For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોંઢામાં પાણી આવી જાય, એવી છે આ સોયા ચોપ

Posted By: KARNAL HETALBAHEN
|

સોયા ચંક્સ તો ભારતના દરેક રસોડામાં મળી આવે છે. કહેવામાં આવે છે કે આ બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે, કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને આપણા પેટને ઠીક કરે છે. અમે તમને સોયા ચંક્સ વડે બનેલી કેટલીક રેસિપીઝ બનાવતાં શિખવાડી ચૂક્યા છીએ. પરંતુ આજે અમે તમને મસાલા સોયા ચોપ બનાવતાં શિખવાડીશું, જે ખૂબ સરળ છે.

સોયા ચોપમાં ઘણા બધા પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ મળી આવે છે જે તમારા સ્વાસ્થ્ય માટે બિલકુલ ઠીક છે. તો આ રવિવારે તેને જરૂર બનાવો અને ઘરવાળાઓને એક સરપ્રાઇઝ આપો. આવો જાણીએ તેને બનાવવાની રીત-

Soya Chop Masala Recipe

તૈયારીનો સમય- 11-15 મિનિટ

રાંધવાનો સમય- 26-30 મિનિટ પિરસો- 4

સામગ્રી-

સોયા ચંક્સ- 2 કપ

તાજા બ્રેડક્રંબ- 1 કપ

આદુનો ટુકડો- ½ ઇંચ કાપેલો લસણ

બારીક સમારેલી- 1 ચમચી

લાલ મરચાનો પાવડર- 1 ચમચી

ચાટ મસાલો- એક ચપટી લીલા મરચાં- 1 ચમચી

પેસ્ટ મીઠું- સ્વાદ અનુસાર

કોન્ફલોર- 1 ચમચી

તેલ- ફ્રાઇ કરવા

માટે દળેલો મસાલો- 100 ગ્રામ

ધાણોનો પાવડર- 1 ચમચી

જીરા પાવડર- 1 ચમચી

બ્રાઉન શુગર- ½ ચમચી

આંબલીની પેસ્ટ- 2 મોટી ચમચી

રીત-

1. એક મિક્સીમાં સોયા ચંક્સ, તાજી બ્રેડ ક્રંબ, આદુ, લસણ, અડધી ચમચી લાલ મરચાનો પાવડર, ચાટ મસાલો, લીલા મરચાની પેસ્ટ, મીઠું અને 2 ચમચી પાણી મિક્સ કરીને દળી લો.

2. હવે આ મિશ્રણને એક વાટકીમાં કાઢી અને તેમાં કોર્ન ફ્લોર મિક્સ કરો. 3. હવે એક નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો.

4. હવે મિશ્રણને 4 સામાન્ય ભાગ કરો અને તેને અંડાકાર શેપ આપો. 5. હવે આઇસક્રીમ સ્ટિકને તેના એક ભાગમાં નાખો અને પેન પર નાખો. 6. પછી પેનમાં શેકેલો મસાલો નાખો, પછી લાલ મરચાનો પાવડર, ધાણાનો પાવડર, જીરાનો પાવડર, બ્રાઉન શુગર, આમલીની પેસ્ટ નાખીને 2 મિનિટ સુધી ગરમ કરો.

8. હવે તેમાં 1 કપ પાણી અને મીઠું નાખીને મિક્સ કરો. તેને ત્યાં સુધી રાંધો જ્યાં સુધી મસાલો ઘટ્ટ ના થઇ જાય.

9. હવે તમારા તૈયાર છે, તેને પ્લેટમાં કાઢી લો અને ઉપરથી તેના પર મસાલો નાખીને સર્વ કરો.

[ of 5 - Users]
English summary
Soyabean Chop is primarily a North Indian delight and is considered equivalent of a non-vegetarian dish. This recipe is for making Soyabean Chop curry.
Story first published: Thursday, March 23, 2017, 12:21 [IST]
X
Desktop Bottom Promotion