For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હોળી પર બનાવો સુગર ફ્રી ડ્રાય ફ્રૂટ્સના લાડુ

Posted By: KARNAL HETALBAHEN
|

લાડુની વાત આવતા જ મોંઢામાં પાણી આવી જાય છે. આપણે ત્યાં અલગ-અલગ રીતે અને દરેક ઋતુ અનુસાર લાડુ બનાવવામાં આવે છે. પરંતુ કેલેરીનું શું કરવું? જો વજન વધી ગયું તો! ડાયાબિટિઝનું જોખમ પરંતુ ચિંતા કરવાની જરૂર નથી.

તમને એક એવી હેલ્દી રેસિપી વિશે જણાવી રહ્યા છીએ જેને તમે દિલ ખોલીને ખાઈ શકે છે. ત્યાં સુધી કે આ ડ્રાય ફ્રુટ્સના લાડુને ડાયાબિટીઝના દર્દી પણ ખાઇ શકે છે. ડ્રાય ફ્રુટ્સ વિશે મોટાભાગના લોકોનું માનવું છે કે તેનાથી વજન વધે છે પરંતુ એક મુઠ્ઠી તમને ઘણા પ્રકારની બિમારીઓથી બચાવવાની સાથે સાથે વજનને પણ કંટ્રોલ કરે છે. તેમાં વિટામીન, મિનરલ અને પૌષ્ટિકતા ભરપૂર માત્રામાં હોય છે. આજે જ ડ્રાય ફ્રુટ્સના લાડુ ખાઓ અને ડાયાબિટીઝ તથા હદયની બીમારીઓ જેવા રોગોને તમારાથી દૂર રાખો.

Sweets

સામગ્રી

૧ કપ બીજવગરની ખજૂર

૧ કપ અંજીર

૧ મોટો કપ સુકી દ્વાક્ષ

૧/૨ કપ ગ્રેટ કરેલું નારીયેળ

૧/૨ કપ કાપેલી બદામ

૧/૨ કપ કાપેલા પિસ્તા

૧/૨ કપ કાપેલા કાજુ

૧/૨ કપ ખસખસ

૧ મોટી ચમચી માખણ

રીત

1. આ લાડુને બનાવવા માટે અંજીરને મિક્સરમાં પીસી લો. સાથે જ મોટી સુકી દ્વાક્ષના દાણા પણ નીકાળી લો.

2. હવે એક પેનમાં માખણને ગળવા માટે નાંખી દો. તેમાં ખજૂર નાંખીને થોડી તળી લો. ત્યાર પછી તેમાં અંજીર, સુકી દ્વાક્ષ, બદામ, પિસ્તા, કાજુ નાંખીને સારી રીતે મિક્સ કરી લો.

3. ત્યારબાદ એક પ્લેટમાં ખસખસ અને ગ્રેટ કરેલું નારીયેળ નાંખીને સારી રીતે મેળવી લો.

4. લાડુ બનાવ્યા પછી આ મિશ્રણમાં સારી રીતે રોલ કરી લો.

5. લો તમારા માટે હેલ્દી ડ્રાય ફ્રૂટ્સના લાડુ તૈયાર છે.

[ of 5 - Users]
Read more about: laddoo મિઠાઈ
English summary
Take a look at the simple recipe of sugar free dry fruit ladoo This is the most simplest recipe that you can prepare for Holi.
Story first published: Thursday, April 6, 2017, 12:39 [IST]
X
Desktop Bottom Promotion