For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સિંગોડાની પકોડીની રેસિપી

વ્રતમાં ખાવામાં આવતી વાનગીઓમાંની એક સિંગોડાની પકોડી, ઉત્તર ભારતમાં તો તેને બહુ જ શોખ સાથે ખાવામાં આવે છે. આજે અમે આ જ પકોડીઓનો રેસિપી વિડોય શૅર કરવાની સાથે-સાથે જ આપનાં માટે તેની સ્ટેપ બાય સ્ટેપ વિધિ

Posted By: Staff
|

બહુ ઓછા પ્રકારનાં લોટ છે કે જેમને વ્રત તથા ઉપવાસ દરમિયાન ખાઈ શકાય છે. જેમ કે રાજગરાનો લોટ, બકવ્હીટનો લોટ અને સિંગોડા અને સિંગોડાનો લોટ. આજે અમે ભારતનાં ઉત્તરી વિસ્તારોનાં સૌથી હિટ વ્રતમાં સ્નૅક્સ તરીકે ખવાતી સિંગોડાની પકોડીઓની રેસિપી આપની સાથે શૅર કરવા જઈ રહ્યાં છીએ. આ પકોડીઓને સિંગોડાનાં લોટમાં બટાકા અને વ્રત વાળા મસાલાઓ નાંખી ડીપ ફ્રાય કરવામાં આવે છે.

નવરાત્રિ, એકાદશી કે અન્ય કોઈ પણ વ્રત દરમિયાન આ પકોડીઓનો સ્વાદ ફરાળી ચટણી સાથે બહુ જામે છે. કારણ કે સિંગોડાનો લોટ ગ્લૂટન ફ્રી હોય છે, તેથી બાઇડિંગ માટે તેમાં બટાકા અને અરબી (ટૅરો રૂટ)નો ઉપયોગ કરવામાં આવે છે. સાથે-સાથે તેમનાંથી સ્વાદ પણ વધે છે.

જો આ નવરાત્રિમાં આપ પમ ગરમ ચા સાથે કુરકુરી પકોડીઓને ચાખવા માંગો છો, તો આજે અમે આપની સાથે શૅર કરી રહ્યા છીએ આ પકોડીઓની રેસિપી, તે પણ સ્ટેપ બાય સ્ટેપ. સાથે જ ઘેર બેઠા આસાનીથી બનાવવા માટે આ રેસિપીનો વીડિયો અને પોટોસ પણ આપની સાથે શૅર કરી રહ્યા છીએ કે જેથી આપ વ્રત દરમિયાન તેમને આરામથી ચપટીમાં બનાવી શકો.

સિંગોડાની પકોડીનો રેસિપી વીડિયો

સિંગોડાની પકોડીની રેસિપી
સિંગોડાની પકોડીની રેસિપી। વ્રત વાળી પકોડીની રેસિપી। સિંગોડાનાં લોટની પકોડીની રેસિપી। સિંગોડાની પકોડીની રેસિપી
સિંગોડાની પકોડીની રેસિપી। વ્રત વાળી પકોડીની રેસિપી। સિંગોડાનાં લોટની પકોડીની રેસિપી। સિંગોડાની પકોડીની રેસિપી
Prep Time
15 Mins
Cook Time
10M
Total Time
25 Mins

Recipe By: મીના ભંડારી

Recipe Type: સ્નૅક્સ

Serves: 3

Ingredients
  • બાફેલા બટાકા (છોલેલા અને અડધા-અડધા કાપેલા) - 2

    મીઠું - સિંધવ મીઠું સ્વાદ મુજબ

    કોથમીર (સમારેલી) - 1/2 કપ

    લીલા મરચા (સમારેલી) - 2 ટી સ્પૂન

    સિંગોડાનો લોટ - 1 કપ

    પાણી - 1/4 કપ

    તેલ - તળવા માટે

Red Rice Kanda Poha
How to Prepare
  • 1. એક મિક્સિંગ બાઉલમાં બાફેલા બટાકા લો.

    2. હવે સિંધવ મીઠું અને કોથમીર મેળવો.

    3. પછી સમારેલી લીલી મરચી નાંખો.

    4. આ તમામને સારી રીતે મસળી લો.

    5. હવે સિંગોડાનો લોટ મેળવી સારી રીતે મિક્સ કરો.

    6. ધીમે-ધીમે કરીને પાણી મેળવતા જાઓ અને ઘટ્ટ ઘોળ બનાવી લો.

    7. કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

    8. હવે ચમચીની મદદથી એક-એક કરીને પકોડીઓ તેજ આંચ પર તળતા રહો.

    9. પકોડીઓની સાઇડ બદલતા રહો કે જેથી બંને તરફથી તે ગોલ્ડન બ્રાઉન થઈ જાય.

    10. હવે તેલમાંથી કાઢી ગરમા-ગરમ પિરસો.

Instructions
  • 1. આ પકોડીઓનો ઘોળ ઇડલીનાં બૅટરથી પણ ગાઢું હોવું જોઇએ
  • 2. આપ ઇચ્છો, તો બટાકાને સમ્પૂર્ણ મૅશ ન કરો, બટાકાનાં પીસ પણ આ પકોડીઓમાં સારા લાગે છે.
Nutritional Information
  • સર્વિંગ સાઇઝ - 5 pieces
  • કૅલોરીઝ - 402 cal
  • ફૅટ - 4 g
  • પ્રોટીન - 15 g
  • શુગર - 3 g

કેવી રીતે બનાવશો

1. એક મિક્સિંગ બાઉલમાં બાફેલા બટાકા લો.

2. હવે સિંધવ મીઠું અને કોથમીર મેળવો.

3. પછી સમારેલી લીલી મરચી નાંખો.

4. આ તમામને સારી રીતે મસળી લો.

5. હવે સિંગોડાનો લોટ મેળવી સારી રીતે મિક્સ કરો.

6. ધીમે-ધીમે કરીને પાણી મેળવતા જાઓ અને ઘટ્ટ ઘોળ બનાવી લો.

7. કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

8. હવે ચમચીની મદદથી એક-એક કરીને પકોડીઓ તેજ આંચ પર તળતા રહો.

9. પકોડીઓની સાઇડ બદલતા રહો કે જેથી બંને તરફથી તે ગોલ્ડન બ્રાઉન થઈ જાય.

10. હવે તેલમાંથી કાઢી ગરમા-ગરમ પિરસો.

[ of 5 - Users]
Read more about: durga puja recipes
English summary
Singhare ki poori is a traditional North Indian dish that is prepared from singhare ka atta or chestnut flour. The singhare ke atte ki poori is authentically prepared during festivals and for vrat or upwas.
Story first published: Tuesday, September 26, 2017, 11:18 [IST]
X
Desktop Bottom Promotion