For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેરલા સ્ટાઇલ મિક્સ વેજિટેબલ

Posted By: Super Admin
|

કેરલામાં એક ખૂબ જ લોકપ્રિય સબ્જી બનાવવામાં આવે છે જેનું નામ અવિયલ હોય છે. તેમાં ઘણી બધી શાકભાજીઓ હોય છે, જેમાં નારિયેળ પેસ્ટ અને દહી નાખીને મિક્સ કરવામાં આવે છે. નારિયેળથી શાકનો ટેસ્ટ વધી જાય છે.

સાદી ભાષામાં કહીએ તો આજે અમે તમને કેરલા સ્ટાઇલ મિક્સ વેજ બનાવતાં શિખવાડીશું જેને તમે પૂરી-પરાઠા અથવા દાળ-ભાતની સાથે સાઇડ ડિશ તરીકે પણ સર્વ કરી શકો છો.

અવયિલ એક ખૂબ જ પૌષ્ટિક ડિશ છે કારણ કે તેમાં ઘણી બધી શાકભાજીઓ હોય છે. તો હવે બિલકુલ મોડું કરશો નહી અને ઝડપથી ટ્રાય કરો. કેરલા સ્ટાઇલ મિક્સ વેજ એટલે કે અવિયલ રેસિપી.

Kerala style mixed vegetable

કેટલા- 4 સભ્યો માટે
તૈયારીમાં સમય- 20 મિનિટ
બનાવવામાં સમય- 20 મિનિટ

સામગ્રી-
1 કાચું કેળું
1 સરગવો
1 ગાજર
5-6 લીલી બિંસ
4-5 ગિલોડી
½ કપ પાણી
¼ ચમચી હળદર
½ લાલ મરચાંનો પાવડર
1 ચમચી જીરૂ
1 ઝૂડી મીઠી લીમડીના પત્તા
3 ચમચી નારિયેળ તેલ
મીઠું- સ્વાદનુસાર

રીત -
- બધી શાકભાજીઓને ધોઇને અડધો ઇંચના ટુકડામાં કાપી લો.
- નારિયેળ, લીલા મરચાં, અડધી ચમચી જીરૂં અને પાણીને એકસાથે મિક્સ કરી પાતળી પેસ્ટ બનાવો.
- હવે એક મોટા વાસણમાં 2 ચમચી તેલ ગરમ કરો. તેમાં અડધી ચમચી જીરૂ નાખો.
- પછી તેમાં કેળા વાટીને 2 મિનિટ શેકો.
- હવે તેમાં બાકીની બધી શાકભાજી નાખો અને ઉપરથી મીઠું ભભરાવો.
- પછી તેને કવર કરી ધીમા તાપે ત્યાં સુધી શેકો જ્યાં સુધી શાકભાજી અડધી શેકાઇ ના જાય.
- પછી હળદર અને લાલ મરચાનો પાવડર નાખો. હવે તેને ઢાંકીને ફરીથી 3-4 મિનિટ સુધી રાંધો.
- હવે તેમાં નારિયેળ પેસ્ટ મિક્સ કરો અને હળવા હાથે હલાવો જેથી શાકભાજે તૂટી ન જાય.
- હવે વાસણને ઢાંકી દો અને 5 મિનિટ બાદ તેને ધીમા તાપથી હટાવી દો.
- છેલ્લે તેમાં મીઠી લીમડીના પત્તા અને 1 ચમચી નારિયેળ તેલ ભેળવી દો.
- ઢંકણ ઢાંકી દો અને તેને ઠંડું થવા દો.
- જ્યારે સબ્જી ઠંડી થઇ જાય ત્યારે તેમાં થોડું દહી મીક્ષ કરો અને સર્વ કરો.

[ of 5 - Users]
English summary
Avial is a dry side dish made with lots of vegetables mixed with thick coconut paste and yogurt.
Story first published: Tuesday, October 18, 2016, 15:10 [IST]
X
Desktop Bottom Promotion