For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દશેરા ખાસ - સિંગોડાનો હલવો

Posted By: Super Admin
|

સિંગોડાને છોલીને સુકવ્યા બાદ તેને દળીને લોટ બનાવવામાં આવે છે. તેને ઉપવાસ દરમિયાન આરોગવામાં આવે છે, કારણ કે તેને એક અન્ન નહીં, પણ એક ફળ ગણવામાં આવે છે. જો આપ પણ નવરાત્રિનાં ઉપવાસ કરી રહ્યા છો, તો આપને સિંગોડાનો હલવો ચોક્કસ પસંદ પડશે. તેને બનાવવો પણ ખૂબજ સરળ છે. તો ચાલો સિંગોડાનો હલવો બનાવતા શીખીએ.

singhara ka halwa

સામગ્રી-

  • 500 ગ્રામ સિંગોડાનો લોટ
  • 150 ગ્રામ માવો
  • 1 કપ દૂધ
  • 125 ગ્રામ ખાંડ
  • 1 ચમચી ઘી
  • 1/3 સમારેલા કાજૂ-બદામ
  • એલચી પાવડર
  • કેસર

વિધિ

  1. સૌપ્રથમ સિંગોડાને છોલી લો અને પછી તેને ઘસી લો. આપ ઇચ્છો, તો તેને મિક્સરમાં દળીને ગાઢી પેસ્ટ પણ બનાવી શકો છો.
  2. હવે પૅનમાં ઘી ગરમ કરો અને સિંગોડાની પેસ્ટને તેમાં લગભગ 10 મિનિટ સૂધી સેકો. પછી આ પૅનમાં ઘસેલો માવો મેળવો. આ સામગ્રીને 30-40 મિનિટ સુધી ફ્રાય કરો. જ્યાં સુધી માવો ભૂરો ન થઈ જાય, ત્યાં સુધી આંચ મધ્યમ પર રાખો.
  3. બીજી તરફ એક નાનકડી વાડકીમાં દૂધ લઈ તેમાં કેસર પલાડી દો અને એક બાજુ મૂકી દો. તે પછી અલગથી એક કંટેનરમાં દૂધઅને ખાંડને ઉકાળી લો અને ગાઢું કરી નાંખો. તે પછી આ દૂધને તે જ સિંગોડાની પેસ્ટમાં નાંખો અને ત્યાં સુધી હલાવો કે જ્યાં સુધી પેસ્ટ ગાઢી ન થઈ જાય. હવે તે પેસ્ટમાં કેસરનો ઘોળ નાંખી દો. હવે આપનો સિંગોડાનો હલવો તૈયાર થઈ ચુક્યો છે.તેમાં સમારેલા માવા તથા એલચી પાવડર ભભરાવો તથા ગરમાગરમ સર્વ કરો.
[ of 5 - Users]
English summary
Singhara ka halwa is a Navratri vrat recipe. Lets check out the recipe to make Singhara ka halwa for Navratri vrat.
X
Desktop Bottom Promotion