ટેસ્ટી અને હેલ્ધી નાચોસ (મકાઇની ચિપ્સ)

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

નાચોઝના નામથી ફેમસ મકાઇની ચિપ્સનો જાદૂ આજકાલ બાળકો અને યુવાનોમાં છવાયો જોવા મળે છે. આ ફકત ખાવામાં ટેસ્ટી હોય છે એટલું જ નહી પરંતુ નાચોસ બેલેન્સ ડાઇટની શ્રેણીમાં પણ આવે છે.

તેને હેલ્ધી સ્નૈક્સ તરીકે બાળકો અને ઘરવાળાઓ માટે તૈયાર કરી શકે છે.

tortilla chips recipe from scratch

સામગ્રી

  • મકાઇનો લોટ- 1 કપ (150 ગ્રામ)
  • ઘઉંનો લોટ- ½ કપ (75 ગ્રામ)
  • તેલ- 2 ટેબલ સ્પૂન
  • મીઠું- સ્વાદનુસાર
  • હળદર- ¼ નાની ચમચી
  • અજમો- ¼ નાની ચમચી
  • તેલ- તળવા માટે કડક લોટ ગુંદવો

રીત:

1. કોઇ મોટા વાસણમાં મકાઇનો લો અને તેમાં ઘઉં લોટ લોટ, મીઠું, હળદર નાખો. સાથે જ અજમો મસળીને અને તેલ નાખી બધી સામગ્રી મિક્સ કરી દો. પછી સામાન્ય ગરમ પાણીથી મદદથી થોડો કડક લોટ ગુંદવો. લોટને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે મુકી દો જેથી લોટ ફૂલીને સેટ થઇ જાય છે. આટલો લોટ ગુંદવામાં ¾ કપથી ઓછા પાણીનો ઉપયોગ થયો છે.

2. લોટ સેટ થયા બાદ, હાથને થોડો તેલ વડે ચિકણો કરી લો અને લોટને થોડો મસળી લો. મકાઇની ચિપ્સ બનાવવા માટે લોટની નાની નાની ગોળીઓ તૈયાર કરો. એક લોઇને ગોળ કરીને પછી તેને હાથ વડે દબાવીને પેડા જેવી બનાવી દો. ત્યારબાદ વેલણ અને પાટલી પર તેલ લગાવો. લોઇને એકદમ પાતળી વેલણ વડે વણીને તૈયાર કરો. વણતી વખતે લોઇ ચોંટે તો વેલણ વણે ફેરવીને વણો.

3. વણ્યા બાદ કાંટાની મદદથી તેને લઇ લો. ત્યારબાદ કટરની મદદથી તેને વચ્ચેથી અડધી કાપી લો. હવે તેને ત્રિકોણ આકારમાં કાપીને તૈયાર કરો.

4. કડાઇમાં તેલ ગરમ કરો. સામાન્ય ગરમ તેલમાં નાચોસ તળી લો. તેલ ચેક કરી લો. હાથને કડાઇથી ઉપર રાખો અને ગરમ લાગે તો તેલ જરૂરીયાત પ્રમાણે ગરમ કરો. ત્યારબાદ સાવધાનીથી નાચોસ ચિપ્સ ઉપાડીને કડાઇમાં તળવા માટે નાખો. નાચોસ ચિપ્સને બંને તરફથી સારી રીતે ગોલ્ડન બ્રાઉન થવા સુધી તળી લો.

5. આ દરમિયાન, બીજી લોકો વડે નાચોસ ચિપ્સ તૈયાર કરી લો નાચોજ ચિપ્સ નીચેથી ગોલ્ડન બ્રાઉન થાય એટલે ફેરવી દો. તળેલી મકાઇની ચિપ્સ કાઢીને નેપકિન પેપર પર પાથરીને રાખો. બધી મકાઇ ચિપ્સને આ પ્રકારે ફ્રાય કરો. એકપછી એક ચિપ્સ તળવામાં 5 મિનિટ લાગે છે.

6. ઓછા મસાલા વાળી નાચોઝ ચિપ્સ બનીને તૈયાર છે. મસાલેદાર નાચોઝ બનાવવા માટે એક ગ્લાસમાં ½ નાની ચમચી મીઠું, ½ નાની ચમચી મરચું, ½ નાની ચમચી આમચૂર પાવડર અને ¼ નાની ચમચી મરી પાવડર નાખીને મિક્સ કરી દો. આ મસાલાને મકાઇની ચિપ્સ ઉપર સામાન્ય ભભરાવો અને પછી મિક્સ કરી દો.

7. ક્રિપ્સી અને મસાલેદાર નાચોઝ ચિપ્સ બનીને તૈયાર છે. નાચોઝ ચિપ્સને સાલસા મેયોનીઝ, ચીઝી ડિપ અથવા પોતાની મનપસંદ ડિશની સાથે પીરસી શકો છો.

Read more about: snacks
English summary
Enjoy these chips with tomato salsa and get your taste buds going by enjoying its lively flavours.
Story first published: Tuesday, March 14, 2017, 13:00 [IST]
Please Wait while comments are loading...