For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગાર્લિક ચિકન રાઇસ રેસિપી

Posted By: KARNAL HETALBAHEN
|

બપોરના લંચમાં ઘણા લોકોને ચિકન ખાવાનો ખૂબ શોખ હોય છે. ચિકનની ગ્રેવી તો તમે દર વખતે ખાતા હશો પરંતુ જો તમે તેને રાઇસની સાથે ખાશો તો મજા આવી જશે. ગાર્લિક

ચિકન રાઇસ એક એવી રેસિપી છે જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે. ગાર્લિક ચિકન રાઇસ બાળકોને ખૂબ પસંદ આવે છે કારણ કે આ ના તો તીખા હોય છે ના તો ખૂબ મસાલેદાર. બોલ્ડ સ્કાઇએ

તમારી સાથે આ નોન વેજ રેસિપી શેર કરી છે જેને તમે તમારા ઘરે આરામથી બનાવી શકો છો.

ગાર્લિક ચિકન રાઇસ રેસિપીનો આનંદ આખા પરિવાર સાથે ઉઠાવી શકો તેના માટે અમે તમને જણાવી રહ્યાં છીએ તેની રેરિપી. તેને ટ્રાઇ કરો અને જરૂર બતાવીશું કે આ કેવી રીતે બનાવી શકાય.

Garlic Chicken Rice Recipe

કેટલા- 3

તૈયારીમાં સમય- 25 મિનિટ

રાંધવાનો સમય- 35 મિનિટ

સામગ્રી-

  • ચોખા- 2 કપ
  • ચિકન- 1/2 કિલો
  • કાળા મરચાં- 1/2
  • ડુંગળી- 1/2
  • લસણ- 2
  • લવિંગ- 2
  • સોયા સોસ- 1 ચમચી
  • વેનિગર- 1 ચમચી
  • વટાણા- 1 કપ
  • મીઠું- સ્વાદઅનુસાર

રીત-

- સૌથી પહેલાં ચોખાને રાંધીને સાઇડમાં મુકી દો.

- પછી કુકરમાં 1 ટપકું તેલ નાખીને ગરમ કરો. પછી તેમાં બોનલેસ ચિકન નાખો. સામાન્ય પાણી નાખીને તે કુકરને ઢાંકીને 10 મિનિટ સુધી રાંધો.

- જ્યારે તે થઇ જાય ત્યારે સ્ટીમને બહાર આવવા દો અને પછી તેને સાઇડમાં મુકી દો.

- હવે તવામાં તેલ નાખીને ગરમ કરો, તેમાં સમારેલી ડુંગળી નાખીને ગોલ્ડન બ્રાઉન કરો.

- તવામાં લવિંગ, છુંદેલું લસણ, કાળી મરચાં, મીઠું, વેનિગર અને વટાણા નાખો.

- જ્યારે મિશ્રણ રંધાઇ જાય ત્યાં સુધી તેને ઉકાળો, ચિકન નાખીને મિક્સ કરો.

- હવે કુકર પર ઢાંકણ ઢાંકી દો અને કુકરમાં ચિકનને 15 મિનિટ માટે રંધાવવા દો.

- 15 મિનિટ બાદ ચિકનમાં રાઇસ મિક્સ કરો અને 5 મિનિટ સુધી ઢાંકણ ઢાંકી દો.

- જ્યારે ઢાંકણ ખોલો ત્યારે તેમાં સોયા સોસ થોડો મિક્સ કરો અને એકવાર ગરમ કરી તેને સર્વ કરો.

[ of 5 - Users]
English summary
Garlic chicken rice recipe is very spicy and yummy dish. This indo chinese recipe will make your mouth water and your tummy wanting for more. Here is the recipe.
Story first published: Friday, January 6, 2017, 11:25 [IST]
X
Desktop Bottom Promotion