For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હૈદરાબાદી પાલકનું સાલન બનાવવાની વિધિ

Posted By: Lekhaka
|

પાલની અનેક વસ્તુઓ બની શકે છે, પરંતુ આ પાલકનાં સાલનની તો વાત જ કંઇક ઓર છે. હવે આવો વિના વિલંબે જાણીએ તેને બનાવવાની વિધિ :

આજે સૌ કોઈ લીલી શાકભાજી ખાવા પાછળ ઘેલા હોય છે. તો એવામાં અમે પાલકનાં શાકને કેવી રીતે ભૂલી શકીએ, પરંતુ જો આપ પાલક ખાઈ-ખાઈને ધરાઈ ચુક્યા છો, તો આજે અમે આપને તેનું હૈદરાબાદી સાલન બનાવતા શીખવાડીશું કે જે ખૂબ ટેસ્ટી હોય છે.

પાલકની અનેક વસ્તુઓ બની શકે છે, પરંતુ આ પાલકનાં સાલનની વાત જ કંઇક ઓર છે. હવે આવો વિના વિલંબે જાણીએ તેને બનાવવાની વિધિ :

Hyderabadi Cuisine

સામગ્રી :

* 1 કિલો પાલક

* 2 ડુંગળી (ઝીણી સમારેલી)

* 1 મોટી ચમચી આદુનું પેસ્ટ અને લસણ પેસ્ટ

* 1 મોટી ચમચી લાલ મરચું પાવડર

* 1/4 મોટી ચમચી હળદર પાવડર

* મીઠું સ્વાદ મુજબ

* 5 મોટી ચમચી તેલ

* 2-3 લીલા મરચા

* કોથમીર (ઝીણી સમારેલી)

બનાવવાની વિધિ :

1. સૌપ્રથમ પાલકને ધોઈને ઝીણી સમારી લો અને ગાળીને મૂકી રાખો.

2. એક મોટા પૅનમાં તેલ નાંખી તેમાં ડુંગળી પકાવો.

3. તે પછી તેમાં આદુ-લસણ પેસ્ટ મેળવો અને 1 મિનિટ સુધી પકાવો.

4. પછી સમારેલી પાલક, લાલ મરચું પાવડર, હળદર પાવડર અને લીલા મરચા નાંખો.

5. હવે તેમાં મીઠું નાંખી આંચને બે સેકન્ડ માટે તેજ કરી દો અને પછી આંચ ધીમી કરી ઢાંકી દો.

6. તેને આમ જ 15-20 મિનિટ માટે છોડી દો.

7. જ્યારે પાલકમાંથી પાણી સુકાઈ જાય, ત્યારે તેને ત્યાં સુધી પકાવો કે જ્યાં સુધી તેલ છુટું ન પડવા લાગે.

8. પછી તેને 5 મિનિટ માટે હલાવો અને પછી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.

[ of 5 - Users]
English summary
Today we will be sharing a very simple but equally mouth-watering Hyderabadi Palak Ka Salan or Spinach Curry.
Story first published: Thursday, February 16, 2017, 9:19 [IST]
X
Desktop Bottom Promotion