Just In
- 1019 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1028 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1758 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1761 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
ગરમાગરમ ભાત સાથે ખાવો પંજાબી કઢી
પંજાબી ખાવાની વાત જ કંઇક નિરાળી છે. તેને જે એક વખત ખાઈ લે, તે આ ખાવાનો સ્વાદ ક્યારેય નહીં ભૂલે. જો આપને ગરમાગરમ ભાત સાથે પંજાબી કઢી ખાવા માટે મળી જાય, તો આપ શું કહેશો ? આપને મજા જ આવી જશે, કારણ કે આ કઢી સામાન્ય રીતે ઘરે બનાવાતી કઢી કરતા તદ્દન જુદી હોય છે. પંજાબી ડિશ બનાવવાનું કામ અઘરૂ નથી, બસ મસાલાઓને મેળ યોગ્ય રીતે કરાયો હોય, તો ખાવાનું બહુ સ્વાદિષ્ટ બને છે.
પંજાબી લોકો ખૂબ જ ચટાકેદાર અને મસાલેદાર ભોજન આરોગે છે, પરંતુ આજે જે પંજાબી કઢી અમે આપને બતાવવા જઈ રહ્યા છે, તેમાં જરાય મસાલો નથી. મસાલા વગરની આ કઢી સ્વાદમાં ખૂબ લાજવાબ છે. તેમાં જે ભજિયા નાંખવામાં આવશે, તે સ્વાદમાં તદ્દન જુદા લાગશે, કારણ કે તેમાં ડુંગળી, બટાકા, મરચું અને આદુનો સ્વાદ આવશે. તો આવો રાહ કોની જોવાની, બનાવીએ આ સ્વાદિષ્ટ પંજાબી કઢી.
ભજિયા બનાવવાની સામગ્રી
1 કપ બેસન
1/4 કપ સમારેલી ડુંગળી
1/4 કપ સમારેલા બટાકા
1 ચમચી અજમો
1 ચમચી લાલ મરચુ પાવડર
1 ચમચી સમારેલુ આદુ
1/2 ચમચી બૅકિંગ પાવડર
તેલ
મીઠું
કઢી બનાવવાની સમાગ્રી
1/4 કપ બેસન
1 કપ દહીં
2 આખા લાલ મરચા
1 ચમચી હળદર પાવડર
1 ચપટી હીંગ
1 ચમચી મેથી
1 ચમચી તેલ
મીઠુ સ્વાદ મુજબ
વિધિ -
1. ભજિયા બનાવવાની સામગ્રીને સાથમાં મેળવો અને તેમાં અડધુ કપ પાણી
ઉમેરી ઘોળ તૈયાર કરો.
2. હવે કઢાઈમાં તેલ ગરમ કરો અને ભજિયા તૈયાર કરો. ભજિયાને ગોલ્ડન
બ્રાઉન થવા સુધી તળો.
3. એક બાજુ દહીંને બેસન સાથે ફેંટી લો. પછી તેમાં હળદર, નમક અને 3 કપ
પાણી મેળવો.
4. હવે કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં મેથી અને સૂકા લાલ મરચા નાંખી તળી
લો. હવે ફેંટેલુ દહીં તેમજ બેસનનાં ઘોળને સાથે નાંખી ઉકાળી લો. આંચને
ધીમી કરી દો અને કઢીને 15 મિનિટ સુધી થવા દો.
5. હવે ઘોળમાં લાલ મરચા પાવડર અને કઢી ભજિયા નાંખી ધીમી આંચ પર થોડીક
વાર માટે પકવો.
6. હવે આપની પંજાબી કઢી તૈયાર છે. તેને ગરમાગરમ ભાત સાથે સર્વ
કરો.
Get breaking news alerts | Subscribe to Gujarati Boldsky.