For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ખાટું-મીઠું પાઇનેપલનું રાયતું

Posted By: KARNAL HETALBAHEN
|

ભોજનની સાથે રાયતું હોય તો ખાવાનો સ્વાદ વધી જાય છે. આપણા દેશમાં રાયતા પણ ઘણા પ્રકારના હોય છે. આજે અમે તમને ઘટ્ટ મલાઇદાર દહીમાં ખાંડની સાથે બનાવેલા પાઇનેપલના પલ્સના અને ટુકડાને મિક્સ કરીને બનાવેલા પાઇનેપલના ખાટા મીઠા રાયતાની સાઇડ ડિશના રૂપમાં પણ પીરશી શકો છો.

સામગ્રી-

ફિણેલું દહીં- 500 ગ્રામ

કાપેલું પાઇનેપલ- ½ કપ (100 ગ્રામ)

પાઇનેપલના પલ્સ- ½ (100 ગ્રામ)

ખાંડ- ¼ કપ (50 ગ્રામ)

લીલાધાણા- 2 ચમચી (બારીક સમારેલ)

જીરાનો પાવડર- ½ નાની

ચમચી મીઠું- સ્વાદનુસાર

રેસિપી-

પાઇનેપલનું રાયતું બનાવવા માટે 100 ગ્રામ પાઇનેપલના નાના ટુકડા કાપો અને મિક્સરની મદદથી પેસ્ટ બનાવો અને અલગથી 100 ગ્રામ પાઇનેપલ લઇને તેના નાના ટુકડા કાપીને તૈયાર કરી લો.

પેનને ગેસ પર મુકો અને તેમાં અનાનસના પલ્પ તથા ત્યારબાદ ખાંડ નાખીને ચમચી વડે મિક્સ કરીને હલાવતાં રહો. પાઇનેપલની પેસ્ટ અને ખાંડ બાદ, કાપેલા પાઇનેપલના ટુકડાને પેનમાં નાખીને થોડા શેકો જેથી પાઇનેપલનું કાચાપણું ખતમ થઇ જાય છે.

પાઇનેપલ સારું એવું ઘટ્ટ દેખાવવા લાગે અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકો. પાઇનેપલ થોડું શેકાઇ જાય ત્યારબાદ ગેસ બંધ કરી દો. રાંધેલા પાઇનેપલને એક પ્લેટમાં કાઢી દો અને ઠંડું થવા દો.

પાઇનેપલને ઠંડુ થયા બાદ, ફીણેલા દહીંમાં નાખો. સાથે જ મીઠું અને થોડો જીરાનો પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી દો.

તૈયાર અનાનસના રાયતા ઉપર થોડો જીરાનો પાવડર ગાર્નિશ કરો. પાઇનેપલનું રાયતું પિરસવા માટે તૈયાર છે. જ્યારે પણ તમારું મન કરે ત્યારે આ સ્વાદિષ્ટ રાયતાને બનાવીને ખવડાવો.

[ of 5 - Users]
English summary
Raita an Indian side dish made out of curd usually, is used as a dip for fried rice or any rice recipes. Here is the recipe for pineapple raitha, try this at your house today.
Story first published: Friday, March 17, 2017, 10:48 [IST]
X
Desktop Bottom Promotion