For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બંગાળી ડિશ : ચિંગરી માછેર મલાઈ કરી

Posted By: Super Admin
|

શું આપને સી ફૂડ ગમે છે ? જો હા, તો આપને બંગાળી ડિશ ચિંગરી માછેર મલાઈ કરી ચોક્કસ ટ્રાય કરવી જોઇએ.

શું આપને સી ફૂડ ગમે છે ? જો હા, તો આપને બંગાળી ડિશ ચિંગરી માછેર મલાઈ કરી ચોક્કસ ટ્રાય કરવી જોઇએ. આ કરી પ્રૉંસની છે. તેથી બજારમાંથી પ્રૉન્સ લેવા જ્યારે પણ જાઓ, તો તેની ફ્રેશનેસને જરૂર ચકાસી લો. તેને લેતા પહેલા સૂંઘી લો અને જુઓ કે શું તેમાં ચમક છે કે નહીં ?

ખેર, જો વાત કરીએ આ ડિશની તો, આ બંગાળમાં ખૂબ પસંદ કરાતી ડિશ છે. આપ તેને નારિયેળની મલાઈ સાથે પણ બનાવી શકો છો.

તેને ખાધા બાદ આપને તે વારંવાર ખાવાનું ગમશે. તો મોડું ન કરો અને જુઓ તેને બનાવવાની વિધિ :

How to make Chingri Macher Malai Curry

કેટલા સભ્યો માટે - 4

તૈયારીમાં સમય 21-25 મિનિટ

પકાવવામાં સમય - 16-20 મિનિટ

સામગ્રી :

* નાના પ્રૉન્સ/ચિંગરી - 300 ગ્રામ

* નારિયેળ દૂધ - 1 કપ

* હળદર પાવડર - 1/2 ચમચી

* લાલ મરચું પાવડર - 1 ચમચી

* મીઠું - સ્વાદ મુજબ

* તેલ - 2 1/2 ચમચી

* સમારેલી ડુંગળી - 2 મધ્યમ આકારની

* સમારેલા લસણ - 1 ચમચી

* કાજૂ પેસ્ટ - 2 ચમચી

* રઈ પેસ્ટ - 2 ચમચી

* લીલું મરચું - વચ્ચેથી કાપેલી 2

બનાવવાની વિધિ :

1. એક વાટકીમાં પ્રૉન લો. તેમાં હળદર, લાલ મરચું પાવડર અને મીઠું મેળવી મૅરીનેટ થવા માટે સાઇડમાં મૂકી દો.

2. એક પૅનમાં અડધી ચમચી તેલ નાંખો. પછી તેમાં પ્રૉન નાંખી 2-3 મિનિટ પકાવો. પછી તેને ગાળીને એક પેપર પર કાઢી લો.

3. હવે પૅનમાં બચેલું બાકીનું ગરમ કરો. પછી તેમાં ડુંગળી નાંખી તેને ગુલાબી થવા દો. પછી તેમાં લસણ નાંખી પકાવો.

4. તે પછઈ તેમાં કાજૂનું પેસ્ટ નાંખો. થોડુંક પાણી મેળવો અને ઉપરથી રાઈ પેસ્ટ નાંખી મિક્સ કરો.

5. તે પછી તેમાં નારિયેળનું દૂધ નાંખી 2 મિનિટ સુધી પકાવો. છી મરચું નાંખો.

6. પછી તળેલું પ્રૉન અને થોડુંક પાણી નાંખી મિક્સ કરો.

7. ઉપરથી મીઠું નાંખી મિનટ પર પકાવો અને ગૅસ બંધ કરી દો.

9. હવે તેને ગરમા-ગરમ પરાઠા કે જીરા રાઇસ સાથે સર્વ કરો.

[ of 5 - Users]
Read more about: કરી રેસિપી
English summary
Favourite seafood? Prawns, prawns and more of prawns. For more recipes related to Chingri Macher Malai Curry checkout Prawn in Coconut Shell.
Story first published: Friday, April 21, 2017, 10:33 [IST]
X
Desktop Bottom Promotion