For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગરમાગરમ ભાત સાથે ખાવો પંજાબી કઢી

Posted By: Super Admin
|

પંજાબી ખાવાની વાત જ કંઇક નિરાળી છે. તેને જે એક વખત ખાઈ લે, તે આ ખાવાનો સ્વાદ ક્યારેય નહીં ભૂલે. જો આપને ગરમાગરમ ભાત સાથે પંજાબી કઢી ખાવા માટે મળી જાય, તો આપ શું કહેશો ? આપને મજા જ આવી જશે, કારણ કે આ કઢી સામાન્ય રીતે ઘરે બનાવાતી કઢી કરતા તદ્દન જુદી હોય છે. પંજાબી ડિશ બનાવવાનું કામ અઘરૂ નથી, બસ મસાલાઓને મેળ યોગ્ય રીતે કરાયો હોય, તો ખાવાનું બહુ સ્વાદિષ્ટ બને છે.

પંજાબી લોકો ખૂબ જ ચટાકેદાર અને મસાલેદાર ભોજન આરોગે છે, પરંતુ આજે જે પંજાબી કઢી અમે આપને બતાવવા જઈ રહ્યા છે, તેમાં જરાય મસાલો નથી. મસાલા વગરની આ કઢી સ્વાદમાં ખૂબ લાજવાબ છે. તેમાં જે ભજિયા નાંખવામાં આવશે, તે સ્વાદમાં તદ્દન જુદા લાગશે, કારણ કે તેમાં ડુંગળી, બટાકા, મરચું અને આદુનો સ્વાદ આવશે. તો આવો રાહ કોની જોવાની, બનાવીએ આ સ્વાદિષ્ટ પંજાબી કઢી.

ગરમાગરમ ભાત સાથે ખાવો પંજાબી કઢી

ભજિયા બનાવવાની સામગ્રી
1 કપ બેસન
1/4 કપ સમારેલી ડુંગળી
1/4 કપ સમારેલા બટાકા
1 ચમચી અજમો
1 ચમચી લાલ મરચુ પાવડર
1 ચમચી સમારેલુ આદુ
1/2 ચમચી બૅકિંગ પાવડર
તેલ
મીઠું

કઢી બનાવવાની સમાગ્રી
1/4 કપ બેસન
1 કપ દહીં
2 આખા લાલ મરચા
1 ચમચી હળદર પાવડર
1 ચપટી હીંગ
1 ચમચી મેથી
1 ચમચી તેલ

મીઠુ સ્વાદ મુજબ

વિધિ -
1. ભજિયા બનાવવાની સામગ્રીને સાથમાં મેળવો અને તેમાં અડધુ કપ પાણી ઉમેરી ઘોળ તૈયાર કરો.
2. હવે કઢાઈમાં તેલ ગરમ કરો અને ભજિયા તૈયાર કરો. ભજિયાને ગોલ્ડન બ્રાઉન થવા સુધી તળો.
3. એક બાજુ દહીંને બેસન સાથે ફેંટી લો. પછી તેમાં હળદર, નમક અને 3 કપ પાણી મેળવો.
4. હવે કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં મેથી અને સૂકા લાલ મરચા નાંખી તળી લો. હવે ફેંટેલુ દહીં તેમજ બેસનનાં ઘોળને સાથે નાંખી ઉકાળી લો. આંચને ધીમી કરી દો અને કઢીને 15 મિનિટ સુધી થવા દો.
5. હવે ઘોળમાં લાલ મરચા પાવડર અને કઢી ભજિયા નાંખી ધીમી આંચ પર થોડીક વાર માટે પકવો.
6. હવે આપની પંજાબી કઢી તૈયાર છે. તેને ગરમાગરમ ભાત સાથે સર્વ કરો.

[ of 5 - Users]
English summary
A spiced up yogurt based curry like dish is a staple among the punjabi's and a delicacy with the rest of the world.
Story first published: Wednesday, October 19, 2016, 10:27 [IST]
X
Desktop Bottom Promotion