For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દશેરા ખાસ - સંડે સ્પેશિયલ: પાલક પનીર કોફ્તા

Posted By: Super Admin
|

સંડેના દિવસે આપની રજા હોય છે, તો સ્વાભાવિક છે કે આપની પાસે સારો એવો સમય પણ રહેતો હશે. જો આપ આ સંડે ક્યાંક બહાર ખાવાનો પ્લાન બનાવતા હોવ, તો ક્યાંક જવાની જગ્યાએ પોતાના ઘરે જ આ સ્વાદિષ્ટ પાલક પનીર કોફ્તા બનાવો. તે સ્વાદમાં ખૂબ ટેસ્ટી હોય છે. પાલક પનીર કોફ્તાને આપ રોટી કે પછી ભાત સાથે ખાઈ શકો છો. તો પછી રાહ કોઈની જુઓ છો. આવો જાણીએ તેને બનાવવાની રીત-

કેટલાક લોકો માટે : 6

પાલક પનીર કોફ્તા

સામગ્રી : 250 ગ્રામ દહીં

60 ગ્રામ બેસન

1 કિ.ગ્રા. પાલક

1 નાની ગાંઠ અદરક

4. લીલુ મરચુ

250 ગ્રામ ટામેટા

125 ગ્રામ ડુંગળી

2 ચમચી નમક

અડધુ ચમચી જીરૂ

2 ચમચી ધાણા

2 ચમચી ખાંડ

એક ચતુર્થાંશ ગરમ મસાલો

1 કોથમીરની ઝૂડી

2 ચમચી ઘી

તળવા માટે તેલ કે ઘી

વિધિ :

1. પાલકના પાંદડાને અડધા આદુ અને બે લીલા મરચા નાંખીને 125 ગ્રામ પાણી સાથે બાફી લો.

2. તે પછી પાણી નિચોડીને પાલકને પીસી લો. થોડુક બેસન લપેટવા માટે રાખી, બાકીનું બેસન મેળવી લો

3. પનીરને હાથોથી મશળી લો અને એક ચતુર્થાંશ નમક, એક લીલુ મરચુ તથા થોડુડ પીસેલુ આદુ નાંખી મિક્સ કરી લો.

4. એક મોટા લિંબુ જેટલુ પાલક લઈ તેમાં એક નાની સોપારી જેટલુ દહીં ભરી દો અને ગોળ ગોળી બનાવી સૂકા બેસનમાં લપેટીને મધ્યમ આંચ પર તળી લો.

5. હવે ગ્રેવી તૈયાર કરવા માટે કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં જૂરી નાંખી ગરમ કરો. પછી તેમાં સુકુ ધાણા, થોડુક આદુ તથા એક કાપેલુ લીલુ મરચુ, ઝીણા કાપેલા ટામેટા, પીસેલી ડુંગળી નાંખો અને થોડુક સેકો તથા મસ્ત ગ્રેવી તૈયાર કરી લો.

6. પિરસવાના 15 મિનિટ અગાઉ ગ્રેવીમાં તૈયાર કોફ્તાની ગોળીઓ નાંખી દો, ગરમ મસાલો તથા કોથમીર નાંખી દો અને પછી પિરસો.

[ of 5 - Users]
English summary
If you are big fan of paneer than prepare this easy recipe of palak paneer kofta.These kofta's are extremely delicious and very nutritious too because it contains spinach.
X
Desktop Bottom Promotion