For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જ્યારે મન કરે મીઠું ખાવાનું ત્યારે બનાવો આ ટેસ્ટી કેરેમલ કસ્ટર્ડ

જો તમને કસ્ટર્ડ ખાવાનું પસંદ છે તો તમે આ ક્રીમી ડેઝર્ટ જેનું નામ છે કેરેમલ કસ્ટર્ડને ઘરે બનાવી શકો છો.

Posted By: KARNAL HETALBAHEN
|

જો તમને કસ્ટર્ડ ખાવાનું પસંદ છે તો તમે આ ક્રીમી ડેઝર્ટ જેનું નામ છે કેરેમલ કસ્ટર્ડને ઘરે બનાવી શકો છો. આ ગળ્યું પસંદ કરનારને જરૂર ભાવશે. તેને બનાવવામાં તમારે ફક્ત પાંચ વસ્તુઓની જ જરૂર પડશે.

આ બાળકોને ઘણી પસંદ આવે છે એટલા માટે જ્યારે પણ મોકો મળે તો તેને બનાવવું બિલ્કુલ પણ ના ભૂલો. આવો જાણીએ તેને બનાવવાની રીત કઈ છે.

સર્વિંગ્સ: ૩

બનાવવાનો સમય: ૧ કલાક ૩૦ મિનીટ

Recipe of Caramel Custard

સામગ્રી

૧૨૫ ગ્રામ ખાંડ

૧/૨ લિટર દૂધ

4 Tbsp કસ્ટર્ડ પાવડર (વેનિલા ફ્લેવર)

૧/૨ ચમચી વેનિલા એસેન્સ

૨ ચમચી ચોકલેટ (પાવડર)

બનાવવાની રીત-

૧. એક નોન સ્ટિક પેનમાં ૧ ચમચી પાણીની સાથે ૨૫ ગ્રામ ખાંડ મિક્સ કરીને ગરમ કરો.

૨. જ્યારે ખાંડ ગોલ્ડન અને જાડી થઈ જાય, ત્યારે તેને ૧૦ મિનીટ માટે ઠંડી કરી લો.

૩. હવે ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાવડર મિક્સ કરો અને કિનારા પર રાખી લો.

૪. દૂધ ઉકાળી લો અને તેમાં ખાંડ મેળવો. આંચને ધીમી કરી દો અને તેમાં કસ્ટર્ડ મિલ્ક મેળવો. ૫ મિનીટ સુધી જાડું થાય ત્યાં સુધી બનાવો.

૫. પછી તેમાં વેનીલા એસેન્સ મિક્સ કરો અને આંચ પરથી ઉતારો.

૬. એક અલગ કટોરામાં કેરોમેલાઈઝ શુગર નાંખો. ઉપરથી કસ્ટર્ડનું મિશ્રણ મિક્સ કરો અને પછી ચોકલેટ પાવડર નાંખીને ફ્રિઝમાં ૧ કલાક ઠંડુ થવા માટે રાખી લો.

[ of 5 - Users]
English summary
A french dessert, Caramel custard is a traditional sweet with creamy caramel over silky custard. The best thing about this delectable dessert is that it is made using just 4 ingredients which would be easily available in your home!
Story first published: Wednesday, May 17, 2017, 11:04 [IST]
X
Desktop Bottom Promotion