની જેમ કામ કરે છે. ચપટી ભર હળદરનું દૂધ પીવાથી એક બાજુ ઘામાં જલ્દી રૂઝ આવી જાય છે, તો બીજી બાજુ ભારતીય રીતિ-રિવાજમાં પણ હળદરનું ખાસ મહત્વ છે.

તો આજે કેમ નહીં હળદરની ઠંડી-ઠંડી કુલ્ફી બનાવીએ કે જે ખાવામાં લાજવાબ હોવાની સાથે આરોગ્ય માટે પણ ઉત્તમ છે.

Turmeric Kulfi Recipe

* સર્વ - 3 વ્યક્તિઓ માટે

* બનાવવાનો સમય - 5 મિનિટ

* પકાવવાનો સમય 40 મિનિટ+કુલ્ફીનું જામવું

સામગ્રી

1. 1.5 લીટર ફુલ ક્રીમ દૂધ

2. 20 ગ્રામ ફ્રેશ હળદર

3. 300 ગ્રામ ખાંડ

બનાવવાની વિધિ

દૂધને એક પૅનમાં નાંખી સીરે રીતે ઉકાળો. ઉકાળો આવ્યા બાદ તેમાં ફ્રેશ હળદર અને ખાંડ મેળવો. આ તમામને મેળવી દૂધને એટલુ હલાવો કે તે 1/4 રહી જાય. આ મિક્સચરને ઠંડુ કરી મનપસંદ સિલિકોન મોડલ્સમાં નાંખી 4 કલાક માટે ફ્રીઝરમાં જમાવી દો. કુલ્ફી જામતા અનમોલ્ડ કરી તેને ઠંડી-ઠંડી પિરસો.

[ of 5 - Users]
English summary
This delightful kulfi recipe is not only totally hassle-proof but takes just three ingredients to get done.
Story first published: Tuesday, June 27, 2017, 14:19 [IST]
X
Desktop Bottom Promotion